________________
:- ચૌદ મહા સ્વપ્નનું ફળ
[૧૪]. વને જણાવ્યા. તેથી હર્ષિત બનેલા વિષ્ણુરાજાએ જણાવ્યું કે-“હે દેવી! તમે ધન્યવાદને પાત્ર છે, કારણ કે અદભુત ભાગ્યને કારણે ચૌદ સ્વપ્ન જોવાય છે “હે દેવી ! ત્રણ જગતને વિષે પ્રસિદ્ધ કીર્તિવાળા, દેવાદિકથી પૂજાયેલ અને કલ્યાણરૂપી વેલડીના અંકુરા સમાન પુત્ર તમને પ્રાપ્ત થશે.” ત્યારે હર્ષિત બનેલ શ્રી વિષ્ણુદેવીએ પણ “ તથાસ્તુ ” એમ કહીને પિતાના વસ્ત્રના છેડે શકુનની ગાંઠ બાંધી.
આ બાજુ હર્ષથી ભર ર ઇદ્રોએ એક સાથે જ આવીને, પૃથ્વીપીડ પર મતક નમા' વાવાપૂર્વક સ્તુતિ કરી કે-“હે કલ્યાણ કરનારી દેવી ! સુંદર નંદનવનથી યુક્ત મેરુભૂમિ સમાન તમે દેને આનંદ આપવાપૂર્વક જયવંતા વર્તો. જગતને પ્રકાશિત કરનાર દીપક સમાન પુત્રને જન્મ આપનારી હે દેવી સંસારરૂપી ખાડામાં પડતા પ્રાણીઓની રક્ષા કરનારી ! તમે પ્રશંસાને પાત્ર છે. હે દેવીજેની કુક્ષીમાં ત્રણ જગતના સ્વામી તીર્થકર પરમાત્મા રહેલા છે તેના ચરણમાં ત્રણ જગત કેમ ન આળેટે-પ્રણામ કરે ?”
આ પ્રમાણે શ્રી તીર્થકરની માતાની સ્તુતિ કરીને, સુગંધી જળ તથા પુષ્પસમૂહની વૃષ્ટિ કરીને, જિનમાતાને નમીને દેવેંદ્રો સ્વર્ગમાં ગયા. પ્રાતઃકાળે વાજિંત્રો (ચોઘડીયા) વાગવા લાગ્યાં, એટલે રાજા નિદ્રા રહિત બન્યા અને મંગળપાઠકો નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે સ્વામિન્ ! તેજસ્વીઓમાં મુકુટ સમાન સૂર્યના પ્રભાવ(તેજીને કારણે પૂર્વદિશા હમણાં અપૂર્વ સૌંદર્યને ધારણ કરી રહી છે.” આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા અને પ્રભાત સંબંધી કાર્ય કરેલા રાજાએ સ્વપ્નપાડાને બોલાવવા માટે પ્રતિહારીને આદેશ કર્યો, એટલે બેલાવાયેલા તેઓ સ્નાન તેમજ વલેપન કરીને, દિવ્ય વસ્ત્રો ધારણ કરીને, કિમતી આભૂષણોને પહેરીને રાજમંદિરમાં જલદી આવી પહોંચ્યા. દ્વારપાળ દ્વારા તેઓનું આગમન જાણીને, આપેલા યોગ્ય આસન પર બેઠેલા તેઓને થી વિષ્ણુરાજાએ સત્કારપૂર્વક સ્વપ્નને અર્થ પૂછ્યો. એટલે પરસ્પર વિચાર કરીને તેઓ બોલ્યા કે-“ હે રાજન્ ! આ સ્વપ્નો અદ્ભુત છે. ભાગ્યને કારણે જ આ સ્વપ્નો પૈકી એકની જ પ્રાપ્તિ થાય ત્યારે તે ચૌદ સ્વનોના પ્રભાવ માટે તે પૂછવું જ શું? છતાં પણ તે સ્વામિન્ ! પ્રત્યેક સ્વપ્નના ફળને આપ સાંભળે–
ગજ (હસ્તિ)ના સ્વપ્નથી આપના પુત્ર દાન(ધન)ની વૃદ્ધિ કરનાર બનશે, અહીદના સ્વપ્નથી સમસ્ત પૃથ્વીના ભારને વહન કરનાર બનશે, સિંહના સ્વપનથી અત્યંત ખલિક બનશે, લક્ષ્મીદેવીના અભિષેકને લેવાના કારણે મેરુપર્વત પર તેમનો સ્નાનાભિષેક થશે, પુષ્પની માળાને જોવાથી દેવમૂડથી પૂજાશે, ચંદ્રના દર્શનથી નેત્રને આનંદ આપનાર તેમજ કલાના ભંડાર બનશે, સૂર્યના દર્શનથી જનતારૂપી ચકોરના શાકને દૂર કરશે દેવજ. ના દર્શનથી જગતરૂપી મંદિરના શિખર પર સ્થિત થશે, જળથી પરિપૂર્ણ સુવર્ણ કુંભના દશનથી સંતાપને દૂર કરનાર થશે, પા સરોવરના જેવાથી લક્ષમીના આવાસભૂત બનશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com