________________
સમુયાત્રામાં કુમારે નિહાળેલ અનુપ જૈન મંદિર [ ૧૩૩ ] સ્તુતિપાઠકે તેમજ કેવડે શૂરવીરપણું, ઉદારતા, કલા, લક્ષ્મી, કૃપા અને નીતિ વિગેરેના વર્ણદ્વારા પ્રશંસા કરાતે અને લોકેથી નહીં જેવા કુમાર અચલપુર નામના નગર આવી પહોંચ્યો.
તે સ્થળે સમુદ્રયાત્રા માટે તૈયાર થયેલ એક વહાણવટીને જે. પછી સુંદર નામના તે ધનિક વહાણવટીને કુમારે કહ્યું કે-“જો તમારી ઈચ્છા હોય તો હું તમારા વહાણમાં સાથે આવું” ત્યારે તેણે કુમારને દિવ્ય માળા, પુષ્પ, આભૂષણ અને વિલેપનથી યુક્ત જોઇને કહ્યું કે “તમે તે મારા માટે સમુદ્રાધિષ્ઠાયક વેલંધર દેવસ્વરૂપ છે. હું, મારે પરિવારવર્ગ, આ વહાણ અને આ ધન-સર્વસ્વ તમારું છે. તમે મારા માટે સાક્ષાત્ મહાનિધિ અથવા તે ચિન્તામણિ રત્નસ્વરૂપ છે.” પછી કુમાર તે વહાણ પર ચઢો એટલે સેવકવર્ગ, જાણે તે વહાણને સ્વામી હોય તેમ સેવવા લાગ્યો. પૂર્વના પૂન્યને કારણે કઈ વ્યક્તિ સેવા કરતી નથી?
કુમારની સૂચના પ્રમાણે સુંદર શ્રેષ્ઠો વહાણને ચલાવવા તેમજ રકવા લાગે. વળી કુમારના હંમેશાં નવીન તેમજ દિવ્ય વસ્ત્ર વિગેરે જે તે સુંદર શ્રેષ્ઠી આશ્ચર્ય પામે. તેમજ તમે કોણ છે? કયાંથી આવ્યા છે ? એ પ્રમાણે પૂછવાની તે જિજ્ઞાસા કરતાં હોવા છતાં કુમારના દુધપં પણાને કારણે કંઈ પણ પૂછી શક્યો નહીં.
કેઈએક દિવસે વનરાજીથી સુશોભિત કેઈએક દ્વીપને વિષે પાણી, ફળ અને બળતણ લેવાની ઈચ્છાથી વહાણ ભાવવામાં આવ્યું ત્યારે, પોતપોતાના કાર્ય માં લોકો વ્યમ બન્યા ત્યારે સમુદ્રને કિનારે વીણાનો વિનિ પ્રકટયો અને કામદેવના જયદેવનિ સરખો તે વનિ કુમારે સાંભળ્યો એટલે પિતાની નજીકમાં રહેલા કેએક પુરુષને તેણે પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે-“નજીકમાં જ વસંતતિલક નામનું ઉદ્યાન છે. તે ઉદ્યાન સ્ત્રીના મુખની માફક વેલીઓથી ચારે તરફ વીંટળાયેલું છે. આકાશની માફક ક્રીડા કરતાં પક્ષીઓથી ભિત છે. તે ઉદ્યાનના મધ્યભાગમાં, પરવાળાનું જ બનાવેલ જિન મંદિર છે અને તેની ફરતો વિશાળ સ્ફટિક રત્નનો કિલ્લો છે. વળી તે અદભુત ઉદ્યાનનાં વૃક્ષનાં પાંદડાંઓ કાંગરા સમાન છે. શ્યામ મેઘે અલતાના રૂની માફક શેભી રહ્યા છે. વળી જે જિનમંદિર કાંતિસમૂહથી આકાશપ્રદેશ, જાસુદ, સિંદુર, કેશુડા, આસોપાલવ અને કેશરથો જાણે આચ્છાદિત હોય, તેમ ભી ઊઠે છે. જિનમંદિરને ઉદય પામતા સૂર્ય સાથે અને સ્ફટિક રત્નના કિલાને ચંદ્રિકા યુક્ત ચંદ્ર સાથે સરખાવી શકાય. શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યેની ભક્તિને કારણે દેવે તથા વિદ્યાધરો નૃત્ય કરે છે, જ્યારે મનુષ્ય તે સ્થળે પ્રવેશ કરી શકતા નથી. તે કિલો અત્યંત ઊંચો છે અને તે જિનમંદિરનું દ્વાર જાણી શકાતું નથી. ફકત કિલાની નિર્મળતાને કારણે બહાર રહેલા મનુષ્યો જિનમંદિર જોઈ શકે છે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com