________________
[ ૧૦૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ
થે
રનના હાર માટે આવ્યો છે તે મેં જાણ્યું પછી પોતાના કંઠમાંથી હાર ઉતારીને તેને આપે. ક્ષેત્રપાલે કહ્યું કે “હે કુમાર ! જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે ત્યારે તારે મારું સ્મરણ કરવું. ” કુમારે પણ વળતો જવાબ આપ્યો કે “કલ્પવૃક્ષથી શું શું પ્રાપ્ત નથી થતું?’
પછી કુમારની રજા લઈને ક્ષેત્રપાલ ચાલ્યા ગયા બાદ કુમારે વિચાર્યું કે-“ સર્વ પદાર્થની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે, માટે હંમેશાં તેની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ.” આ પ્રમાણે વિચારીને, મહેલમાં આવીને, કુમારે પિતાના કંઠમાં હાર પહેરાવ્યો, અને પિતાના પૂછવાથી કુમારે હારની પ્રાપ્તિ સંબંધી બીના જણાવી. રાજા હર્ષપૂર્વક વિચારવા લાગે કે આ પુત્ર કે અસાધારણ કૃતજ્ઞી છે કે જેણે પ્રથમ હાર માતાને અર્પણ કર્યો અને બીજે હાર મને આપો. યુવાવસ્થામાં અપરાજિત કુમાર શકે નહિ. યુવાવસ્થામાં વિષયાભિલાષથી પીડિત પત્રો સ્ત્રીને આધીન-વશ હોય છે જ્યારે માતાપિતાની અખંડ આજ્ઞાનું પાલન કરનારા પુત્ર વિરલા જ હોય છે. આ પ્રમાણે પિતાને હર્ષ પમાડનાર કુમારે દરેક જિનમંદિરોમાં ભાવની વિશુદ્ધિપૂર્વક મહોત્સવ કરાવ્યા, જીત્યોને ઉદ્ધાર કરાવ્યો અને વિશાળ રથયાત્રામાં અનેક વાર કરાવી.
એકદી મધરાત્રિએ કઈ રીનું રુદન સાંભળીને અપરાજિત કુમારે હાથમાં ખડ્ઝ ધારણ કરીને તે દિશા તરફ ચાલી નીકળ્યો અને તેના પિતા પણ પાછળ ગયા. રત્નના આભૂષણેથી દિશાઓને પ્રકાશિત કરતી તે રીતે કુમારે કહ્યું અને તેના પિતા જયશેખર રાજવી ગુરૂ રહીને તે વાર્તાલાપ સાંભળવા લાગ્યા. કુમારે તે સ્ત્રીને પૂછયું કે-“તું કેણ છે? શા માટે રડે છે?” તે આીએ કહ્યું કે-“તે હકીકત તમને જણાવવી ઉચિત નથી. તું ખરેખર સજ્જન પુરુષ છે જેથી અહીં ઉપકારાર્થે આવી ચડે છે, છતાં તેને તે હકીકત જણાવું છું. તમારા પિતા જયશેખર રાજાના અનિષ્ટના કારણથી જ હું રુદન કરી રહી છું” કુમારે પૂછયું કે “તે કેવી રીતે ?” દેવીએ જણાવ્યું કે-“ આજે સાંજે તમારા પિતા મૃત્યુ પામશે, કારણ કે ડમરુનો નાદ કરતી, કિલકિલારવ કરતી એવી ગીનીઓને સમહ એકત્ર થયેલ છે. તે મંત્રસાધનાને માટે બત્રીશ લક્ષણવાળા તમારા પિતાને અગ્નિમાં હામ કરશે જેથી હું રુદન કરી રહી છું.” એટલે કુમારે જણાવ્યું કે “પુરુષને વિષે રત્ન સમાન મારા પિતાની હું મારા પ્રાણના ભેગે પણ રક્ષા કરીશ. બત્રીશ લક્ષણવાળા મને તે ગીનીઓ શા માટે ગ્રહણ કરતી નથી?” ત્યારે દેવીએ જણાવ્યું કે “જે સંપૂર્ણ લક્ષણવાળો તું અગ્નિકુંડમાં ઝંપાપાત કરે તે તારા પિતાનું વિઠન દૂર થઈ જાય.” કુમારે કહ્યું કે “સજજન પુરુષે બીજાને માટે પણ પિતાના પ્રાણનો ત્યાગ કરે છે તે પછી વિશ્વને બાંધવ સમાન એવા આ મારા પિતા માટે શા માટે પ્રાણોનો ત્યાગ ન કરાય?” પછી કછેટો બાંધીને પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને શ્રી જિનેશ્વર ભગવંતનું શર સ્વીકારીને જોવામાં તે અગ્નિ કુંડની સન્મુખ ચાલ્યા. તેવામાં નિષેધ કરવાને માટે રાજા જયશેખર ઈચ્છે છે તેવામાં તે દેવીના પ્રભાવથી તે રાજા કાંઈ પણ બોલવાને તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com