________________
-
-
[ ૧૧૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મો. તે મડદા દ્વારા સમુદ્રને તરી જઈને ત્રીજે દિવસે તે કિનારે પહોંચ્યો અને વિચાર્યું કેહું કઈ રીતે દ્રવ્યપ્રાપ્તિ કરી શકું? હું કઈ રીતે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકીશ અને કેવી રીતે જિનચૈત્ય બંધાવી શકીશ? સમુદ્રમાં વહાણનું તૂટી જવું અને મડદાની પ્રાપ્તિ થવી તે મારા માટે આશ્ચર્યકારક બન્યું છે. ધૈર્ય ધારણ કરીને જોવામાં રત્નસાર શબનું અવલોકન કરે છે તેવામાં તે મડદાના કટિપ્રદેશ પર રહેલ રનનો હાર તેના જોવામાં આવ્યો. તેણે વિચાર્યું કે-“જે કે પારકું દ્રવ્ય લેવું ઉચિત નથી, છતાં પણ આ રત્નનો હાર ગ્રહણ કરીને, તે દ્વારા ધનોપાર્જન કરીને, જિનશાસનની ઉન્નતિ કરું વળી બીજા પણ પુણ્યના કાર્યો કરીશ.” આ પ્રમાણે વિચારીને પિતાના ધન કરતાં પણ અધિકમૂલ્યવાળો તે રત્નને હાર ગ્રહણ કર્યો. કદાચ હું અહીંથી બીજા દ્વીપમાં જઉં તે આટલું દ્રવ્ય પ્રાપ્ત કરી શકીશ નહિ તો હવે સફલ મનેરથવાળે હું અહીંથી સ્વસ્થાને જ જઉં.” આ પ્રમાણે વિચારીને આગળ ચાલેલા તેણે ઈએક નગર જોયું અને તે નગરની નજીકમાં રહેલ દેવમંદિરમાં વિશ્રામ માટે દાખલ થયો. હાથમાં રનના હારવાળે અને સમુદ્રમાં પડ્યા પછી ઉજાગરાવાળા રત્નસાર તરત જ ઊંધી ગયા,
આ તરફ મનહર મંદિરવાળા શ્રીમદિર નામના નગરમાં રાજલક્ષ્મીને વલભ(પ્રિય) એ વલ્લભ નામનો રાજા હતા. તેને રૂપ તથા ગુણથી અદભુત અનંગસેના નામની પુત્રી છે. તેને યોગ્ય વરની પ્રાપ્તિ માટે અને તેણીના શિયલની રક્ષા માટે તેના પરિજન વર્ગનો પણ વિશ્વાસ નહીં કરતો રાજા તેણીને મનુષ્ય રહિત એકાન્ત મહેલમાં રાખીને પોતે જ તેણીના ભોજનને પ્રબંધ કરતે હતો. ચોરી કરવામાં પ્રવીણતા પ્રાપ્ત કરવાના હર્ષના કારણે કે એક ચોરે વિચાર્યું કે- “જે મહેલમાં સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકતા નથી તે મહેલમાં રહેલી અનંગસેના રાજકુમારીનું કોઇપણ આભૂષણદિક હરી જઉં તે મારી કુશળતા ગણાય અને સાથોસાથ મારે વૈભવ પણ વધે.”
આ પ્રમાણે વિચારીને તે ચરે સમુદ્રના કિનારાથી આરંભીને રાજકન્યાના મહેલ પર્યત કમે કમે સુરંગ કરી અને મધ્ય રાત્રિએ તે સુરંગદ્વારા મહેલમાં પ્રવેશ કરીને તે રાજકુમારીને જોઈ. એવામાં તેના કંઠમાથી હાર ગ્રહણ કર્યો તેવામાં તે જાગી ઊઠી અને
ચેર, ચાર.” એમ બૂમ પાડી એટલે ચોર સુરંગદ્વારા નાશી ગયો. રાજકુમારીના અંગરક્ષકે તે ચોરને માર્ગ દ્વારા (સુરંગદ્વારા) જ તેની પાછળ પડયા. એવામાં તે ચેર બહાર નીકળ્યો તેવામાં જ સમુદ્રની ભરતીને કારણે સમુદ્રમાં તણાઈ ગયે. તે ચોરના પગલાને નહીં જતાં અંગરક્ષકો પાછા આવ્યા અને બનેલ બીના જણાવી ત્યારે કે ધે ભરાએલા રાજાએ અંગરક્ષકોના મુખ્ય માસને બોલાવીને કહ્યું –“ સાત દિવસની અંદર જે તું મને ચેર નહીં પકડી આપે તે ચેરની શિક્ષા તારે સહન કરવી પડશે.” ત્યારે ભયભીત બનેલ તે કોટવાલ ચારે તરફ જોતે જે તે દેવમંદિરમાં આવ્યું અને હાથમાં રહેલ રત્નના હારવાળા તે રત્નસારને જોયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com