________________
સર્ગ સાતમા.
શ્રીજ’ખૂદ્વીપના ભાલ સમાન, ભરતક્ષેત્રના તિલક સમાન સિંહપુર નામનું નગર છે. રાજા યુક્ત, લક્ષ્મીથી સુūાભિત, રત્નના મંદિર જેવુ' અને ચતુવિધ સંઘરૂપી જળવડે મનેાહર તે નગર સાગરની માફક શેાલી રહ્યુ છે. કૈલાસ પર્યંત જેવા વિશાળ અનેક જિન મંદિરેાથી યુક્ત અને કુબેર સરખા અનેક ધનપતિઓના આવાસવાળું તે નગર અલકાપુરીને પણ તિરસ્કારી રહ્યું છે. યમ તથા આચારની ક્રિયામાં કુશળ લેાકેાના વસવાને કારણે જાણે વશીભૂત બનેલ હોય તેમ ધમ, કલ્યાણુ ને કીતિ તેને કદાપિ ત્યાગ કરતી નથી. તે સિહપુરની શાભાથી જાણે જીતાઈ હાય તેમ અલકાપુરી શૈાભાહીન ખની અને લંકાપુરી તેોહીન બની અને તેથી જ જાણે હાય તેમ અલકાપુરી કૈલાસ પર રહી અને લંકા સમુદ્રમાં ડૂબી ગઇ. હમેશાં જિનચૈત્યામાં શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરતાં લેકે ધૂપના ધૂમાડાના મહાનાથી પાપને દૂર કરી રહ્યા છે.
તે નગરમાં ખલિ રાજાને બાંધવામાં કુશળ, હસ્તમાં સુદર્શન ચક્રને ધારણ કરનાર, શ્રેષ્ઠ સામર્થ્યવાળા વિષ્ણુની જેવા બલીષ્ઠ, શત્રુઓને જીતવામાં સમ, હસ્તને વિષે સુંદર રેખાવાળા અને અત્યંત સામર્થ્યવાળા વિષ્ણુ નામના રાજા હતા. જેને કાઇ કંટક( શત્રુ ) નથી એવા તેમની સમસ્ત પૃથ્વીપીઠને વિષે, પગરખા ( ઉપાનહુ-મેાડી ) વિનાની હૈ।વા છતાં પણ કીતિ અસ્ખલિત રીતે ભ્રમણ કરી રહી છે. અનેક યુક્ત, લક્ષ્મીને કારણે ઈંદ્ર સરખા તે વિષ્ણુ રાજા ત્રણ જગતને વિષે રાજપણાથી શેાભી રહ્યા છે. તેમને પ્રાણથી પણ પ્રિય વિષ્ણુદેવી નામની પટ્ટરાણી છે, અને તે તેના ચિત્ત એકાકાર હાવાથી સમાન નામને ધારણ કરી રહ્યા છે. જેમ સૂર્ય ઉદયાચળને પ્રાપ્ત કરીને, સંપૂર્ણ` મંડલવાળે ખનીને અ ંધકારસમૂહને નષ્ટ કરે છે તેમ તે વિષ્ણુદેવી પતિવ્રતપરાયણા હાઇને પાપરૂપી અંધકારને દૂર કરે છે. સિંહના વાહનવાળી પાવતીને જેમ જયા અને વિજયા કદી ત્યજતી નથી તેમ હસ્તીના જેવી ગતિવાળી આ વિષ્ણુદેવીને લક્ષ્મી તથા હી ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com