________________
આ
સર્ગ પાંચમે
ગર્ભકાળ પૂરો થતાં, શુભ મુહૂર્તમાં, પુત્રને જોવાના કૌતુથી ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં ઉતા ત્યારે, લેકેના હર્ષની સાથે, કાળી ચતુર્દશીના દિવસે મધ્ય રાત્રિને વિષે પ્રકાશને વિસ્તાહતાં પુત્રરત્નને ભાનુશ્રીએ જન્મ આપ્યું. તે સમયે દાસીઓએ અહમદમિકાપૂર્વક (હું પહેલી, હું પહેલી એવી સ્પર્ધાપૂર્વક) રાજાને પુત્રજન્મની વધામણી આપી. ભુવનભાનુ રાજવીએ પણ દાસીઓને અલંકારો આપ્યા અને સાથોસાથ દાસીપણામાંથી મુક્તિ આપી. પછી પાંચ પ્રકારના વાજિંત્રના તથા સંગીતના નાદપૂર્વક, દાણ તથા દંડ રહિત, દેવપૂજાદિક મહોત્સવપૂર્વક, ઉજજવળ અક્ષતોથી ભરેલા પાત્રસમૂહવાળું, આવી રહેલા વિદ્યાધરોના સ્વામીઓવાળું, અને મહાદાન દેવાપૂર્વક વપન-મહોત્સવ થયો. બારમે દિવસે, સ્વપ્નને અનુસારે, મહોત્સવ પૂર્વક પુત્રનું નલિની ગુમ નામ રાખવામાં આવ્યું. રેહણાચળની ગુફામાં રહેલ મહાતેજસ્વી રત્નના અંકુરા (તેજ) સમાન કુમાર પાંચ ધાવમાતાથી લાલનપાલના કરતે વૃદ્ધિ પામવા લાગ્ય, લલાટપ્રદેશમાં સુવર્ણના તિલકવાળે, કંઈક હાસ્ય કરતે, વિકસિત અને ચપળ હસ્ત તથા ચરણ-પલ્લવવાળો, મુગ્ધ, નેહાળ અને ઉજજવળ, કંઈક નીચે નમેલા નેત્રો દ્વારા સામું જેતે, ખોળામાં બેસવાના કારણે રાજાની દાઢી-મૂછના વાળને વારવાર ખેંચ કુમાર રાજાને અપૂર્વ શાંતિ પ્રગટાવવા લાગ્યું કે જે શાન્તિ દેવ તેમજ દેકોને પણ પ્રાપ્ત થતી નથી. અતિ ગુણશાળી કુમારના દર્શનથી, તેને તેડવાથી તેમજ ખેળામાં બેસાડવાથી રાજાઓએ તેમજ વિદ્યાધરેંદ્રોએ પોતાના નેત્ર,હસ્ત અને ખેળાને કૃતાર્થ કર્યા-ધન્ય બનાવ્યાં. રાજાએ કુમારને કપાળ, નેત્ર અને કપિલપ્રદેશ પર વારંવાર ચુંબન કરવા લાગ્યા, તેની સાથે ક્રીડા કરવા લાગ્યા, કુમારને બોલતા શિખવાડવા લાગ્યા તેમજ મીષ્ટ વચનો બોલવા લાગ્યા.
મારી પાસે આવ.” એવી રીતે વિશ્વાસ પમાડતા, રમકડાંઓને દેખાડતી તેવી બીજી રાણીઓથી, માતાના ખોળામાં બેઠેલ કુમાર બાલાવાતે હતોક્રીડા કરતાં કુમારને જોઈને, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com