________________
[ ૧૫૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૭ મે
આસનના કંપના કારણભૂત પેાતાના જીવિતને સાર્થક કરનાર અગિયારમા જિનેશ્વરને જન્મ જાણ્યા એટલે મસ્તકે એ હાથ જોડીને, સિ’હાસન તથા પાદુકાનેા એકદમ ત્યાગ કરીને, જાણે પ્રસ્થાન કરતા હોય તેમ જિનેશ્વર પ્રતિ સાત-આડે પગલાં ચાલીને, નમસ્કાર કરીને, શક્રસ્તવદ્વારા સ્તુતિ કરીને પોતાના આસન પર આવીને બેઠા. ઇંદ્રથી ક્માવાયેલા અને સ્વામીના હુકમને ઇચ્છતા નૈગમેષી દેવે અન્ય દેવાને જણાવ્યુ` કે- આજે ભરતક્ષેત્રમાં પર માત્માને જન્મ થયા છે.’' પછી જેમ ગુરુ મૂખ શિષ્યને તાડન કરે તેમ તે ધ્રુવે ચેાજનપ્રમાણ વિશાળ સુઘાષા નામની ઘંટા ત્રણ વાર વગાડી. જેમ વિદ્યાર્થીને શિક્ષા કરવાથી બીજા શિષ્યા ભયભીત અને તેમ તે સુઘાષા ઘંટાના વાગવાથી બીજા વિમાનાની ઘંટાએ પણ વાગવા લાગી. તે ઘંટાનાદથી દેવે સાવધાન થઇ ગયા અને પેત!ના સેનાધિપતિ નેગમેષી દેવે કરેલ ઘાષણાથી હૃદયમાં આનંદ પામ્યા.
ઇંદ્રમહારાજાના આદેશથી પાલક નામના દેવે લક્ષ ચેાજન વિસ્તારવાળુ પાલક નામનું વિમાન વિષુ†ને પ્રયાણ માટે ઇંદ્રમહારાજાને વિજ્ઞપ્તિ કરી એટલે ઇંદ્ર મહારાજા પરિવાર યુક્ત તે વિમાન પર ચડયા અને વાજિંત્રના ધ્વનિથી સુંદર તે વિમાનને બીજા દેવા ચારે બાજુથી ઘેરી વળ્યા-પરિવર્યા. ક્ષણમાત્રમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઓળંગીને સંક્ષિપ્ત મનેલુ વિમાન ક્રમપૂર્ણાંક સિંહપુર નગરે આવી પહેાંચ્યું, વિમાનમાં રહીને જ પરમાત્માના આવાસને પ્રદક્િયુા આપીને, તે વિમાનથી ઊતરીને, પરમાત્મા તથા માતાને પ્રણામ કરીને ભકિતપરાયણ ઇંદ્રમહારાજાએ નીચે પ્રમાણે સ્તુતિ કરી કે~
“હે વિષ્ણુ દેવી ! તમે દીર્ઘકાળ સુધી આનંદ પામેા કે જેણે ત્રણ જગતના સ્વામી પરમાત્માને જન્મ આપીને હમણાં ત્રણ જગતને સનાથ-નાથ યુક્ત બનાવ્યું છે. હે માતા ! ત્રણે જગતથી તમે વંદન કરવા લાયક કેમ ન હેા ? કારણ કે અજ્ઞાનરૂપ અંધકારથી અંધ અનેલા તેમને તમેાએ જ્ઞાનરૂપી નેત્ર આપેલ છે. ચિન્તામણિ રત્ન સરખા પરમાત્માને જન્મ આપવાથી તમે રત્નની ખાણ છે. ત્યાગી-સચમી સાધુપુરુષાથી તમે વખણાયા છે તેથી તમે ધન્યવાદને પાત્ર છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને, પરમાત્માનું પ્રતિબિંબ માતા પાસે મૂકીને, અવસ્વાપિની નિદ્રા આપીને, ભક્તિપરાયણ ઇંદ્ર મહારાજાએ અતૃપ્ત ખનીને પાતાના પાંચ રૂપે વિક્ર્વ્યા. એક રૂપથી ગેાશીષ ચંદનરસથી ચર્ચિત અને હસ્તમાં પરમાત્માને ધારણ કરીને બીજા રૂપવર્ડ છત્ર ધારણ કર્યું. બીજા બે રૂપવડે અને માજી ચામર વીંઝવા લાગ્યા અને પાંચમા રૂપવર્ડ હસ્તમાં વજ્ર ધારણ કરીને, પાળાની માફ્ક પ્રભુની આગળ ચાલવા લાગ્યા.
પછો મહદ્ધિક દેવાના વિમાનેાની સાથે ઈંદ્ર ક્ષણમાત્રમાં મેરુપર્યંત પર આવી પહોંચ્યા મેરુપર્યંત પર રત્નશિલાની અંદર પેાતાના પ્રતિબિબેને જોઇને દેવીએ, બીજી દેવીએની શકાને લઇને, પેાતપેાતાના પ્રિયતમ પ્રત્યે કોંધ કરવા લાગી. જે સ્થળમાં સૂર્ય તથા ચંદ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com