________________
[ ૧૩૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે.
* દેશના સમાપ્ત થતાં સૂરિ મહારાજને પ્રણામ કરીને ભૂવનભાનુ રાજવીએ વિજ્ઞપ્તિ કરી કે- “હે ગુરુ ! મારા પુત્ર નલિની ગુમને રાજ્ય પર સ્થાપન કરીને હું આપની પાસે ચારિત્ર અંગીકાર કરીશ.” ત્યારે “ આ કાર્યમાં વિલંબ ન કરશે.” એ પ્રમાણેના ગુરુમહા૨ જના કથનને શેષની માફક મસ્તકે ચઢાવીને રાજા પિતાના મહેલે આવ્યો. બાદ સર્વ વિદ્યાધરેંદ્રોને બોલાવીને ન્યાયી ભૂવનભાનુ રાજવીએ કુમારને રાજ્યાભિષેક મહત્સવ કર્યો. પછી સમસ્ત પ્રજાજનોને કહ્યું કે “આ કુમારને માતા, પિતા, મિત્ર, બંધુ, પ્રાણો, રક્ષક અને સર્વસ્વ સમજજો. આ કુમારને મારા કરતાં અધિક માનીને તેમના આદેશનું ઉલ્લંઘન ન કરશે. કદાચ તમને પ્રતિકુળ એવું વર્તન તે આચરે તો પણ તમે ઉચિતનું ઉલ્લંઘન ન કરો, હે નલિની ગૂમ રાજા ! તમારે પણ આ પૃથ્વીની કામધેનુની માફક રક્ષા કરવી કે જેથી તે તમારા સમસ્ત મનેરને પરિપૂર્ણ કરે. ન્યાયરૂપી રસાયણથી તમારે રાજ્યલક્ષ્મીને વૃદ્ધિ પમાડવી જેથી તેના સાતે અંગોમાં વૃદ્ધાવસ્થાની પીડા ન ઉદ્ભવે. અન્યાયરૂપી પવનથી આક્રમણ કરાયેલ દીપકની તની માફક આ રાજ્યલક્ષ્મી વૃદ્ધિ પામવા છતાં અવશ્ય નાશ પામશે. ઘતાદિ સાત વ્યસનથી, ભેગોમાં આસક્તિથી, ઉપેક્ષા ભાવથી તેમજ દબંને પર વિશ્વાસ રાખવાથી રાજલક્ષ્મી વિનાશ પામે છે. અપરાધી એવા પિતાના સેવકવર્ગ પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ દર્શાવજે અને અંતરંગ પરિપુઓને જીતજે જેથી બાહ્ય શત્રુઓને પણ વગર પ્રયત્ન જીતી શકીશ. જ્ઞાની અને વિચક્ષણ પુરુની હમેશાં તુ મૈત્રી કરજે; કારણકે તે લોકે સંકટરૂપી સાગરમાં પડનારાઓ માટે નૌકા તુલ્ય છે. ગુણવાળી આ રાજ્યલક્ષમીનું પરિપાલન કર તું બીજા અનેક ગુણવાળા રાજાઓને કીડા માત્રમાં જીતી શકીશ.” આ પ્રમાણે રને શિક્ષા–વચન કહીને ભુવનભાનુ રાજવી બોલ્યા કે-“તમે સર્વ મને દીક્ષા લેવા માટે કુમાસંમતિ આપે; કારણ કે અત્યારે ચારિત્ર ગ્રહણ એ જ મારા માટે ઉચિત છે. ” - ભુવનભાનુ રાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને નલિની ગુમ કુમાર, સમસ્ત અંતઃપર તથા વિદ્યાધરેદ્રો શીધ્ર અશ્ર વરસાવવા લાગ્યા. નલિનીગુમે પિતાના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું કે- “હે દયાના ભંડાર પિતાજી! મને એકદમ અનાથ ન બનાવે, તમારા વિયોગમાં મને રાજય, સુખ, લક્ષ્મી અને ઉત્સવની પ્રાપ્તિ થાય હોય તો પણ તેનાથી મને કંઈ પણ પ્રયાજન નથી. તમારા ચરણકમલમાં મારા કેશપાશરૂપી ભ્રમરસમૂહ ને સ્પર્શે તેવો એક દિવસ મારા માટે ન હે ! પૃથ્વીપીઠરૂપી કયારામાં મને સ્થાપિત કરીને, વચનરૂપી અમૃતવડે સિંચીને, જનપ્રીતિ દ્વારા પલ્લ યુકત બનાવીને, યશરૂપી પુષ્પવાળો બનાવીને, આપ પૂજ્ય સંતેષ આપવાને કારણે અસાધારણ ફલદ્વારા ફલયુક્ત બનવાથી હું આપના મનોરથની વચ્ચે આવવા ઈચ્છતા નથી. ” તે સમયે બીજા પણ બોલ્યા કે-“ હે નલિની ગુમ રાજન ! ભુવનભાનુ રાજવી યથાર્થ જ કરે છે.” એટલે ભુવનભાનુએ જણાવ્યું કે “ તું ખરેખર ધીરપુરુષમાં શ્રેષ્ઠ છે. હે પુત્ર! જે તે અર્થ બતાવીશ, તે બીજી વ્યક્તિઓનું તે શું થશે? તારું કથન વિવેકી પુરુષને યોગ્ય નથી. હે પુત્ર! તું ખરેખર જાણે છે કે યમરાજ પ્રાણને કળિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com