________________
રત્નસારને ઉત્પન્ન થયેલ ભરણુત કષ્ટ અને તેના સત્યપણાની સાબિતી
બાદ કોટવાલના માણસોથી ઉઠાડાએલ અને તર્જના કરાતા રતનસારે કહ્યું કે-“તપાસ કરીને તમે મારો આ હાર પાછા આપો જેની પાસેથી મેં' આ હાર મેળવ્યો છે તે મડદુ હું તમને બતાવું.” ત્યારે અંગરક્ષકોએ જણાવ્યું કે-“અસત્ય બેલનારાઓમાં તમે અગ્રણી જણાવ છો. તમારા સિવાય શ્રેષ્ઠ અસત્ય બોલનાર બીજે કઈ જણાતો નથી.” ત્યારે રત્નસારે વિચાર્યું કે-“ પૂર્વે કરેલા કમથી માણસનો કદી છૂટકારો થતો નથી. જે જન્મેલો છે તે અવશ્ય મૃત્યુ પામવાની છે, તેમ મૃત્યુ કંઈ મને સંતાપ પમાડતું નથી; કારણ કે મારી પ્રતિજ્ઞા અપૂર્ણ રહી, જિનચૈત્ય ન કરાવી શકાયું અને આવા પ્રકારનું કલંક આવ્યું–આ હકીકત હર્ષપુરના લોકો જાણશે ત્યારે મિથ્યાત્વીઓ જિનશાસનની નિંદા કરશે. આ જ હકીકત મને અતિ દુઃખદાયક બની છે. જીવન અથવા મૃત્યુ કલક રહિત હોય તે જ વખાણવા લાયક બને છે, માટે મારે જીન યા તે મૃત્યુનો શેક કરે ઉચિત નથી. ” આ પ્રમાણે વિચાર કરતાં અને હાસ્ય યુકત મનવાળા રત્નસારને અંગરક્ષકો રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે-“ તું કોણ છે અને કયાં રહે છે?” એટલે રત્નસારે જેવી હતી તેવી સમ1 બીના કહી સંભળાવી ત્યારે તેને અસત્ય માનતાં રાજાએ જણાવ્યું કે-“ તારી હકીકત બેટી છે, આ રત્નસારને શૂળીએ ચઢાવો.” ગધેડા પર બેસીને રત્નસારને વધભૂમિમાં લઈ જવાતો હતો ત્યારે માણસના મસાક પર રહેલ છાબડીમાં તે રત્નો હાર રાખવામાં આવ્યું હતો અને રત્નસારવડે કરાએલ ચોરીનો અપરાધ જાહેર કરતો હતો તેવામાં માંસના ભ્રમથી અચાનક આવેલા કોઈ એક પક્ષી તે હારને ગ્રહણ કરીને ક્ષણમાત્રમાં અદ્રશ્ય થઈ ગયો. તે સમયે રાજા વિલ બની ગયું એટલે પૌર લેકો અશુ સારતાં કહેવા લાગ્યા કે “જે આ રત્નસાર ચોર હોય તે સૂર્ય કદી પૂર્વ દિશામાં ઊગે નહિં, ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય. સાગર, પણ પોતાની મર્યાદાનો ત્યાગ કરે.”
આ બાજુ રત્નસારને શમશાનભૂમિમાં લઈ જઈને અંગરક્ષકોએ કહ્યું કે-“તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” એટલે રત્નસારે પણ શ્રી જિનેશ્વર ભગવંતનું અને મુનિવરનું સ્મરણ કરીને સમુદ્રને ઉદ્દેશીને કહ્યું કે-“હે સાગર ! જે હું મન, વચન અને કાયાથી પવિત્ર હેઉ તે તું મને સહ ય કર.” તે સમયે આકાશમાં નીચે પ્રમાણે દિવ્ય વાણી થઈ કે-“ આ મહાત્મા અને તેજસ્વી મુખવાળો ખરેખર ચાર નથી. જે રાજા તેના ચરણમાં નહીં નમસ્કાર કરે તે સમસ્ત નગરને ડુ પાડી દેવામાં આવશે. ” આ પ્રમાણે દિવ્ય વાણી સાંભબળીને ભયભીત બનેલ રાજા શ્રીવલ્લભ રત્નસારના ચરણમાં પડીને કહેવા લાગ્યો કે-“તું ખરેખર મારો અપરાધ માફ કર. હવે તે તું જીવાડ તે જ હું જીવી શકું તેમ છું.” ત્યારે રત્નસારે કહ્યું કે-“હે રાજન્ ! તમારે લેશ માત્ર પણ અપરાધ નથી. પ્રાણી જે સુખ ને દુખ પ્રાપ્ત કરે છે તે તે કર્માધીન વસ્તુ છે. જે તમે સમકિતની પ્રાપ્તિ કરે તે આ કલંકમાંથી મુકિત મેળવી શકે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com