________________
[ ૧૦૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થી ત્યારબાદ હું આગળ ચાલવાથી તેણે પોતાની કેટલીક સખીયો સાથે મારી પાછળ આવી, અને સૈન્યના હસ્તી વિગેરે ત્યાં જ રહ્યા મેં તેમજ જયસુંદરીએ તે સ્થાને જઈને જાણે હાસ્ય કરતી હોય, અથવા જાણે છેલવા માગતી હોય તેવી તે પ્રિયંકરી દેવીની સુગધી પદાર્થોથી પૂજા કરી. મેં દેવીને પ્રાર્થના કરી કે “ હે દેવી! જેવી રીતે પિતાનું, માતાનું, કેન્યાનું અને રાજાનું કલ્યાણ થાય તેમ તમારે કરવું.” વળી જયસુંદરીએ મનોહર રીતે વીણા વગાડી કે જેથી “મારા ખેાળામાંથી કુરંગ ચાલ્યો ન જાય.” એમ વિચારીને જ જેણે હોય તેમ ચંદ્ર દિવસે ઉદય પામ્યું નહીં. બાદ તેણીની સાથે હું તે સ્થાનમાં પાછા આવ્યો. કેટલાક પરિવાર વર્ગ મારી પાસે મૂકીને તેણે પિતાના મહેલે ગઈ. તેણીએ પોતાની માતાને સમસ્ત વૃત્તાંત જણાવ્યું. માતાએ તે હકીકત તેના પિતાને જણાવી એટલે આશ્ચર્ય પામેલા રાજાએ મારા માટે ભેગ અને ઉપભેગની સમસ્ત વસ્તુઓ મોકલી.
તિષીઓએ લગ્નને દિવસ નક્કી કરવાથી રાજાએ વિવાહને યોગ્ય બધી સામગ્રી તૈયાર કરી અને પોતાના પ્રધાન પુરુષોને મોકલીને પિતાની સાથે સંબંધ રાખનારા જાઓને બોલાવ્યા.
રાજકુટુંબ એકત્ર થયું ત્યારે શુભ મુહૂર્તે, સર્વજનોને આનંદપ્રદ લગ્નોત્સવ થયો. મારા સસરાએ કરમેચન-સમયે અઢાર કોડ નામહોર, સે હસ્તીઓ, દશ લાખ ઘોડા મને આપ્યા. પછી રાત્રિને સમયે તેના પરિવારવગને કહ્યા સિવાય હું બહાર નીકળી ગયો અને મંદિરની ભીંત પર કસ્તૂરીથી “તારે કઈ પણ પ્રકારને ખેદ કરવો નહીં, હું કેટલાક દિવસમાં આવી પહોંચીશ.” એ પ્રમાણે પંક્તિઓ લખીને, ખગધારી બનીને આવેલે હું આજે જ અહીં ધોંસરી તથા ખીલાના યુગની માફક આવી ચઢયો છું. હે પૂજ્ય! જે હું આજે ન આવ્યો હતો તે તમારી પુત્રવધૂ મૃત્યુ પામી હત. ભવિતવ્યતાને કારણે આ પ્રસંગે રાધાવેધ જે જ બન્યો જણાય છે.” - “હે પુત્ર! ખરેખર તું વંશને દીપાવનાર છે.” એમ બોલતા અને રોમાંચિત શરીરવાળા રાજાએ પુત્રને ગાઢ આલિંગન આપ્યું. તે રાત્રિએ આનંદદાયક જાગરણ કરીને સૂરદય સમયે રાજાએ પુત્રને તથા પુત્રવધૂને હાથીના કંધ પર બેસાડીને નગરમાં પ્રવેશ-મહાત્સવ કરાવ્યો અને નગરમાં પણ વિવિધ પ્રકારના વર્ધાપન થયા. પછી જયશેખર રાજાએ જયસુંદરીને લાવવા માટે પોતાના પુરુષોને અપરાજિતકુમારના નામવાળી મુદ્રિકા તથા વિવિધ પ્રકારનાં ભેટણ આપીને મેલ્યા. દ્વારપાળથી જણાવાયા બાદ અંદર પ્રવેશ કરીને જયસુંદરીના પિતાને નમીને ભેટપ્સ આપ્યા એટલે રાજાએ પણ હર્ષપૂર્વક તે પ્રધાનનું અપર્વ સન્માન કર્યું. પછી પ્રધાનોએ જયસુંદરીને તે મુદ્રિકા આપવાથી તેણીએ, વિયેગના તાપને દૂર કરનારી તે વટી પિતાની આંગળીમાં પહેરી લીધી. , In “કુમાર કહ્યા સિવાય કેમ અચાનક ચાલ્યા ગયા ?” એમ રાજાએ પછવાથી પ્રધાને એ સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાએ જણાવ્યું કે “જે તે સમયે કુમારે ભીંત પર અક્ષર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com