________________
[૧૨૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫
પછી વીણા-વાદનથી મૃગની માફક આકર્ષાયેલ કુમાર, મનોહર જિનમંદિરવાળા તે ઉદ્યાનના મધ્યભાગમાં ગમે. દરેક હીંચકે હીંચકા ખાવાની ઈરછાવાળે, દરેક વાવડીઓમાં જળક્રીડા કરવાની વાંછાવાળા અને દરેક કીડા પર્વત પર ચઢવાની લાલસાવાળે કુમાર, જળક્રીડા કરીને આદરપૂર્વક તે કિલાની નજીક આવ્યો. કિલ્લાની ઊંચાઈ જોઈને તેણે વિચાર્યું કે-આ કિલ્લો મનુષ્યથી બનાવાયેલ નથી. આ કિલા દ્વારા પ્રાણી અંદર રહેલી બધી વસ્તુ જઈ શકે છે. પછી કિલ્લાની અંદર પ્રવેશ કરવા ઈચ્છતા તેણે લક્ષમીવ થી આજ્ઞા અપાયેલ દેવીને યાદ કરી એટલે તેના પ્રભાવથી તે કુમાર દેવની માફક તે કિલામાં દાખલ થયો. દરેક જોવાલાયક વસ્તુ માં તેની પૂર્ણ રમણીયતાને જોઈને આશ્ચર્યને કારણે વિકસિત નેત્રયુગલવાળે કુમાર વિચારવા લાગે કે આ સ્થળે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આશ્ચર્ય ઉત્પન્ન ન કરી શકે તેવા પ્રકારના આશ્ચર્યને ત્રિજાલિક સમાન કર્મ પરિણામ પણ ન દેખાડી શકે. વળી જે આશ્ચર્યની ઘટના સ્વપ્નમાં અથવા તે માનસ પ્રદેશમાં પણ ન આવી શકે. વળી હજારો વર્ષોમાં કે અનેક ભામાં પણ ન અનુભવી શકાય, તેવી વસ્તુઓ આજે મને આ ભવમાં જ ફક્ત એક મુહૂર્તમાત્રમાં જોવા મળી છે.
પૂર્વભવ સરખા સાગર ાં ધર્મતત્તવની માફક આ સુંદર દ્વીપ છે અને દેથી ભોગવવા લાયક સ્વર્ગની માફક આ ઉદ્યાન છે. કીડા વાવડીઓમાં અવગાહન કરવું તે સુકુળમાં જન્મ પામવા જેવું છે. અને દેવીઓની સહાય દ્વારા આ સ્ફટિકના કિલ્લાનું ઉલ્લંઘન કરવું તે ગુરુના ઉપદેશદ્વારા થતાં સંસારનું ઉલ્લંઘન કરવા જેવું છે, તેથી આ જિનમંદિર ન વર્ણવી શકાય તેવા મોક્ષપદ જેવું છે. એટલે ત્રણ ભુવનને વિષે આ જિનમંદિર કરતા અધિક જોવા લાયક કંઈ પણ નથી. નેત્રને વ્યાપાર બે પ્રકારનો છે. પુણ્યશાળી વ્યક્તિઓમાં નેત્રોનો પ્રથમ પ્રકારને એટલે કે ઉત્તમ વસ્તુનું નિરીક્ષણ કરવાના છે. આ જિનમંદિરમાં નહી પ્રવેશ કરતાં દે પણ ઠગાયેલા છે અને જે પક્ષી ઓનો આ જિનમ દિરમાં નિવાસ થયેલ છે તે પક્ષીઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ જિનમંદિરને બનાવનાર તથા રચના કરનાર બંને વ્યક્તિ ધન્યવાદને પાત્ર છે; એમ વિચારણા કરતો, વિકસિત રામરાજવાળો, અને આનંદાશુ યુક્ત નેત્રવાળ નલિની ગુમ કુમાર તે મંદિરમાં દાખલ થયો અને ચંદ્રકાંત મણિની દૂષણ રહિત બનાવાયેલ શ્રી જિદ્ર ભગવંતની પૃથ્વી પીઠને વિષે અસાધારણ એવી પ્રતિમા જોઈ. બાદ પંચાંગ પ્રણિપાત કરીને, અંજલિ જોડીને કુમારે નિર્મલ વાણીથી નીચે પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી—
“મોતીની માળાના મધ્યમાં રહેલ નાયક (ચંદ્રક સરખા અને અત્યંત નિર્મળ એવા આપ જિન ભવંતને પ્રાપ્ત કરીને આજે મારું દુર્ભાગ્ય દૂર થઈ ગયું છે. હું ત્રણ જગતને વિશે દીપકસમાન ! રાગ રહિત, કર્મરૂપી અંજનથી રહિત અને તેના મેહાદિ રિપુઓ નષ્ટ થયા છે એવા આપને કોઇપણ પ્રાણી પુ ગે જ પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ સ્થળે ખલના નહીં પામતાં દુષ્ટ કાળરૂપી સર્પ, તમારા આદેશથી બંધ મુખવાળે થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com