________________
- અપરાજિકુમારની માત-પિતા પ્રત્યેની અપ્રતિમ ભક્તિ.
[ ૧૦૫ ] કુમારે હા પાડવાથી ક્ષેત્રપાલ દેવ કુમારને તત્ક્ષણ રત્નકૂટ પર્વતે લઈ ગયો અને ત્યાં આગળ સ્ફટિક રનના દરવાજા ઉઘાડીને પ્રવેશ કરાવ્યો. ત્યાં આગળ અંધકારસમુહને નષ્ટ કરનારા હજારો મણિઓને તેણે જોયા. પછી ક્ષેત્રપાલથી સૂચિત કરાયેલા કુમારે દિવ્ય સ્ત્રી દ્વારા કૂવામાંથી લવાયેલું સાકરના જેવું મીષ્ટ, કપૂરથી વાસિત જળ પીધું અને જળક્રીડા પણ કરી. કુમારે વિચાર્યું કે-જળ અમૃત સરખું છે અને ક્ષેત્રપાલની છદ્ધિસિદ્ધિ રાજા કરતાં પણ અધિક છે. બાદ ક્ષેત્રપાલ દેવે કુમારને નિર્મળ દેવદૂષ્ય વસ્ત્રો આપ્યાં. પછી ઉદ્યાનમાં જઈને, પુ લાવીને, આવાસે આવેલ કુમાર તથા ક્ષેત્રપાલે રત્નમય જિનબિંબોની હર્ષ પૂર્વક પૂજા કરી. કુમારે જિનબિંબની પૂજા કરીને પોતાના જન્મ તથા જીવિતને સાર્થક માન્યું. પછી ક્ષેત્રપાલે કુમારને બતાવવા માટે પરમાત્મા સમક્ષ બત્રીશ પાત્રવાળું નાટક ભજવી બતાવ્યું. નાટક પૂરું થયું ત્યારે ક્ષેત્રપાલે કુમારને કહ્યું કે-“આ રત્નને હાર તું સ્વીકાર અને જો તારે કંઈ પણ કાર્ય હોય તે ઉદ્યાનને વિષે આવીને રાત્રિના છેલ્લા પહોરે મારું સમરણ કરવું. પછી રત્નનો હાર લઇને ફરી દર્શન દેવા માટે પ્રાર્થના કરતાં કુમારને ક્ષેત્રપાલે ક્ષણમાત્રમાં તેના મહેલ પલંગમાં પહોંચાડી દીધા.
કુમારે વિચાર્યું કે- આ રત્નનો હાર મારે માતાપિતા પિકી કેને અર્પણ કરવો?” માતાના ઉપકારને બદલે ન વાળી શકાય તેમ વિચારીને તે રત્નને હાર તેને અર્પણ કરવાને નિર્ણય કર્યો. પ્રાતઃકાળે પિતાના કંઠમાં રત્નના હારને તેમજ દિવ્ય વસ્ત્રોને ધારણ કરતાં કુમારને પિતાએ પૂછ્યું કે આવા પ્રકારની તારી દિવ્ય સુવાસ કયાંથી ? રનના હારમાં રહેલ એક એક રનની કિંમત રાજ્ય કરતાં પણ અધિક છે. ” એટલે રાત્રિ સંબંધી સમસ્ત વૃત્તાંત કુમારે કહી સંભળાવવાથી રાજા સહિત સમસ્ત પરિવાર વર્ગ આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ કહ્યું કે-“હે પુત્ર! તે દેવોને પણ વશ કરી લીધા. ખરેખર હું તારાથી કૃતાર્થ થયો છું. તું ચિરંજીવ એમ પ્રાર્થના કરું છું.' પિતાની આવી વાણીથી કુમારે પોતાના જન્મને ધન્ય મા. માતાપિતાને પ્રસન્ન કરવા એ પુત્રનું કર્તવ્ય છે. પછી પિતાની માતા ગુણસુંદરીના કંઠમાં ભક્તિની જેમ તેણે રત્નને હાર પહેરાવ્યો ત્યારે પિતાએ તેનું કારણ પૂછતાં કુમારે કહ્યું કે-“ માતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી.” રાજાએ તેને કહ્યું કે
હે પુત્ર! તારા સિવાય બીજો કેણુ છે કે જે આવા પ્રકારનું કર્તવ્ય જાણતા હોય ?” તે સમયે કુમારે પણ મનમાં નિર્ણય કર્યો કે “હું રત્નનો બીજો હાર લાવીને પિતાને અર્પણ કરીશ.”
કઈ એક દિવસે કુમાર રાત્રિને વિષે ઉદ્યાનમાં ગયે અને રાત્રિના પ્રાંતભાગમાં ક્ષેત્રપાલને જોયો. તેણે કુમારને પૃચ્છા કરી કે “ શા માટે તે મને યાદ કર્યો છે?” કુમારે કહ્યું કેમને આપને જોવાની અત્યંત ઉત્કંઠા થઈ છે. ત્યારે ક્ષેત્રપાલે કંઈક હસીને કહ્યું કે તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com