________________
[ ૧૦૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૪
પર મહેરબાની કરો અને મને માફ કરે.” આ પ્રમાણે બલીને જોવામાં કુમાર ઉદ્યાનમાંથી બહાર નિકળે છે તેવામાં કુમાર સંબંધી વૃત્તાંત જાણીને તે સ્થળે આવી પહોંચેલા જયશેખર રાજા પણ તેને સામા મળ્યા એટલે કુમારે પિતાને પ્રણામ કરીને તેમાંથી એક કમળ આપ્યું ત્યારે રાજાએ પણ કહ્યું કે-“હે પુત્ર ! તારું ચરિત્ર ન વર્ણવી શકાય તેવું અદભુત છે.” કુમારે જવાબમાં જણાવ્યું કે “ જેમ સૂર્યની કાંતિથી અંધકાર નાશ પામે તેમ તમારી કૃપાથી વિદ્ગો દૂર થાય છે.” બાદ તેણે પોતાનું સમગ્ર આચરણ કહી સંભળાવ્યું અને રાજવીએ પણ તે હર્ષપૂર્વક સાંભળ્યું.
બાદ રાજવીએ આપેલ અશ્વ પર આરૂઢ થઈને, રાજાની સાથે મહેલે આવીને તે કમળો દ્વારા માતાની શય્યા તૈયાર કરાવી. શય્યામાં શયન કરવાથી પિતાની માતાને દાઉજવર નષ્ટ થવાથી કુમારની સ્વાભાવિક કીર્તિ પ્રસરી અને કુમારના અનેક પ્રકારનાં વધામણાં થયા. બાદ રાત્રીના પાછલા પહેરે સર્પરાજે કુમારને સ્વમને વિષે જણાવ્યું કે-“હું તારા પ્રત્યે તુષ્ટ થયો છું અને તારે હમેશાં નિર્ભય રીતે મારા બગીચામાં આવવું. વળી તારી મરજી પ્રમાણે બગીચામાં થતાં ફળ, પુષાદિક સર્વ વસ્તુઓ ગ્રહણ કરવી” એટલે કુમાર પણ હમેશાં એકલો જ ઉદ્યાનમાંથી ફળ ૫૫ લાવવા લાગ્યો. તે પુષ્પાદિકની બે માળા બનાવીને માતા-પિતાના કંઠમાં પહેરાવે છે અને વિશેષમાં વિજ્ઞપ્તિ કરે છે કે- “ આપ મને આદેશ કરે કે જેથી હું કાર્ય સિદ્ધિ કરી શકું.” ત્યારે જયશેખર રાજા તથા ગુણસુંદરી રાણીએ તેને આશીર્વાદ આપ્યો કે “જે અમારા બંનેનું કંઈપણ અસાધારણ પુણ્ય હોય તો ભવોભવને વિષે તું અમારા પુત્ર તરીકે જન્મ ધારણ કર. હે પુત્ર ! તારા સદાચરણુજન્ય હર્ષથી પ્રગટેલ નેત્રજલ (અ ) અમારા સમસ્ત અંગને શીતળ બનાવે છે.” - કુમારે તે દષ્ટિવિષ સ૫ને પુષ્પથી વધાવવાથી તેમજ દુગ્ધપાન કરાવાથી પિતાને આધીન બનાવ્યો. સર્ષ પ્રત્યે આ પ્રમાણે વિનયપૂર્વક વર્તન કરતાં કુમારના ઘણાં વર્ષો વ્યતીત થઈ ગયા, પરંતુ એક વખત કુમારને મસ્તકની પીડા ઉત્પન્ન થવાથી તે સર્ષ પાસે જઈ રાક નહીં. દુગ્ધ પાનમાં આસકત થવાથી સર્ષે બીજું કોઇપણ ભેજન લીધું નહીં. વળી, અપરાજિત કુમાર સિવાય તે ઉદ્યાનમાં બીજે કોણ પ્રવેશ કરી શકે? આ પ્રમાણે સર્પ ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો અને ચોથે દિવસ મૃત્યુ પામે. મૃત્યુ પામી તે સર્ષ ક્ષેત્રપાલ થયા અને અવધિજ્ઞાનથી વિચારતાં પિતાને પૂર્વભવ જે. અનહદ પ્રેમવાળા પુત્રની માફક કુમારવડે પિતાના દેહને ચંદનના લાકડાથી અગ્નિસંસ્કાર કરાતે જોઈને તેમજ કરેલા ઉપકારને જાણ નાર ક્ષેત્રપાલે સ્વપ્નને વિષે કુમારને દર્શન આપીને પછયું કે-“હે મિત્ર! તું મને ઓળખે છે?” કુમારે જવાબ આપે કે “તમે ક્ષેત્રપાલ છે, બીજી હકીકત તે તમે જણાવે ત્યારે જણાય.” ક્ષેત્રપાલે કહ્યું કે-“હે મિત્ર ! તારા સત્સંગથી હું શુદ્ધ ભાવવાળ દેવ બન્યો છું. તારાથી અગ્નિસંસ્કાર કરાતા દેહને જોઈને અત્યંત પ્રેમપૂર્વક હું તારી પાસે આવ્યો છું. જે તું કહે તો હું તને મારા આવાસે લઈ જાઉં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com