________________
કુમારનું સિદ્ધપુરનગરે આગમન.
[ ૧૨૭ ] હે બુદ્ધિમાન ! તમારા કથનથી આજે લાંબા સમયે પણ મને વિદ્યાસિદ્ધિ થઈ છે, તમારા ઉપકારને બદલે વાળવાને હું સમર્થ નથી, છતાં પણ જલદી આ વિદ્યા મારા પાસેથી ગ્રહણ કરીને મારા પ્રત્યે મહેરબાની કરો. ” નલિની ગુમકુમારે તેને કહ્યું કે “ આ તમારી વિદ્યાઓ શ્રી અરિહંત પરમાત્માના પ્રભાવથી જ સિદ્ધ થઈ છે, છતાં મારે તમારું કથન માન્ય રાખવું જોઈએ.” આ પ્રમાણે કહીને કુમારે તે વિદ્યાએ ગ્રહણ કરી. તે સમયે પપવૃષ્ટિ થવાપૂર્વક દંદુભી વાગવા લાગી, તે જોઈને અત્યંત આશ્ચર્ય પામેલ વિદ્યાધરે કુમારને કહ્યું કે- તમે ધન્યભાગી પુરુમાં શ્રેષ્ઠ છે, કારણ કે બીજાઓને જે વિદ્યાએ કઇપૂર્વક સાધ્ય થાય તે વિદ્યાઓ તમને મંત્રની માફક શીઘ્ર સિદ્ધ થઈ છે. મને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે. તેના કરતાં પણ તમારું દર્શન મારા માટે અધિક હર્ષદાયી છે, કારણ કે તમે સમસ્ત કલ્યાણ ના કારણભૂત છે; તે મહેરબાની કરીને આપ મારા સિદ્ધપુર નામના નગરમાં પધારો. તે નગરમાં મારા જયસિંહ નામના વિદ્યાધર સ્વામી છે અને હું તેને હરિવિકમ નામને અત્યંત વહાલે પુત્ર છું; તે અમારી સમસ્ત રાજ્યલક્ષમીને સફળ કરો.'
જેમ ચંદ્ર કલાઓથી શોભે તેમ વિદ્યાઓથી શોભ, શશિપ્રભા કન્યાને જોયા બાઢ પ્રફુલ્લ ચિત્તવાળો, તેણીના કામદેવના બાણ સરખા અને ડોક વાળી વાળીને વારંવાર ફેંકાતાં નેત્રકટાક્ષેને યાદ કરતો કુમાર તરત જ વિમાન પર ચઢીને વૈતાઢય પર્વત તરફ ચાલે તેવામાં સુંદર સાર્થવાહ આવી પહોંચ્યો. સૂર્ય સરખા કુમારને સત્કાર કર્યો અને કહ્યું કે“આપે અત્યાર સુધી મારું રક્ષણ કર્યું છે, હવે મારે શું કરવું?” ત્યારે તેની ભક્તિથી તુષ્ટ બનેલા કુમારે તેને પોતાના દેહ પર રહેલ દિવ્ય આભૂષણ આપ્યું. એટલે દેવીઓએ કુમારને બીજું દિવ્ય આભૂષણ આપ્યું.
વહાણમાં રહેલી સમસ્ત જનતા આ દેખાવથી આશ્ચર્ય પામી અને સુંદર સાર્થવાહ પણ વિચારવા લાગ્યો કે-“પુણ્યવંતની ભક્તિકદીનિષ્ફળ જતી નથી.' બાદ કુમારે જણાવ્યું કે-“હે સુંદર સાર્થવાહ! તું સ્વતંત્ર રીતે પ્રયાણ કર. હું સુંદર એવા વૈતાઢય પર્વત પર જઈશ.” પછી શ્રેષ્ઠીએ જણાવ્યું કે- “ નમ્ર એવા મારા પ્રત્યે આપે વારંવાર મહેરબાની બતાવવી.” આ પ્રમાણે સાર્થવાહના વચન સાંભળતે કુમાર આકાશમાર્ગે ચાલી નીક. જળના તરંગથી પરિપૂર્ણ સરોવરો, વિશાળ વૃક્ષાવાળા ઉદ્યાને તથા કિલ્લા અને ઊંચા દરવાજાવાળા નગરને જોત કુમાર સિદ્ધપુર નગરે આવી પહોંચે.
આ પાંચમાં સર્ગમાં નલિની ગુમ કુમારને જન્મ ૫ર્યટન, રત્નસારનું વૃત્તાંત, શશિપ્રભા કન્યાનું દર્શન, સમ્યકત્વની પ્રાપ્તિ અને જિનમંદિરમાં વિદ્યાની સિદ્ધિ-આ પ્રમાણે આ અધિકાર પૂર્ણ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com