________________
રત્નસારે પૂર્ણ કરેલ પોતાની પ્રતિજ્ઞા
[ ૧૨૧ ].
હર્ષ પામેલ તેણે પોતાની માતાને આવેલ સ્વ-ન તેમ જ પિતાનું નામ (૨નસાર) પણ સાર્થક માન્યું. વિધિની વિચિત્રતાને અને પંચ પરમેષ્ઠી મંત્રને સ્મરતે રત્નસાર વિનરહિતપણે મંગલપુરમાં આવી પહોંચ્યો. તે નગરમાં એક રત્ન વેચીને, તેના દ્વારા વિવિધ કરિયાણા લઈને રત્નસાર અવધિના છ મહિનાના છેલ્લા દિવસે પિતાના નગરે આવી પહોંચ્યા. તેણે પિતાના પિતા પાસે પોતાના સેવકને મોકલે ત્યારે પુત્રનું આગમન જાણીને, પિતાએ તેને ઈનામ આપ્યું. વિજ્ઞપ્તિ કરાયેલ રાજા પણ નાગરિક લેકો સાથે રત્નસાર પાસે આવ્યા એટલે તેણે રાજાને પ્રણામ કર્યો. બાદ રાજા એ પૂછયું કે “તારું વહાણ ભાંગી જવા બાદ તે કઈ રીતે ધનપ્રાપ્તિ કરી?” ત્યારે સદાચારી રત્નસારે પિતાનું સમસ્ત વૃત્તાંત રાજાને જણાવી નવી-નવીન વસ્તુઓ દ્વારા ભેટશું થયું અને તેથી તેણે રાજાનું મન અત્યંત વશ કરી લીધું, પછી રત્નસારે રાજાને પોતાની પાસે રહેલ રત્નનો હાર બતાવ્યો અને તેના એક એક અમૂલય રત્નને જોઇને રાજા આશ્ચર્ય પામ્યા ત્યારે રતનસારે કહ્યું કે “ આ રત્નની માળા કઈ ગણુંત્રીમાં છે? કારણ કે ધર્મના પ્રભાવથી તે શિવનગરી(મોક્ષ)નું રાજય પણ પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો ધર્મ, સમસ્ત પ્રકારની સમૃદ્ધિને વશ કરવામાં, વશીકરણ મંત્રવિદ્યા સમાન છે.”
આ પ્રમાણે સાંભળીને રાજા જૈન ધર્મમાં પ્રીતિવાળે બન્યા અને રત્નસારને વિશાળ પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તુષ્ટ બનેલા રત્નસારના પિતા હિરણ્યગર્ભ છીએ પણ સુવર્ણના દાનપૂર્વક પિતાના પુત્રને વર્યાપનમહોત્સવ કર્યો. સર્વ જિનમંદિરમાં તીર્થકર ભગવતે ની પૂજા કરાવી અને ચતુર્વિધ સંઘની યોગ્ય ભક્તિ કરી પરોપકારપરાયણ રત્નસારે પણ પોતાના સ્વજને સત્કાર કર્યો અને દીન જનોને દાન આપ્યું. - ત્રીજે દિવસે હરિદત્ત પણ આવી પહોંચ્યો અને મારું લેણું લઈને રાજા પાસે એ. “તારું ભરણું તારી પાસે ભલે રહ્યું.” એમ કહીને રાજાએ તેને પૂછ્યું કે “તેં છ મહિનાની અવધિનું ઉલ્લંઘન કેમ કર્યું?” એટલે હરિદત્ત બેલ્યો કે - “મેં જાણ્યું કે આજે જ છ માસની અવધિ પૂરી થઈ છે, એકાદ બે દિવસના અંતરને આંતરું કેમ કહી શકાય?” આ પ્રમાણે બેલતાં હરિદત્તે પિતાના ધનની સંખ્યા જણાવી ત્યારે રાજાએ વક બુદ્ધિવાળા તેને કહ્યું કે-“રત્નસાર કરતાં વશમા ભાગે પણ તારી પાસે ધન નથી.” આ પ્રમાણે સભા મધ્ય રાજાથી તિરસ્કાર કરાયેલ હરિદત્ત, જાણે મુખ પર મશીને કુચડે લગાડ્યો હોય તેમ નીચા મુખવાળે બની ગયો. જેમ હસ્તિઓ પર્વતની સામે સ્પર્ધા કરતાં પિતાના દંતશળને જ નષ્ટ કરે છે તેમ અ૫ ધનવાળી વ્યક્તિ એ વિરોષ સંપત્તિવાળી
વ્યક્તિઓ સાથે સ્પર્ધા કરતાં પરાભવ પામે છે. કે પછી રાજાએ પ્રસન્ન થઈને રત્નસારને જિનમંદિર બંધાવવા માટે આજ્ઞા આપી. બીજા હરિદત્તને આજ્ઞા ન આપી, એટલે લોકોમાં જિનશાસનની પ્રભાવના થઈ અને રત્નસારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com