________________
[૧૦૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે બન્યો. લાંબા સમય સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરીને પ્રાંતે સમાધિભાવમાં કાળધર્મ પામી વૈમાનિક દેવ થયા. આ પ્રમાણે પુત્રના પ્રભાવથી જયશેખર રાજા ઉભય લોકેનું સુખ પ્રાપ્ત કરી શક્યા, માટે સદાચારી પ્રિય પુત્રો હમેશાં શ્રેય કરનાર જ હોય છે.”
કલોં સે હંસીને કહ્યું કે “હે પ્રિયા ! જે તને આવા પુત્રની ઈચ્છા હશે તે હું તે માટે પ્રયત્ન કરીશ જેથી તે પુત્ર અપરાજિત કુમાર જેવો થાય.”
આ પ્રમાણે તે દિવ્ય હંસ અને હંસી પિતાની ભાષામાં વાર્તાલાપ કરી રહ્યા છે તેવામાં ભાનુશ્રીએ ભુવનભાનુ રાજવીને કહ્યું કે “આ હંસયુગલ મનહર છે તે તેને ગ્રહણ કરે અને સુવર્ણ–પિંજરમાં રાખો જેથી તે બંનેનો મધુર વાર્તાલાપ આપણે બંને સાંભળીએ. હે સ્વામિન ! પુત્રની પ્રાપ્તિ માટે આ બંને પક્ષીઓને પણ આદરભાવ છે ત્યારે આપણે બંનેએ પણ દેવારાધનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેવી રીતે સેન્ય અને મોતીની માળા સ્વામી વિના શુભતાં નથી તેમ પુત્ર રહિત સ્ત્રી પણ શેભતી નથી.” પ્રેમવશ ભુવનભાનુ રાજવી લેવામાં તે પક્ષીયુગલને પકડવાનો પ્રયત્ન કરે છે તેવામાં કંઈક ઉડીને તેઓ બંને છેડે દૂર ચાલ્યા ગયા. પછી ધીમે ધીમે ચાલતાં તે યુગલે એક કદલીના મંડપમાં પ્રવેશ કર્યો અને તેની પાછળ જતાં રાજાએ પણ તે સ્થળે એક દેવીને જોઈ. રાજા વિલખ બની ગયે ત્યારે દેવીએ તેને સંબોધીને કહ્યું કે-“ હે રાજન્ ! તું સંતાપ ન પામ. આ હંસયુગલ નથી. ફક્ત મેં જ આ માયાજાળ રચી હતી. મેં પિતે જ, ભાનુશ્રી પુત્રની ઈચ્છાવાળી બને તેટલા માટે જ આ યુક્તિ ગોઠવી છે; કારણ કે પુત્ર હોય તો તમારી રાજ્યાધિષ્ઠાત્રી દેવી હું નાથ રહિત ન બનું તો હે રાજન ! તમે તમારી ઈચ્છા પ્રમાણે માગો, કારણ કે દેવદર્શન નિષ્ફળ જતું નથી. ” ત્યારે ભુવનભાનુએ જણાવ્યું કે “હે દેવી! ભાનુશ્રીને પુત્રપ્રાપ્તિ થાય તેવું કરો.” દેવીએ જણાવ્યું કે “જો તું અતિજાત પ્રકારના પુત્રની ઈચ્છા કરતો હો તે છ માસ પર્યત બ્રહ્મચર્યનું પાલન કર. શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરજે, જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ કરજે અને સંઘનું સ્વામીવાત્સલ્ય કરજે અને આ ક૯પવૃક્ષ પરથી ફળને ગ્રહણ કર કે જે પુત્રપ્રાપ્તિ કરાવશે. જે સમયે સ્વમને વિષે ભાનુશ્રી વિકસિત કમળસમૂહને જુએ અને ઉદ્યાનને વિષે રહેલા વૃક્ષો, પુષ્પ તથા ફળથી વિકસિત બને ત્યારે તારે એ ફળ ભાનુશ્રીને આપવું જેથી તારા કરતાં અધિક પરાક્રમી પુત્ર તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહીને ફળ આપીને રાજ્યની અધિષ્ઠાત્રી દેવી અંતર્ધાન થઈ ગઈ ! ભાનુશ્રીએ રાજાના હસ્તમાં રહેલ તે ફળને જોઈને કહ્યું કે-“હે સ્વામિન ! આ નવીન ફળ આપને કયાંથી પ્રાપ્ત થયું ?” ત્યારે ભુવનભાનું રાજાએ તેણીને સમસ્ત હકીકત કહી સંભળાવી. આપણને બંનેને લકત્તર ગુણવાળો પુત્ર પ્રાપ્ત થશે, એવા વિચારથી તેઓ બંને હર્ષિત બન્યા. ધનસમૂહની પ્રાપ્તિની વાર્તા હમેશાં હર્ષદાયક હોય છે.
કેએક દિવસે ભુવનભાનુ રાજવી પોતાની પ્રિયા ભાનુશ્રી સાથે જઈને કેઈએક વાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com