________________
[૧૧૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૫મો આવી પહોંચે. પરલોકે કુમાર સંબંધી કહેવા લાગ્યા કે-“કુમારે તે ઘણુ થઈ ગયા, પરતુ ભેગયુક્ત હોવા છતાં આવા પ્રકારનો દાની કેઈપણ જોવામાં આવ્યો નથી.”
કુમારે કોષાધ્યક્ષને પૂછયું કે-“આ મહત્સવ પ્રસંગે કેટલો દ્રવ્યવ્યય થયો?” તેણે જવાબ આપ્યો કે-“હે કુમાર ! તમે તથા પ્રકારે દાન આપ્યું છે કે-જેથી બધા ભંડારે ખલાસ થઈ ગયા છે. લક્ષમીને ઉપાર્જન કરવામાં ઘણો સમય જોઈએ છીએ, જ્યારે દાન આપવામાં નિમેષ માત્ર સમય જોઈએ છીએ. » ભુવનભાનુએ પણ તે હકીકત માન્ય રાખીને કહ્યું કે “કુમાર, ઘણે દ્રવ્યવ્યય થયો છે.” બાદ કુમાર પણ દ્રવ્યપ્રાપ્તિ સંબંધી ચિંતાગ્રસ્ત બન્યો.
“હું શું કરું ? કયાં જાઉં? કઈ રીતે દ્રવ્યપ્રાપ્તિ કરું ?” કુમાર પિતે પલંગમાં બેઠે હોવા છતાં આ પ્રમાણે ચિતારૂપી શલ્યથી દુઃખી બન્યો તેવામાં તે સ્થળે પોતાના આભૂષણ સમૂહની કાંતિથી અંધકારને ચારે બાજુથી છિન્નભિન્ન કરતી તેમજ છત્ર અને ચામર યુક્ત સાક્ષાત્ લક્ષ્મીદેવી અચાનક આવી પહોંચ્યા ત્યારે શીધ્ર પલંગને ત્યાગ કરીને, પ્રણામ કરીને તથા બે હાથ જોડીને કહ્યું કે-“હે માતા ! તમે કંઈપણ કાર્ય ફરમાવે કે જે હું પ્રાણના ભોગે પણ સિદ્ધ કરી શકું.” વિકસિત મુખરૂપી કમળવાળી લહમીદેવીએ કુમારને કહ્યું કે“પુત્રોના વિનય ગુણને લીધે જ માતાની કઈ કઈ ઇચ્છાઓ પૂર્ણ નથી થતી ? પરંતુ હે પુત્ર! તને ચિંતાતુર જાણીને, હું અહીં આવી છું. દ્રવ્યના ઉપાર્જન માટે હૃદયને વિષે લેશમાત્ર ચિંતા ન કરીશ કારણ કે હું તારા સમસ્ત ભંડારોને દ્રવ્યથી પૂર્ણ કરીશ. રૂપનું પરાવર્તન કરનારી આ શૂટિકા તું ગ્રહણ કર. અને જરૂર પડયે તારે મારું સ્મરણ કરવું.” આ પ્રમાણે કહીને લક્ષ્મીદેવી અંતર્ધાન થઈ ગયા. કુમારે વિચાર્યું કે- આ મૂટિકાના પ્રભાવથી મને કે પણ જાણી શકશે નહીં તે ગુપ્ત વેશે દેશાંતર જઈને હું અનેક આશ્ચર્યો જેઉં. વળી લોકોને મારા પ્રત્યેને નેહ પણ જણાઈ આવશે.” આ પ્રમાણે વિચારીને હસ્તમાં ખગ લઈને કુમાર ચાલી નીકળ્યા.
આ બાજુ ભુવનભાનુ રાજાએ રાત્રિને વિષે સ્વપ્ન જોયું કે-કલ્પવૃક્ષ પિતે જ પુષ્કળ તેજસ્વી દ્રવ્યોથી ભંડારને ભરી દઈને દૂર ચાલ્યો ગયો છે. પ્રાતઃકાળે કોષાધ્યક્ષે આવીને રાજાને જણાવ્યું કે-“વિશેષ પ્રકારના દ્રવ્યોથી બધા ભંડાર ભરાઈ ગયા છે.” આ કથન સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યો હતો તેવામાં કોઈએક સજજન પુરુષે આવીને કહ્યું કે“હે રાજન ! નલિની ગુમ કુમાર જોવામાં આવતાં નથી.” આ પ્રમાણે વાકય સાંભળતાં જ રાજવી સિંહાસન પરથી નીચે પડી ગયા અને મૂચ્છ પામ્યા. પછી શોપચારથી સ્વસ્થ બનેલા રાજાએ ધેય ધારણ કરીને, સભાને વિસર્જન કરીને, કુમારની તપાસ માટે ઘોડેસ્વારને રવાના કર્યા.
સમસ્ત અંતઃપુર આકંદ કરવા લાગ્યું જ્યારે ભાનુશ્રી પણ મૂચ્છ પામી. રાજાએ આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com