________________
સૂરિમહારાજે આપેલ દેશના અને કુમાર માટે કહેલ વૃતાંત
તેણીને આશ્વાસન આપ્યું કે “ હે દેવી ! શું સિંહ એકલે હોય છતાં તેને કઈ પણ સ્થળે ભય હોય છે? ક્ષત્રિય લોકોનું પૃથ્વીપીઠને વિષે પરિભ્રમણ યશસ્વી બને છે. આ પ્રકારના મિષથી લોકોનું પુણ્ય અધિક બને છે અને વિશિષ્ટ પ્રકારે કલ્યાણ થાય છે, તે હે દેવી! તમે ખેદ ન કરો.” જેવામાં આ પ્રમાણે રાજવી ભાનુશ્રીએ શાન્તવન આપી રહ્યા છે તેવામાં વનપાલકે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“ હે રાજન્ ! હું વધામણી આપું છું કે આપના ઉદ્યાનમાં વિશ્વને આનંદ આપનાર આનંદસૂરિ સમવસર્યા છે.” વનપાલકને સંતુષ્ટ કરનાર દાન આપીને રાજાએ વિચાર્યું કે-“ સૂરિમહારાજના ઉપદેશામૃત સિવાય, પુત્રના વિયેગજન્ય સંતાપ શાંત થશે નહીં, તો હવે હું ભાનુશ્રી સાથે આચાર્ય મહારાજ પાસે જઈને જન્મ તથા જીવિતને સફળ કરું.” આ પ્રમાણે વિચારીને રાજા સિન્ય સાથે ઉદ્યાનમાં ગયા. ગજરાજ પરથી ઊતરીને વિનયથી નમ્ર બનેલ, રોમાંચિત શરીરવાળા રાજા ભક્તિપૂર્વક બે હાથ જોડીને આચાર્ય મહારાજ સન્મુખ બેઠા.
સૂરિમહારાજે કલેશને હરનારી દેશના શરૂ કરી કે-“ આ દુઃખરૂપી પાણીવાળે, રોગરૂપી મજા ઓવાળા, ક્રોધાદિ કષારૂપી મગરમચ્છથી વ્યાસ, દુર્ભાગ્યથી વડવાનલવાળે, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને સંયોગ તે રૂપી મસમૂહથી ભયંકર–આવા સંસારરૂપી સમુદ્રમાં સુખને લેશ પણ નથી, પરંતુ રાગાદિ દોષ રહિત સર્વપ્રકારની ઇન્દ્રિયના જયવાળા મોક્ષમાં જ સાચું સુખ રહેલું છે. મનને કાબુમાં રાખવાથી અને ભાવનાઓ ભાવ: વાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનિત્ય વિગેરે બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાએ પ્રાણીએ અવશ્ય ભાવવી જોઈએ. ”
આ પ્રમાણે સૂરિમહારાજની દેશને સાંભળ્યા બાદ ભુવનભાનુ રાજાએ સૂરિમહારાજને જણાવ્યું કે- “ જે કુમાર અહીં હાજર હોત તો તેને રાજકારભાર સોંપીને હું આપની પાસે દીક્ષા લેત, તો મહેરબાની કરીને ફરમાવે કે-તે કુમાર કયા કારણથી ચાલ્યા ગયા છે? કોણે ભંડાર ભરપૂર કર્યા અને કુમારની પ્રાપ્તિ મને કયારે થશે?” સૂરિમહારાજે જણાવ્યું કે
કુમાર વિવિધ પ્રકારનાં આશ્ચર્યો જોવા માટે દેશાંતર ગ છે. લક્ષ્મી દેવીએ તમારા ભંડાર ભરપૂર કર્યા છે અને એક ગૃટિકા કુમારને અર્પણ કરી છે. તમારા ઘોડેસ્વારથી જેવાયા છતાં તે ઓળખી શકાશે નહી પરંતુ કુમાર તેને ઓળખી શકશે. હવે રાજાએ કુમારની તપાસ માટે મોકલેલા ઘોડેસ્વારને ગભરાયેલા જોઈને કુમારે એક ઘડેસ્વારને કહ્યું કે-“આ કેનું સૈન્ય છે? અને કયા કારણથી આકુળવ્યાકુળ બનેલ છે ?” ત્યારે ઘોડેસ્વારે જણાવ્યું કે-ભૂવનભાનુ રાજાને પુત્રના વિયોગજન્ય દુઃખ થઈ રહ્યું છે. એટલે કુમારે દૈયપૂર્વક ઘોડેસ્વારને કહ્યું કે “હું નિમિત્તશાસ્ત્રદ્વારા જાણી શકું છું કે કુમાર કુશળ છે અને ભુવનભાનુ રાજાને તે આવી મળશે તે મારું આ કથન તમે જઈને રાજાને જણાવે.” ત્યારે ઘોડેસ્વારે કુમારને કહ્યું કે “આપ પોતે જ રાજા સન્મુખ આવીને તે હકીકત જણાવે.” ત્યારે કુમારે જણાવ્યું કે મારે મહાન કાર્ય આવી પડયું છે તે મારે તે સ્થળે જવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com