________________
[૯૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે
જયશેખર રાજાથી મના કરાતી, સુવર્ણનું દાન કરતી, પૂર્ણિમાના ચંદ્ર સરખી કાંતિવાળી, પોતાના સૈન્યથી કરાતા વિલાપને સાંભળતી, “આ ખરેખર જંગમ તીર્થરૂપ છે” એમ સખીસમૂહથી વખાણાતી, અમારા શિયલના પ્રભાવથી જયશ્રીને અપરાજિત કુમારનો મેળાપ થાઓ ” એ પ્રકારે વૃદ્ધ સ્ત્રીઓથી પગલે-પગલે ઉચ્ચ સ્વરે આશ્વાસન અપાતી, નાગરિક લકથી દૈવને અપાતા ટિકારોને સાંભળતી તેમજ જયશેખર રાજાથી અનુસરતી, જયશ્રી નગરની બહાર નીકળી.
પછી તેણીએ નદીકિનારે જઈને, ચંદન કોષોથી ભયંકર જવાળાથી દેદીપ્યમાન ચિતા રચાવી. ચંદન તથા અગરુના કાષ્ઠથી પ્રગટેલ અગ્નિના પ્રસરવાથી તેણના યશની માફક બધી દિશાઓ સુવાસિત બની ગઈ. તે સમયે ડાબું નેત્ર ફરકવાથી તેણીએ વિચાર્યું કે પ્રિયજનના સમાગમમાં આ શુભ શરૂઆત થતી જણાય છે. વળી તે સમયે અઘટિત બનાવ જેવાને અસર મર્થ બન્યો હોય તેમ સૂર્યે સમુદ્રમાં ઝંપાપાત કરવાની શરૂઆત કરી–સૂર્યાસ્ત થવાની શરૂ આત થઈ. ચિતાની જવાળાઓથી જાણે ભયભીત બન્યા હોય તેમ પક્ષીઓ ચારે દિશામાંથી, પર્વતના શિખરો પ્રત્યે ગયા. લોકોના દુઃખસમૂહને જોઈને દુઃખી બનેલ ગગનલક્ષમીનું હૃદય જાણે સંધ્યાના રંગના બહાનાથી ફૂટી ગયું હોય તેમ જણાતું હતું. હાથણી ઉપરથી નીચે ઉતરેલી જયશ્રીએ સાસુ-સસરાના ચરણમાં નમસ્કાર કરીને, મસ્તક પર બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી કે-“હે પૂજ્ય! કુળ, રૂપ કે ધનના મદને કારણે પ્રમાદથી, ચાંચલ્યને લીધે કે લભ, કપટ કે બાલસુલભ સ્વભાવને કારણે આપનું જે કંઇ અવિનયાદિ થયું હોય તે સર્વ આપ માફ કરો. આપ પૂજ્યના ચરણકમળને વિષે લાંબા કાળ સુધી ભ્રમરીરૂપે રહેવાનું ભાગ્ય મને સાંપડયું નહીં. નિર્ગુણ, દોષિત અને ભવાંતરમાં જવા છતાં પણ મને, આપ પૂજયે તે આપના પુત્રની ભાર્યા તરીકે મને યાદ કરવી.”
આ પ્રમાણે જયશ્રીનું વિનયી અને કરુણાપૂર્ણ વચન સાંભળીને, ધીરજનો ત્યાગ કરીને જયશેખર રાજા પણ ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગ્યા. આ પ્રમાણે જનસમૂહ એકી સાથે વિલાપ કરવા લાગે ત્યારે, પ્રતિધ્વનિના બહાનાથી વનદેવીઓ પણ વિલાપ કરવા લાગી. સંધ્યા સમયે આ પ્રમાણે રુદન કરવાથી તે સ્થળે નેત્રાશના સમૂહથી નદી પ્રકટી નીકળી. વળી તે કરુણાજનક પ્રસંગે કઈ કઈ ધૈર્યશાળી વ્યક્તિઓએ પણ રુદન ન કર્યું અર્થાત્ સમસ્ત જનતા રડવા લાગી.
પછી જયશ્રીએ અનિદેવને ઉદ્દેશીને કહ્યું કે-“હે પૂજ્ય! મારા આ સાહસનું જે કઈ પણ ફળ હેય તે અન્ય ભવમાં પણ મારે સ્વામી અપરાજિતકુમાર જ થાઓ.” આ પ્રમાણે બેલીને, અગ્નિદેવને ત્રણ પ્રદક્ષિણા આપીને જોવામાં જયશ્રી ચિતામાં નૃપાપાત કરે છે તેવામાં તે સ્થળે કોઈ એક પુરુષ આવી ચઢ. હાથમાં ખડગવાળા તે પુરુષે જયશ્રીને જણ વ્યું કે- “આવા પ્રકારના સાહસથી સર્યું. જો તમે અગ્નિમાં ઝુંપાપાત કરો તે તમને તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com