________________
નલિની ગુહ્મકુમારનું રાધાવેલનું સાધવું અને પાણિગ્રહણ.
થઈ શકે?એ પ્રમાણે સાંભળીને નલિની ગુલ્મ કુમાર પોતાના સ્થાન પરથી ઊભે થયો. તે કુમારને જોઈને કેટલાક વિદ્યારે આશ્ચર્ય પામ્યા. કેટલાક ઈર્ષાળ બન્યા. કેટલાક પ્રશંસા કરવા લાગ્યા. કેટલાક શરમાયા. કેટલાકેએ ઉદ્ધતાઇપૂર્વક ખોંખારો ખાધે. કેટલાકે એ તેના તરફ નજર કરી. કેટલાક હાંસી કરવા લાગ્યા છતાં પણ કુમારે તે પોતાના ધનુષ્ય પર બાણ ચડાવ્યું. બાદ તેલના ડાયામાં પ્રતિબિંબિત થતાં આઠ ચક્રની ગતિના અંતરને જોતાં કુમારે જેમ ભવ્ય પ્રાણી પ્રત્રજ્યાને સ્વીકારે તેમ પૂતળીને વીંધી નાખી, ત્યારે કુમારનો જય જયારવ થયો. ચાર પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને કુમારી શશિ પ્રભાએ કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. તે સમયે આકાશમાં રહેલ દેવીએ રનવૃષ્ટિ કરીને કહ્યું કે-“શશિપ્રભાએ
ગ્ય વરની પસંદગી કરી છે.” શશિપ્રભા પણ આશ્ચર્ય પામીને વિચારવા લાગી કે- “લાંબા સમયથી જેનું હું ચિંતવન કરતી હતી તે સાક્ષાત પરમાત્મા સરખે કુમાર મને પ્રાપ્ત થયે છે. તે સમયે શ્રીચંદ્ર વિદ્યાધર, કનકથ, રાજવી ભુવનભાનું અને બીજા વિદ્યાધર રાજાઓ વિસ્મય પામીને વિચારે છે કે “આ કુમાર કયા વંશને હશે?” તેવામાં કુમારે પોતે જ શીઘ પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. પિતાની કાંતિને પ્રસરાવત અને કલાના ભંડારરૂપ કુમારને જેવાથી પિતા તથા સ્વજન વર્ગને સંતાપ તક્ષણ નાશ પામે. વળી “હે પુત્ર, હે પુત્ર! તું આવ આવ” એ પ્રમાણે બેલતાં આનંદાશ્રવાળા, ઉત્કંઠાપૂર્વક બંને બાહુઓને ફેલાવતા ભૂવનભાનુ રાજાએ કુમારને આલિંગન આપ્યું એટલે હર્ષપૂર્વક પિતાના સર્વ અંગોને આલિંગન આપતાં કુમારે પણ પૃથ્વીપીઠ પર મસ્તક નમાવીને પિતાને પ્રણામ કર્યો. બાદ કનકથિ વિગેરે રાજાઓએ પણ જાણે બાલક્રીડાનો અનુભવ કરાવાતું હોય તેમ કુમારને પોતાના ખોળામાં બેસાર્યો.
પછી પોતાની માતા ભાનુશ્રીના બંને ચરણ કમળમાં ભ્રમરની કીડ કરતા ( નમસ્કાર કરતા) કુમારને માતાએ આશીર્વાદ આપ્યા. વિદ્યાધરોએ પણ કહ્યું કે-“ ભૂવનભાનુ રાજવીના પુત્ર સિવાય બીજા કેાઈની આવા પ્રકારની ક્રીડા હોઈ શકે નહિ. ગજરાજના કુંભથળને ભેદવામાં સિંહસુત જ સમર્થ હોય છે તેમજ નંદનવન સિવાય બીજા ઉદ્યાનમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થતી નથી. અહો ! ભુવનભાનુ રાજાનું પુણ્ય અસાધારણ છે કે જેથી દેશાન્તર ગયેલ પુત્રે રાજ્ય અને કન્યા પ્રાપ્ત કરી તેમજ આવા મહત્સવ પ્રસંગે મેળાપ થયો. આ મહોત્સવ પ્રસંગે જે આ સ્વજન વર્ગના મેળાપરૂપી ઉત્સવ થયો તે ખરેખર સૌભાગ્યની ઉપર માંજર સમાન, કપૂર ચૂર્ણથી સુંગધી બનેલ દ્રાક્ષારસ સમાન તેમજ સુવણુ કમળથી પરિપૂર્ણ અમૃતના સરોવર સમાન બન્યો.” પછી વાજિંત્રોના વાગવાપૂર્વક, મંગળપાઠકના મંગળોચ્ચાર પૂર્વક અને નર્તકીઓના નામ સહિત તે બંનેનો પાણિગ્રહણ મહોત્સવ થયો, તે પ્રસંગે કરમેચન પ્રસંગે શ્રીચંદ્ર વિદ્યાધરે કુમારને જણાવ્યું કે “આ મારી પુત્રી સહિત મેં તમને રાજ્યલક્ષમી સુપ્રત કરી છે. મારા બાહુબળથી ઉપજેલી રાજલક્ષમીનું તેમજ વિષયસુખના ભંડારરૂપ અને વિવિધ પ્રકારની કરતૂરી આદિના વિલેપનથી વિભૂષિત મારી પુત્રી શશિપ્રભાનું તમે પાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com