________________
[૧૧૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે
જોઈએ.” ઘોડેસ્વારે તેને જણાવ્યું કે-“ તે મારે આ અશ્વ તમે ગ્રહણ કરો.” કુમારે વળતો જવાબ આપ્યો કે “પારકી વસ્તુ ગ્રહણ ન કરવા સંબંધી કેટલાક દિવસો સુધી મારે નિયમ (પ્રતિજ્ઞા) છે.” આ પ્રમાણે વાર્તાલાપ કરીને તે કુમાર બીજી તરફ ચાલે. સૂરિમહારાજ કહે છે કે-હમણા તે ઘોડેસ્વાર આવી આપને હકીકત જણાવશે. તમારું સ્વપ્ન પણ પ્રત્યક્ષ રીતે આ જ હકીકત સૂચવી રહેલ છે. છ મહિના બાદ કુમારને તમને મેળાપ થશે, તો તમારે લેશ માત્ર ખેદ કરવું નહીં. ‘ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાતું નથી, એ પ્રમાણે વિચારતાં વિચક્ષણ પુરુષોએ પૂર્વે થયેલા રત્નસાર શ્રેષ્ઠીની માફક કદી પણ ખિન્ન બનવું નહીં.
દેવનગરી સમાન હર્ષપુર નામનું નગર હતું. તે નગરમાં હરિ નામને રાજા હતો. જે પૃથ્વીનો ઇદ્ર હોવા છતાં પોતાના વંશની વૃદ્ધિ કરનાર હતો. તે નગરીમાં હિરણય. ગભ નામનો સાર્થવાહ હતું. તે સાર્થવાહ હતો જે પરોપકારને માટે ધનને અને અનુકંપાને માટે દેહને ધારણ કરતા હતા. તે સાર્થવાહ સર્વજ્ઞ ભગવંતના ચરણકમળમાં નમસ્કારને કરવાથી લાગેલી ધૂળ(રજ)દ્વારા પિતાના ભાલપ્રદેશ તેમજ મસ્તકને સાર્થક-કૃતાર્થ બના વત હતો. તેને નિર્મળ આશયવાળી કનકમાલા નામની પત્ની હતી, જેના હૃદયપ્રદેશ પર સદાચારરૂપી ગુચ્છાવાળી ગુણાની માળા હમેશાં રહેતી હતી.
કઈ એક દિવસે અનેક પ્રકારની કરેલી માનતાઓ દ્વારા કનકમાલાએ રત્નાકર(સમુદ્ર)ના સ્વપ્નથી સૂચિત ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. પુત્રજન્મ બાદ સાર્થવાહ વર્ધાપન મહેસવ કર્યો અને સ્વપ્નને અનુસારે તેનું રત્નસાર નામ રાખ્યું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલના કરાતે તે વૃદ્ધિ પામવા લાગ્યો. અને કલાભ્યાસ કરવા યોગ્ય વય બનતાં તેણે કલાચાર્ય પાસેથી સમસ્ત કલાઓ શીખી લીધી. પછી પિતાએ તેને કુલ, વય,રૂપ, સદાચારથી યોગ્ય સંબંધવાળી રત્નદેવી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થોનું પરસ્પર વિરોધ રહિતપણે તે સેવન કરવા લાગ્યો અને પૂર્વના પુણ્યના કારણે રાજમાન્ય બન્યો.
એકદા રત્નસારે ગુરુમહારાજ પાસેથી મહાપુણ્યદાયી ચિત્યનિર્માપન સંબંધી દેશના સાંભળીને જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી. તે જ સમયે મિથ્યાદષ્ટિ શિવદત્ત શ્રેષ્ટિના પુત્ર હરિદત્ત, તે જિનમંદિરની બાજુમાં શિવાલય બંધાવવું શરૂ કર્યું. હરિફાઈને કારણે હરિદત્તે વિચાર્યું કે-“જે જિનમંદિરનું કાર્ય ન બને તે મારું મંદિર તેમજ મારો યશ જહદી વિસ્તાર પામે.” આ પ્રમાણે વિચારીને હરિદત્તે કડીયા તેમજ સુતારને બમણું દ્રવ્ય આપ્યું ત્યારે પુણ્યસારે પણ સ્પર્ધાને કારણે તેમ કર્યું. પિતાની જાતને પરાભવ પામેલી માનીને હરિદત્ત, મેતીથી ભરેલ થાળ રાજાને અર્પણ કર્યો અને તેથી પ્રસન્ન બનેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે “મંદિરના નિર્માણ માટે ઉપગમાં આવતી શિલા(પથ્થર)ની ખાણમાંથી કે પણ શિલા બીજાના ઉપયોગમાં ન આવી શકે તે માટે આપ મહેરબાની કરીને નિષેધ કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com