________________
નલિની ગુલ્મ કુમારને પિતાનું કથન અને કુમારની ક્રીડ [ ૧૧૩ ] આવે તો જ શોભે અને દાન પણ પિતાની ભુજાબળથી ઉપજેલી લહમીદ્વારા જ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતાં કુમારની પાસે રાજાને પ્રધાન આવી પહોંચ્યા અને કહેવા લાગ્યો કે “હે કુમાર! રાજાને આદેશ સાંભળો. ઉજજવળ વેષ પહેરીને, ચતુરંગી સેના સહિત મનહર ઉદ્યાનમાં જઈને તમે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરો.” કુમારે જવાબ આપે કે “પિતાજીની આજ્ઞા હું મસ્તકે ચઢાવું, પરંતુ હું પૂછું છું કે આવી તુચ્છ કીડા કરવાથી શું પ્રયોજન છે? બીજાએ ઉપાજેલ લહમીદ્વારા વેચ્છાપૂર્વક ક્રીડા કરતાં સજજન પુરુષોને સર્વ લોકોની સમક્ષ અત્યંત લજજા થાય છે. પોતે ઉપજેલી લક્ષમીનું દાન કરવાથી જ તે સફળ બને છે, કારણ કે નરેંદ્રો તેમજ દેવેંદ્રોને પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ લકમી એ દાનને જ પ્રભાવ છે; તે આ૫ પૂજ્ય પિતા પાસે જઈને તમે મારી વિજ્ઞપ્તિ જણાવે.”
આ પ્રમાણે કહીને, તાંબૂલ આપીને, રજા અપાયેલ પ્રધાન ભુવનભાનુ રાજવી પાસે ગયે. પ્રધાને રાજાને હકીકત જણાવવાથી તેણે નલિની ગુલ્મ કુમારને લાગ્યો અને પ્રણામ કરતાં કુમારને જણાવ્યું કે-“તને કીડા પ્રત્યે કેમ ચિ થતી નથી ? ભેગવિલાસથી તું રાજ્યને, યુવાવસ્થાને અને લક્ષમીને સાર્થક કર. લોકે તથા મને નિરાશ ન કર. ઉચિત સમયે કરાતી દરેક ક્રિયા શભા પામે છે. આ સમય સંવેગને વૈરાગ્યને નથી. વિલાસી જનેને માટે આ સમય આનંદપ્રદ છે. વિષયજન્ય સુખ શેડો સમય આનંદ આપનાર છે, એમ તું જે કહી રહ્યો છે, તે હે ભાઈ! સાંભળ, ક્ષણમાત્ર તૃપ્તિ કરનાર પાણી, તૃષાની શાંતિ માટે પીવાય છે. વળી તું જણાવે છે કે–પિતાની ઉપજેલી લકમીથી કીડા શેભે છે તો તે તારું કથન મિથ્યા છે. સ્વગને વિષે દેવ દેવીઓ સાથે જે વિલાસ ભોગવી રહ્યા છે તે શું તે દેએ પિતાના ભુજાબળથી લક્ષ્મી ઉપાર્જન કરી છે? પુણ્યવાન પ્રાણીને લક્ષ્મી વેચ્છાપૂર્વક આવી મળે છે. હે પુત્ર! તેં તારા પુણ્યને કારણે આવા પ્રકારની લક્ષમી પ્રાપ્ત કરી છે, જેથી અમારા કુળમાં તે જન્મ લીધે છે, તો હવે તું સંકેચ રહિતપણે દાન દે.” આ પ્રમાણે ભુવનભાનુ રાજવીએ કુમારને જણાવીને કોષાધ્યક્ષને આદેશ કર્યો કે-“કુમાર જે પ્રમાણે માગણી કરે તે સર્વ તારે આપવું.”
પછી પિતાની આજ્ઞાને માન્ય રાખીને, યુવાન પુરુષોને બોલાવવાને માટે ઉઘેષણ કરાવીને, તે સર્વને પોતાના સરખા બનાવીને ચાર દંતશૂળવાળા રાવણ હસ્તી પર આરૂઢ બનેલ, ઇંદ્રની માફક આભૂષણેથી ભૂષિત શ્વેત હસ્તી આરૂઢ થયેલ, ગજદળ તેમજ અશ્વદળથી યુક્ત ઉજજવળ વેષ પરિધાન કરેલ, પાયદળ સૈન્યથી યુક્ત વારાંગનાઓદ્વારા ચારે બાજુ ચામરવડે વીંઝાતો, લોકેવડે આંગલી દ્વારા દેખાડાતે, અત્યંત યશસ્વી, ભાટથારણોથી સ્તુતિ કરાતા કુમાર કૌકિલ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ઉદ્યાનને વિષે કુમારે ઈચ્છાપૂર્વક પુષ્કળ દ્રવ્ય આપ્યું અને અનેક પ્રકારની ક્રીડા કરીને પિતાના મહેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com