________________
[૨૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે નથી. જે મનુષ્યમાં પણ આવા પ્રકારનું રૂપ હોય તે તે દેવ જ મનાય, તે વિધાતાએ શા માટે સ્વર્ગ લેકને ઊ એ બના ?” ત્યારે શશિપ્રભાએ કહ્યું કે, “આ કુમારના નેત્રના મચાવાથી તેમજ પૃથ્વીપીઠને સ્પર્શ કરવાથી તે રાજકુમાર મનુષ્ય જ છે. જે તેને દિવ્ય વસ્ત્રો છે તે તેના અહોભાગ્યની નિશાની છે. જે એમ ન હોય તે આ જિનમંદિરમાં તેમને પ્રવેશ જ ન સંભવી શકે.”
પછી જેવામાં કુમાર અને શશિપ્રભા બને નેહરૂપી જળથી પરિપૂર્ણ ચિત્તરૂપ કારામાંથી પ્રગટેલ કામરૂપી બે વૃક્ષ સરખા બન્યા તેવામાં શશિખભાની માતા શશિકાંતા ત્યાં આવી પહોંચી અને કહ્યું કે “હે પુત્રી ! આજે મોડું કેમ કર્યું. જલદી આવાસે ચાલ. તારા વિયોગથી તારા પિતા દુઃખી બની રહ્યા છે.” ત્યારે આળસ મરડતી, વાંકી ડેક કરીને કુમારને જોતી, પોતાની જવાની ઈચ્છા ન હોવા છતાં પણ માતાના ભયને કારણે પિતાના વિમાન દ્વારા તેણી ચાલી નીકળી. પછી સૂર્યની માફક પ્રકાશિત કુમાર પણ તેણના મુખરૂપી ચંદ્રની કાંતિને કારણે પોતાના હૃદયરૂપી સરોવરમાં કેટલાક સમય સ્થિર થઈ ગયા.
પછી જેવામાં કુમાર જિનમંદિરની પ્રદક્ષિણા કરે છે તેવામાં ધ્યાનપરાયણ એક ચારણશ્રમણ મુનિવરને તેણે જોયા, એટલે તેમને પ્રણામ કરીને રોમાંચયુક્ત બનેલ તેણે સ્તુતિ કરી કે-“કષાયરૂપી અગ્નિથી દગ્ધ થયેલા એવા મેં અમૃતના કુંડ સરખા આપને જોયા છે. દરિદ્ર વ્યક્તિના ઘરમાં નિધિ સમાન, વૃક્ષ રહિત મભૂમિમાં કલ્પવૃક્ષ સમાન અને સૂકા સરોવરમાં ચંદ્ર સરખા આપને મેં જોયા છે.” એટલે કુમારને ભવ્ય પ્રાણી જાણીને જલ્દી ધ્યાનનો ત્યાગ કરીને મુનિવરે ધર્મરૂપી ક૯૫વૃક્ષના મૂળ સમાન સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યું. શ્રી જિનેશ્વર ભગવંત દેવ, સાધુ-મુનિરાજ એ ગુરુ અને તેમણે ઉપદેશેલ તત્વ એ ધર્મ-એ સમ્યક્ત્ર કહેવાય. તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જે જીવે આયુષ્યને બંધ ન કર્યો હોય તો તે જીવ કદી દુર્ગતિનું ભાજન બનતું નથી. જીવાજીવાદિ નવ તને વિષે શ્રદ્ધા પ્રગટવાથી સમકિત પ્રાપ્ત થાય છે. કોઈને તે સ્વાભાવિક પ્રાપ્ત થાય છે જ્યારે કેઈને ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાંભળીને નલિન ગુમકુમારે સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને જાણે પોતે ભવનું ઉલ્લંઘન કરી ગયો હોય તેમ પિતાની જાતને સત્ત્વશાળી માની. પછી ચારણ મૂનિ અન્ય તીર્થોને પ્રણામ કરવાને માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા એટલ કુમાર તેમના વિયોગને લીધે ખિન્ન બન્યો.
પછી જેવામાં ફરીથી કુમાર પરમાત્માને પ્રણામ કરવા જાય છે તેવામાં માર્ગમાં ધ્યાનપરાયણ કોઈએક વિદ્યાધરને તેણે જોયા અને કહ્યું કે-“હે પરમાત્મન્ ! તમારી મહેર બાનીથી આ વિદ્યાધરની વિદ્યાઓ તત્કાળ સિદ્ધ થાઓ.” એટલે કુમારના સત્રના પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ, આકાશમાં દુંદુભી વાગવા લાગી. પુષ્પની વૃષ્ટિ થઈ અને વિદ્યાધર અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી તે વિદ્યાધર કુમારના ચરણમાં શીધ્ર પ્રણામ કરીને બે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com