________________
[ ૧૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૬ ક. પર્યાયસ્થવિર એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થવિર, (૭) સૂત્રના, અર્થના તેમજ તે બંનેના બહુશ્રત ઉપાધ્યાય, (૭) વાસ્તવિક ગુણની પ્રશંસા દ્વારા સાધુજનો વિષે પ્રીતિ (૮) જ્ઞાન, (૯) દશન, (૧૦) વિનય, (૧૧) ચારિત્ર, (૧૨) બ્રહ્મચર્ય, (૧૩) ક્રિયા આચરણ, (૧૪) ક્ષણે ક્ષણે અને સમયે સમયે સંવેગ, સુધ્યાન અને આવના વિગેરે દ્વારા તપશ્ચર્યા, ૧૧૫) ગોતમપદ (ગણધર પદ) (૧૬)શ્રી જિનપદ-કેવળી ભગવંત, (૧૭) સંયમ, (૧૮) અધ્યયનપૂર્વક અભિનવ જ્ઞાન, (૨૦) સર્વાભાષિત કૃતપદ (૨૦) શ્રી તીર્થંકર શાસનની પ્રભાવના–તીર્થ પદ-આ પ્રમાણે તમારે હંમેશાં સ્થાનકોની આરાધના કરવા યથાશક્તિ ઉદ્યમ કરો. ”
શ્રી વદત્તસૂરિના ઉપદેશને સ્વીકારીને કેટલાક દિવસો તે સ્થળે રહીને, સ્થાનકેની આરાધનામાં પર બનેલ નલિની ગુલ્મ રાજર્ષિ ગુરુ સાથે વિચરવા લાગ્યા. પછી તેઓ અગિયાર અંગના જ્ઞાતા બન્યા બાદ અનુક્રમે અવધિજ્ઞાની થયા અને પછી શુરની સંમતિપૂર્વક બીજા રાજર્ષિ સાથે વિહાર કરવા લાગ્યા. જેમ સૂર્ય પોતાના કિરણ દ્વારા કમળને વિકસિત કરે તેમ રાજ ર્ષિ નલિની ગુમ પિતાની વાણી દ્વારા ભવ્ય છોરૂપી કમળને પ્રતિબોધતા હતા. જેમાં ચંદ્ર પિતાની સૌમ્યતાથી કુવલયને વિકસ્વર કરે તેમ રાજર્ષિ પિતાની શાન્ત મુદ્રાથી જ્ઞાનત્રયરૂપી કુવલયને પ્રકુલિત બનાવવા લાગ્યા. મિથ્યાત્વી જનરૂપી હસ્તી સમૂહને ભેદતા સિંહસ્વરૂપ તે રાજર્ષિ પિતાના વિશાળ પ્રભાવથી જિનશાસનની પ્રભાવના કરવા લાગ્યા. વળી, પ્રીતિપૂર્વક વૈયાવચ્ચ કરનાર વિદ્યાધરેંદ્રો રાજાઓ ને પ્રજાસમૂહથી હમેશા સ્તુતિ કરાવા લાગ્યા. વળી જે જે ગામ, આકર અને નગરને વિષે શ્રી નલિનીગલમ રાજર્ષિ જતા હતા તે તે સ્થળોમાં તેમના સૌભાગ્ય તેમજ ભાગ્યની પ્રશંસા થતી હતી. વપન મહોત્સવ પ્રસંગે સૌભાગ્યવતી અને ભાવિક શ્રીઓ દ્વારા મંગળ ગીત વડે સ્તવાતા હતા. દ્રવ્ય, ક્ષે , કાળ અને ભાવ-એ ચાર પ્રકારેને અનુસરતા તે રાજષિએ વીશ સ્થાનકના આરાધનથી તિર્થ કરનામગાત્ર ઉપામ્યુંબાંધ્યું.
પિતાના હસ્તદીક્ષિત શિષ્યવર્ગથી પરિવરેલ શ્રી નલિની ગુલ્મ રાજર્ષિ શુભાનગરીમાં રહેલા પોતાના ગુરુશ્રી વજીદત્તસૂરિને વંદન કરવા આવ્યા. હષ ચંદ્ર રાજાથી હર્ષપૂર્વક સેવાતા પિતાના ગુરુ શ્રી વજદત્ત કેવળીને ત્રણ પ્રદક્ષિણા આપીને, નમસ્કાર કર્યા. બાદ ગુરુએ તેમને કહ્યું કે-“હે મહાસત્વશાલી રાજર્ષિ ! તમે ધન્ય છે તેમજ પુણ્યવાન છો, કારણ કે ધર્મપરાયણ તમે શ્રી તીર્થ કરનામગોત્ર ઉપાયું છે.” તે સમયે સમસ્ત પદાબેલી ઊડી કે અહે ! આ મહાત્મા ધન્યવાદને પાત્ર છે ! “ બાદ શ્રી નલિનીગમ રાજર્ષિએ ગુર મહારાજને જણાવ્યું કે “ આપ પૂજ્યના પ્રસાદથી કઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય ? નિપ્રોજન વાત્સલ્યવાળા અને તુષ્ટ બનેલ ગુરુમહારાજ જે આત્મહિત સાધી આપે છે તેમાંનું કંઈપણ માતા, પિતા, પુત્ર, ભાઈ, પ્રિયા કે મિત્ર કરી શકતા નથી. ધર્માચાર્યના ચરણકમળમાં નમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com