________________
[ ૧૩૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ફો કામદેવ, શૃંગાર, રૂપ અને સૌભાગ્ય કાયમ રહેશે. બીજો કોઈ એક પિતાની વીંટીને મુખમાં નાખીને ચેષ્ટા કરવા લાગ્યો જ્યારે બીજા કેઈએ કે પ્રસ્વેદના બિંદુઓને લીધે પિતાના લલાટપ્રદેશને મોતીઓની શ્રેણિવાળું બનાવ્યું. “તેણીનું દર્શન દુર્લભ ન થાઓ”
એમ વિચારીને જ જાણે હોય તેમ કેટલાકેએ તેણીના સમસ્ત અંગે પ્રત્યે પિતાની દષ્ટિ ફેંકી.
તે સમયે સુંદર લેનવાળી શશિપ્રભાને, પિતાને હસ્ત ઊંચા કરીને અમૃત જેવી મિષ્ટ વાણીથી પ્રતિહારિણીએ કહ્યું કે- “ રણસંગ્રામમાં શૂરવીરપણું બતાવનાર આ સુમાલી નામનો રાજા છે. આ રૂપથી સુંદર એ આ લીલાપુર રાજા સુંદર નામના છે. શૂરવીરોમાં ભૂષણ સમાન ચાવતસ નામને આ રાજા છે. વીજળીની માફક ન જોઈ શકાય તે વિધમ્માલી નામનો આ રાજા છે. પ્રજાનું કલ્યાણ કરનાર ક્ષેમકર નામનો આ રાજવી છે. ચંદ્રકાંત મણિની માફક નિર્મળ યશથી ભરપુર આ ચંદ્રકાંત નામને રાજા છે. આ વૈરિસિંહ નામને, દેવસહાયવાળો રાજા છે કે જેણે સાક્ષાત પુણ્યથી જ અર્પણ કરાયેલ હોય તેમ વગર પરિશ્રમે શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હે દેવિ ! આ બધા યુવાન વિદ્યાધર રાજાએ છે કે જેઓનો અતિશય યશ ત્રણ જગતમાં સમાઈ શકતો નથી. હે સ્વામિનિ ! આ પ્રમાણે તમારી સમક્ષ રૂપ, કીર્તિ અને ગુણોથી પરિપૂર્ણ રાજાઓનું મેં વર્ણન કર્યું છે તે તારી ઈચ્છા પ્રમાણે તું યેગ્ય વ્યક્તિને વર.”
પ્રતિહારિણીએ આ પ્રમાણે રાજાઓનું વર્ણન કર્યા બાદ શ્રી ચંદ્રથી ઘેરાયેલ મુખ્ય છડીદારે કહ્યું કે-“તમે સર્વ રાજાઓ કલાઓમાં કુશળ છો તે રાધાવેધ કરીને જલદી આ શશિપ્રભાને પ્રાપ્ત કરે. લક્ષમી સરખી શશિપ્રભાથી કંઠને વિષે પહેરાવાયેલ વરમાળાવાળા તમે પ્રકાશિતતેજસ્વી સુદર્શનચક્રવાળા (સુંદર દેખાવવાળા) નરોત્તમ (કૃષ્ણ) સરખા બને.”
તે સમયે ભાટ-ચારણેથી સ્તુતિ કરાયેલ, ધનુષ્યથી શાભિત સુમાલી રાજા હાથમાં ધનુષ્ય લઈને ઊભે થયે. દષ્ટિ તથા મુણિદ્વારા બાણુનું સંધાન કરતાં ધ્રુજતા હસ્તવાળો બનીને તે ઉંદરની માફક તેલના કડાયામાં પડી ગયું ત્યારે પ્રેક્ષક વર્ગથી અટ્ટહાસપૂર્વક પરસ્પર તાલીઓ દેવાપૂર્વક તે અત્યંત હાંસીને પાત્ર બન્યો. બાદ રાધાવેધ કરવાને ચાહતાં સુંદર રાજાના હાથમાંથી ધનુષ્ય જ પડી જવાથી તેનું નામ સુંદર-ટીકાપાત્ર બન્યું. ચંદ્રાવત સક રાજા નું પણ બાણ રાધાવેધ કરવા શક્તિમાન થયું નહીં.
આ પ્રમાણે રાધાવેધ કરવામાં અશકત બનેલા તે સર્વ રાજાઓ વિલખા બન્યા આ પ્રમાણે બનવાથી શ્રીચંદ્ર રાજાનો મુખરૂપી ચંદ્ર કાંતિહીન બનવાથી પ્રતિહારીએ કહ્યું કે “છે. રાજન્ ! વૈરિસિંહ નામનો રાજા દરેક કલાનું ધામ-સ્થાન છે. ત્યારે શ્રીચંદ્ર વિદ્યાધરે કે કહ્યું કે-“જે કાર્યો પ્રસિદ્ધ પરાક્રમવાલા વિદ્યાધરના વંશમાં જન્મેલા વિદ્યાધર રાજાઓ ન કરી શક્યા તે કાર્ય જેનું કુલ અજ્ઞાત છે અને જે માત્ર મનુષ્ય છે, તે વેરિસિંહથી કેમ સાધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com