________________
કન્યા શશિપ્રભા અને કુમાર બંને પ્રગટેલ કામદેવ
( ૧૨૫] ગયો હોય તેમ તમને નમસ્કાર કરનાર પ્રાણીને ડંસ મારી શકતું નથી. સંસારમાં ભ્રમણ કરવાથી શ્રમિત બનેલ અને માનત'ગ-અભિમાનથી ગવષ્ઠ બનેલ (અહીં કર્તાશ્રીએ પિતાનું નામ માનતુંગ પણ સૂચવ્યું છે.) એવા મને હે નાથ ! સંસારજન્ય થાકને દૂર કરવાને માટે મેક્ષરૂપી નિવાસ-આશ્રય જલદી આપો.”
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતન તુતિ કરીને, પરમાત્માને નમસ્કાર કરીને કુમ ૨ રંગમંડપમાં આવ્યો. તે સ્થળે યૌવનવતી એક વિદ્યાધર કન્યાને જોઈ. વિકસિત પાળ કલ્પવેલડીની માફક પ્રફુલ હસ્ત, ચરણ અને એષ્ઠવાળી, નૂતન દિવ્ય આભૂષણથી ભૂષિત તેમજ દિવ્ય વસ્ત્રો ધારણ કરતી. મધુર ધ્વનિવાળી વીણાને વગાડતી, ગીત-નૃત્યાદિમાં કુશળ સખીવથી પરિવૃત એવી તે કન્યાને જોઈને વિકસિત નેત્રવાળ નલિની ગુમ કુમાર વિચારવા લાગ્યો કે- આ સમુદ્રની પુત્રી લમી છે કે ભવનપતિની દેવી નાગકન્ય છે ? અથવા તે શું આ કોઈ દેવી છે કે કામદેવની પત્ની રતિ છે? ના, ના. તેણીની આંખના મીંચવાથી આ કુમારી તે પૈકીનો કોઈ નથી. ખરેખર, પિતાના રૂપથી બીજી સ્ત્રીઓના રૂપને તિરસ્કારનાર આ વિદ્યાધરી છે.
તે સમયે કામદેવના બાણોની શ્રેણિ સરખી, નેહથી પરિપૂર્ણ એવી તે કન્યાની કટાક્ષશ્રેણિકુમાર પર પડી અથવા તે કન્યા કુમારને વારંવાર જોવા લાગી. પોતાની નજરે ચઢેલા કુમારના સૌંદર્યનું પાન કરતી તેણીના વીણાવાદનમાં કુશળપણું હેવા છતાં પણ તાલભંગ થવા લાગે એટલે આશ્ચર્ય પામેલ તેના સખીવર્ગે તેણીને કહ્યું કે-“તું વિણા વગાડી રહી છે. છતાં પણ તાલભંગ કેમ થાય છે? બગાસાંયુક્ત તંદ્રા, તેમજ તારા બંને નેત્રોમાં અસ્થિરતા જણાય છે કટિમેખલા (કંદોરે તેના સ્થાનથી શિથિલ બની ગયા છે, સર્વ અંગોમાં કંપ-ધ્રુજારી જણાય છે, ઉત્તરીય વસ્ત્ર સરકી પડે છે તો આ પ્રમાણે થવાનું કારણ કહે. ચંદ્રને જોયા સિવાય સમુદ્રમાં ભરતી આવતી નથી.” ત્યારે સખીના ખોળામાં પિતાના દેહને નાખી દેતી, નિસાસાપૂર્વક તેણી કહેવા લાગી કે મારા શરીરે અચાનક તાવ આવ્યા છે. ? એટલે સખીઓએ કહ્યું કે “ તને તાવ આવે તે તે આશ્ચર્યકારક ગણાય. સૌદર્યરૂપી અમૃતને વહન કરનારી તું શશિપ્રભા છે, હવે આપણે આપણું નગર તિલકપુરમાં જઈએ. તારા પિતા વિદ્યાધરેંદ્રશ્રીચંદ્ર છે અને શશિકાંતા તારી માતા છે. તે બંનેની તું પુત્રી છો અને તારા વિના માતા-પિતાને બધી દિશાઓ અંધકારમય જણાય છે. ”
પછી કુમારે પણ પૂતળીને ઉદ્દેશીને કહ્યું કે-“આ શશિપ્રભા મારા હૃદયને અદભુત આનંદ આપી રહી છે” ત્યારે હસીને સખીઓએ તેણીને કહ્યું કે-“હવે અમે કારણ જાણ્યું.” તેવામાં કોઈએક સખીએ કહ્યું કે વિદ્યાધરરૂપી મનુષ્યનો ત્યાગ કરવારૂપ તારા મનોરથ અપૂર્વ છે. દેવ એવા આ કુમાર પ્રત્યે તારો અભિલાષા થઈ છે તો તે તારા માટે યોગ્ય વર છે. દિ૦૫ વસ્ત્ર અને દિવ્ય કાંતિને કારણે અમને આ કુમારના દેવ પણ સંબંધી લેશમાત્ર શંકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com