________________
* સ્પર્ધાના કારણે રત્નસાર તથા હરિદત્તનું લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે દેશાટન. [ ૧૧૭]
હરિદત્તના આગ્રહથી રાજાએ ખાણમાંથી અન્ય કોઈપણ વ્યક્તિને પથર આપવાની મન કરી. વાસ્તવિક અને નહીં સમજનાર અધિકારીઓ લુચ્ચાઓથી છેતરાય છે. હરિદત્ત હર્ષ પામવાથી રત્નસારે ઉત્તમ વસ્તુઓનું ભેટ રાજાને ધરીને વિનતિ કરી કે
ઈર્ષ્યાળુ વ્યક્તિના વચનને માન્ય રાખતાં આપે ઠીક કર્યું નથી. હું તેને ખાણમાંથી પથર લેવા દેવા માટે નિષેધ કરવા ઈચ્છતું નથી, બીજાનું બૂરું કરવું એ સજજન પુરુષને માર્ગ નથી. પારકાની સંપત્તિથી સંતાપ પામેલી વ્યક્તિઓ હમેશાં દુખી જ બને છે તો હે સ્વામિન ! આપ તે હુકમ ફરમાવે કે જેથી મારું ચિત્ય તૈયાર થઈ શકે, અન્યથા મારે દેશાંતર જવું પડશે. કેવડાના પુષ્પમાં રહેલા કાંટાઓની શ્રેણિી દુભાએલો ભ્રમર, સુવાસહીન મોગરાના પુષ્પ પ્રત્યે શું નથી જતો?”
રાજાએ વિચાર્યું કે-“ રત્નસારની મનોવૃત્તિ વિશુદ્ધ જણાય છે, કારણ કે તે અપરાધી એવા હરિદત્તનું પણ અશુભ ચિતવતો નથી. વાયુથી કપાવવા છતાં મેરુપર્વત ધ્રુજતે નથી રાહુના મુખમાં પ્રવેશ કરવા છતાં પણ ચંદ્ર પિતાના અમૃતપણને ત્યાગ કરતા નથી. આવા પ્રકારની વિશુદ્ધ વિચારશ્રેણીથી રત્નસારે હરિદત્તને જીતી લીધું છે. પિતાના હેતુને નહીં જણાવતા અને દુષ્ટ ચિત્તવાળા હરિદત્તે મને છેતર્યો છે. સ્વમાની વ્યક્તિ અપમાન પામતાં દેશાન્તર ચાલી જાય છે. જે હું રત્નસારનું કથન માન્ય રાખું છું તે હરિદત્તને આપેલ વચનનું પાલન થતું નથી. આ બંને નેત્ર સરખા છે, તો ન્યાયપરાયણ મારે રુચિકર એવા આ બંનેને અન્યાય કરે ઉચિત નથી.”
આ પ્રમાણે વિચારીને હરિદત્તને બોલાવીને રાજાએ કહ્યું કે-“ મંદિર બંધાવવા માટે કોઈપણ એકને અધિકાર હોઈ શકે નહિ. પિતાનાં દ્રવ્યનો વ્યય કરવાપૂર્વક આ તમારા બંનેની કઈ જાતની સ્પર્ધા છે? તો હવે પિતાના ભુજબળથી ઉપજેલ લક્ષ્મી દ્વારા પુષ્કળ ધર્મસ્થાનો બનાવ, છ માસની અંદર તમે બંને પૈકી જે કોઈ વિશેષ લકમી સંપાદન કરીને આવશે તેણે મંદિર બંધાવવું. બીજાને માટે તેનો નિષેધ સમજો.” આ પ્રમાણે રાજાનો આદેશ થવાથી પિતાને જણાવીને હર્ષ પામેલા તે બંને દેશાંતર ચાલ્યા. રત્નસારે સમુદ્રપ્રયાણ કર્યું અને હરિદત્તે સ્થળમાર્ગે પ્રયાણ કર્યું.
વહાણ દ્વારા મુસાફરી કરતાં રત્નસારને નિરાશ બનાવતી મેઘઘટા અકાળે પ્રગટી, વહામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ જ્યારે પોતપોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગી ત્યારે ભયરહિત બનેલ રત્નસાર દેવગુરુનું સમરણ કરીને કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહ્યો. આ વિશ્વમાં રત્નસાર(સમુદ્ર) તો મારું નામ છે, બીજી વ્યક્તિ રત્નસાર કેમ હોઈ શકે ? એમ વિચારીને જ જાણે હોય તેમ સમુદ્ર રત્નસારનું વહાણ ભાંગી નાખ્યું. પવનથી વિખેરી નખાયેલા મેઘની માફક સમસ્ત જનતા નષ્ટ પામે છતે સમુદ્રના મેજએથી ઉછાળાતું કોઈએક મનુષ્યનું મુડદુ રત્નસારે પ્રાપ્ત કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com