________________
[૧૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે
પ્રકારના પુત્રની પ્રાપ્તિ માટે, પુત્રવિહોણી બીજી રાણીઓની ઉત્કંઠા અત્યંત વૃદ્ધિ પામી. કુમારની કાલી કાલી અને ભાંગીતૂટી વાણી લોકો માટે અમૃતને સિંચનારી, ચિત્તને ચોરનારી, તથા પ્રશંસાપાત્ર બની. અભ્યાસને યેગ્ય વય થતાં રાજાએ કલાચાર્યનું વસ્ત્ર તથા સુવર્ણદ્વારા બહુમાન કરીને કુમાર તેને સે. બાદ વિશ્વના સંતાપને દૂર કરનાર નલિની ગુલ્મ કુમારને કલહંસી સરખી કલાઓએ આલિંગન આપ્યું તેમાં શું આશ્ચર્ય પામવા જેવું છે ? અર્થાતું કુમારે સમસ્તા કલા શીખી લીધી. સૌભાગ્યરૂપી લહમીવાળા આ કુમારને વિશે લક્ષ્મી તથા સરસ્વતી બંનેએ પિતાને વિરોધભાવ ત્યજી દઈને સાથે નિવાસ કર્યો.
કોઈ એક દિવસે કલાચાર્યે રાજા પાસે આવીને જણાવ્યું કે “કુમારનો અભ્યાસ મારા કરતાં પણ અધિક થયો છે. ” આ પ્રમાણે જણાવતાં કલાચાર્યને રાજાએ ખૂબ દાન આપ્યું. આ બાજુ કુમાર પણ યોવન લક્ષ્મીથી સુશોભિત બન્યો. સ્ત્રીઓને વશ કરવામાં ચૂર્ણ સમાન, કામદેવની આજ્ઞા સરખ, તથા ડહાપણના મિત્ર સરખે કુમાર શોભવા લાગ્યો. “ આજે આ રસ્તેથી કુમાર જશે તથા આવશે” એમ જાણીને નાગરિક લોકોની સ્ત્રીએ પોત પોતાના મહેલ પર ચઢીને કુમારને જોવા માટે નિશ્ચળ બનીને બેસવા લાગી. સ્તુતિપાઠકે પોતાના કાવ્યોમાં જે જે ગુણ ગાઈ રહ્યા હતા તેવા જ પ્રકારના ગુણોને સ્ત્રીઓ આજે પણ વન–મહોત્સવ પ્રસંગે ગાઈ રહી છે પણ રૂપ તથા સાંદર્યના મંદિર સરખા નલિની ગુમ કુમારને સાંભળીને કામદેવ પાસે તે જ વરની પ્રાર્થના કરવા લાગી.
તેવામાં મનને ઉન્માદ પમાડનારી શર ઋતુ આવી પહોંચી કે જેમાં ચંદ્ર તથા જળ બંને એકી સાથે નિર્મળ બની જાય છે. જે તુમાં વિયેગી સ્ત્રીઓ અને નદીઓ કૃશ બની ગઈ અને મેઘ (વાદળા) તથા બાણે સરખી ઉજજવળતાને પામ્યાં. વળી જે તુમાં વિકસિત મુખભાગવાળા રાજહંસોથી યુક્ત કમળો તેમજ ભંડારની વૃદ્ધિ કરનાર અને રાજાએથી યુક્ત એવા જીતવાની ઈચ્છાવાળા સંનિકસમૂહો પ્રકાશવા લાગ્યા. પાંદડાંઓ પર રહેલી ભ્રમરપંક્તિ, કામદેવરૂપી અગ્નિથી દગ્ધ બનેલા મુસાફરોને વાળ સરખી ભવા લાગી.દિશાઓને વિષે ડાંગરની પીતવણી ડુંડીઓને જોઈને અનુમાન થાય છે કે પૃથ્વીએ જાણે ચારે બાજુથી વસ્ત્રો પરિ ધાન કર્યા. માનસ સરોવરમાં હંસના ચાલ્યા જવાથી વિમૃત બનેલા ઝાંઝરના દવનિને જાણે સ્ત્રીઓને શીમવાડવાને માટે જ હોય તેમ હંસે ફરી કીડા કરવાની વાવડીઓમાં આવી પહોંચ્યા. વર્ષાઋતુના મેઘથી મલિન બનેલ પરંતુ સ્વભાવથી ઉજજવળ એવા મેઘને, શરદ ઋતુની લમી વિકસિત બનેલા કુમુદના બહાનાથી હસી રહી છે.
ઇંદ્ર મહોત્સવ પ્રસંગે સમસ્ત નાગરિક લોકો પોતપોતાની સંપત્તિને અનુસારે ઉદ્યાનમાં જઈ ક્રીડા કરવા લાગ્યા. નાગરિક લોકોને વસ્ત્ર તથા આભૂષણથી યુક્ત, કામદેવપીડિત અને વિવેકી જોઈને નલિની ગુમકુમાર વિચારવા લાગ્યો કે-બાળકોની ધૂળકીડા જેવી, શરદઋતુમાં થતી નાગરિક લોકેની આવા પ્રકારની કીડા વિવેકથી નિર્મળ પુરુષના ચિત્તમાં કદી ભ્રમ ઉપન્ન કરતી નથી અર્થાત આનંદપ્રદ થતી નથી. આ કીડા પણ જે ઈરછાપૂર્વક દાન દેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com