________________
[૧૦૦ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૪ થે
તમારા વિયેગને કારણે અત્યંત દુઃખી બનેલા તમારા માતપિતા નદીકિનારે રહેલા છે. મારું કાર્ય વિન રહિત કરવાને માટે મેં તે સર્વને અહીં આવવાને માટે સોગન આપ્યા છે. તમારે માતા-પિતાને દર્શન આપીને હર્ષ પમાડવો જોઈએ.ત્યારે વિચક્ષણ કુમાર તેણીને આગળ કરીને માતા-પિતા પાસે પહોંચ્યા. આવતા એવા તે બંનેને જોઈને લેકેએ જયશ્રીની પ્રશંસા કરી અને તથા પ્રકારે જયશ્રીની પ્રશંસા સાંભળીને કુમારને તેણીના પ્રત્યેનો પ્રેમ બમણો થયો. જયશ્રીની સાથે આવતા અપરાજિત કુમારને જોઈને પ્રતિહારીએ રાજાને તે હકીકત જણાવી. કુમારે જઈને પિતાને શીધ્ર પ્રણામ કર્યો. પિતાના બંને ચરણકમળની નજીકમાં અપરાજિત કુમારે એકધારી અશ્રુધારાઓથી તથા પ્રકારે સિંચન કર્યું કે જેથી તેમને સમગ્ર હૃદયસંતાપ મૂળમાંથી જ નાશ પામી ગયો. કુમારને જોઈને રાજાએ પિતાના હર્ષાશ્રના બિંદુસમૂહથી જાણે તેને મેતીની માળા અર્પણ કરી રહ્યા હોય તેમ કુમારને આનંદિત કર્યો. પછી ત્યાં ઉત્કંઠાપૂર્વક આવી પહોંચેલ પિતાની માતા ગુણસુંદરીને પણ કુમારે, તેના બંને ચરણકમળમાં પિતાના મસ્તકના કેશસમૂહને જાણે ભ્રમરશ્રેણરૂપ બનાવતે હોય તેમ પ્રણામ કર્યો. એટલે હર્ષના આવેશથી તેણીના કંચુકના બધા બંધને તૂટી ગયા અને પુત્રને કહ્યું કે “મારા પુણ્યના કારણે તમે બંને ક્રોડ વર્ષ પર્યન્ત જીવતા રહો.”
સમસ્ત જનસમૂહને નેહપૂર્વક જોઈને, અંજલિ જોડેલો અને વિનયી કુમાર રાજાની નજીકમાં બેઠે. માતાપિતાના, પત્નીના અને લોકેના વિકસિત નેત્રકમળથી વ્યાપ્ત બનેલા કુમારના શરીરે અપૂર્વ ભા ધારણ કરી. અપરાજિત કુમારને નખથી શિખા પર્યન્ત જોઈને રાજાએ તેને કહ્યું કે “ હે પુત્ર ! તારું કલ્યાણ હો ! ” કુમારે વળતો જવાબ આપે કે“આપના દર્શનથી મારું કલ્યાણ જ છે.” પછી જયશેખર રાજાએ પૂછયું કે-“ તું અમારા દેખતા છતાં કયાં ચાલ્યો ગયો હતો અને અત્યારે ક્યાંથી આવ્યો ? તારું ચરિત્ર મને અદભૂત જણાય છે. જવાબમાં અપરાજિતે પોતાનું વૃત્તાંત જણાવ્યું કે
આપ પૂજ્યને આ પ્રભાવ છે. જુઓ, જેને આદર સૂર્ય પણ કરે છે તે લીંબડો પણ પૂજનિક છે. હે પૂજ્ય ! મારી વીતક કથા હું કહું છું તે આપ સાંભળે-મને અહીંથી શરૂઆતમાં કોણ લઈ ગયું તે હું જાણતો નથી. પ્રાતઃકાળમાં બગીચાની મધ્યમાં રહેલા મહેલને સાતમે માળે હું જ્યારે જાગ્રત થયે ત્યારે મેં મારી જાતને હીંડેળા પર જઈ. બેઠા થઈને મેં વિચાર્યું કે-કયાં મારું નગર ? માતા, પિતા, કન્યા અને સમસ્ત પરિજનવર્ગ ક્યાં ? શું આ તે સ્વપ્ન કે ઇદ્રજાળ કે મતિ ભ્રમ છે ? શું આ સ્વર્ગ કે નાગેલેક છે? આ પ્રમાણે જેવામાં હું વિચારી રહ્યો છું તેવામાં દ્વારમાં લટકાવાયેલ તરણના થંભ ઉપર રહેલી અને આશ્ચર્ય ઉપજાવનારી બે રત્નજડિત તળીઓ નીચે ઊતરી. તે પૈકી એકના હસ્તામાં સુગંધી અને સ્વાદિષ્ટ સ્વચ્છ જળથી પરિપૂર્ણ માણિક્યને કુંભ હતા, જ્યારે બીજીના હસ્તમાં દર્પણ હતું. સ્વર્ગની અપ્સરા સરખી તે બંનેને જોઈને હું જોવામાં વિસ્મય પામે તેવામાં પહેલીએ આવીને મને જણાવ્યું કે-“આ જળથી મુખને સ્વચ્છ કરે.” મેં મુખ રવચ્છ કર્યું એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com