________________
ભાનુશ્રીનું ગર્ભધારણ કરવું
[ ૧૦૯ ] વિષે જળક્રીડા કરવા લાગ્યો. તે જાણે કે રતિ સાથે કામદેવ ક્રીડા કરતો હોય તેમ ભવા લાગ્યો. ચરણ, સાથળ, સ્તન, કંઠ, મુખ અને હડપચીને સ્પર્શ કરતા, તેમજ અધરોષ્ઠ અને ચક્ષુમાંથી લાલીમાં અને કાજળને દૂર કરતા, કેશસમૂહને આ બનાવત’ અને શરીરને હળવું બનાવતાં જળવડે કીડા કરતી ભાનુશ્રીએ પ્રાણથી પ્રિય એવા સ્વામીને હર્ષ પમાડયો. આ પ્રમાણે જળક્રીડા કરીને સાગરનું મથન કરવાથી સાક્ષાત્ પ્રગટેલ લક્ષ્મી સરખી તેણીની સાથે રાજા પિતાના સ્વસ્થાને ગયા.
કુળદેવીના વચનથી રાજાએ જિનાલયમાં નવીન નવીન મહોત્સવ કરાવ્યા. નિદ્રારહિત વિશુદ્વારા સત્કાર કરાયેલ લક્ષમીથી પ્રશંસા પામેલા તેમજ વાજિંત્રના વનિથી સાગરને શદાયમાન કરતાં તે બંનેનાં દિવસે પસાર થવા લાગ્યા. મહાન રાજ્યકાર્યોને પણ ત્યાગ કરીને તમય ચિત્તવાળા બનેલ રાજા ભુવનભાનુ જિનાલયમાં મહાસ કરવા લાગ્યા. જાણે ૫૫ અને ફળના સમૂહને લીધે નંદન વિગેરે બગીચાઓ આવી પહોંચ્યા હય, જાણે પંચામૃતની સાથે સાગરો આવી પહોંચ્યા હોય, સુર્વણ ચૈત્ય ઉપર વ્યાપી રહેલ ધૂપની ધૂમઘટાને લીધે જાણે સુવર્ણના મેરુપર્વત પર ચૂલિકા હોય તેમ જણાતું હતું. તે મંદિરમાં નેત્રને નહીં મીચતા એવા તેમજ કુંડળસમૂહવાળા માણસોને લીધે જાણે ત્રણે લોકની જનતા તે મહેસવ જોવાને આવી હોય તેમ જણાતું હતું. રાજા સંયમી મુનિવર્ગના ચરણની પર્યાપાસના કરે છે તેમજ ચિંતામણિ રત્ન સરખા શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરે છે.
આ પ્રમાણે ભક્તિ યુક્ત ચિત્તવાળા તે બંનેના ઘણા મહિનાઓ પસાર થઈ ગયા તેવામાં વૃક્ષે તેમજ લત્તાઓ વિકસિત તેમજ ફળવાળી બની, તે સમયે ભાનુશ્રીએ રાત્રિના પાછલા પહોરે લક્ષ્મીદેવીથી યુક્ત વિકસિત નલિનીવન-કમલિનીનું વન જોયું અને પિતે રવપ્નને વિષે જાણ્યું કે-“અભિષેક કરાતી લક્ષ્મીદેવીએ પોતાના વિદને માટે એક મનહર હંસ આપે.” આ પ્રમાણે સવપ્ન જોઇને જાગૃત બનીને હર્ષ પામેલી તેણીએ ભુવનભાનુ રાજાને સ્વપ્નવૃત્તાંત કહ્યો, જેથી રાજાએ કહ્યું કે- તમને સદાચારી પુત્ર થશે.” એટલે તેણીએ શકુનની ગાંઠ બાંધી લીધી.
આ બાજુ સૂર્યોદય થવાથી આકાશરૂપી લક્રમીની તારારૂપી પુષ્પથી સુશોભિત અંધકારરૂપી વેણી (કેશપાશ) છુટી પડયે અર્થાત્ પ્રાતઃકાળ . સ્તુતિપાઠક બોલવા લાગ્યો કે“તમારા વિશાળ કુળમાં આકાશમાંથી ઊતરતા હંસની માફક આ સૂર્ય ઉદય પામી રહ્યો છે માટે પ્રાતઃકાળ સંબંધી કાર્યો કરો.” બાદ સ્વપ્ન પાઠકને આદર સત્કારપૂર્વક વિમય પમાડીને રાજાએ રવપ્નફળ પડ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તમને કલ્પવૃક્ષ સરખે વાંછિત ફળ આપનાર પુત્ર થશે. કુળદેવીએ આપેલા ફળનો ભાનુશ્રીએ ઉપભેગ કરવાથી જેમ પૂર્વ દિશા, સૂર્યને ધારણ કરે તેમ તેણીએ ગર્ભ ધારણ કર્યો. સૂર્યમંડળની કાંતિને લીધે જેમ આકાશલકમીની કાંતિ વધે તેમ ગર્ભના પ્રભાવને લીધે ભાનુશ્રીની દેહકાંતિ અત્યંત વૃદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com