________________
[ ૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૪ યા
⭑
પછી રાજકન્યાએ પેાતાની માતાદ્વારા રાજવીને જણાવ્યું કે-“ ચિત્રમાં રહેલ પ્રતિબિંબ સરખી કોઇની અદ્ભુત આકૃતિ હેઈ શકે કે કેમ ? તેવી મારા મનમાં શક થઇ છે. જો પિતાની આજ્ઞા હોય તે હું જાતે જોઈને નિરીક્ષણ કરું, ” એટલે રાજાએ તેણીને પ્રધાન પુરુષા સાથે મેકલી છે. રસ્તામાં આવતાં પ્રતિસ્પર્ધી રાજાઓના સૈન્યને નષ્ટ કરનાર ચતુરંગી સેના તે કન્યાની સાથે મેકલવામાં આવી છે. “ ત્યાં રહેલા કુમારનુ જો તેવા પ્રકારનું સ્વરૂપ જયશ્રીને પસંદ પડે તે તમારે વિશાળ મહાત્સવપૂર્વક તેણીનું પાણિગ્રહણ કરાવવું. આ પ્રમાણે રાજાના આદેશ પામેલા પ્રધાન પુરુષા મારી સાથે જ આવેલ છે. યુદ્ધને માટે જતાં આપને ખરેખર આ જયશ્રીજ પ્રાપ્ત થઇ છે; તે તેણીનું સૈન્ય અહીં આવી પહાંચે તે પહેલા જ આપ આપના સૈન્યનું વિસર્જન કરો.” કુમાર પેાતાના સૈન્યનું વિસર્જન કરીને પેાતાના મહેલમાં આપે અને ચોકીદારો દ્વારા બહારના લેાકાને આવતા અટકાવ્યા.
""
વિજય મ`ત્રીએ જયશેખર રાજાને કન્યા સંબંધી સમચાર જણાવ્યા ત્યારે `ને કારણે પ્રફુલ્લિત ચિત્તવાળા રાજાએ તે પ્રધાનને એક દેશને સ્વામી બનાવ્યેા. જયશ્રી કયાની સાથે આવેલ સૈન્યને ઉતરવા માટે આવાસા આપ્યા અને પેાતાના પ્રધાન પુરુષોને મેકલીને સર્વ પ્રકારની આગતાસ્વાગતા કરી. કેઈએક દિવસે ક્રીડા કરતાં અશ્વોની સેનાથી પરિવરેલ, ઉજજવળ છત્રથી શાભતા, ચામાથી વીંજાતા, પ્રચંડ મળવાળા રાજાઓથી શે।ભિત, અતિ તેજસ્વી, વસ્ત્રાભૂષણથી શેાલતા અને હસ્તી પર આરૂઢ થઇને તેણીના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં અપરાજિતકુમાર તેણીના નેત્રને અમૃતની દૃષ્ટિ સમાન બન્યા. તેણીએ વિચાર્યું કે આ કુમાર કેાઈ નવીન અને અસાધારણ કામદેવ જણાય છે જે પોતાના એક જ ગુણરૂપી ખાણવડે સમસ્ત જગતને જીતી રહેલ છે.’ વિશ્વને માનવા લાયક કામદેવની આજ્ઞા કુમારે પણ માની અર્થાત તે પણ જયશ્રીને વિષે આસક્ત બન્યા. અને વિચાયુ ' કે-“ પૃથ્વીપીડને વિષે આ કન્યા સ્વની દેવાંગનાની વાનકીરૂપ છે.'' જયશ્રીએ પણ પેાતાના પ્રધાન પુરુષાને જણાવ્યું કે-‘ચિત્રમાં ચિતરેલા રૂપ કરતાં પણ કુમારનું રૂપ આશ્ચર્ય પમાડે તેવુ છે.’
પછી સારા મુહૂતે પ્રધાન પુરુષોએ જયશેખર રાજાને વિજ્ઞપ્તિ કરી કે—“ હે સ્વામિન્ ! અપરાજિત કુમાર માટે આ જયશ્રી કન્યા ઉચિત છે. ’’ તેએનુ વચન હ` સહિત સ્વીકારીને રાજાએ જયે તિષીએ પાસે સારુ' મુહૂત જેવરાવ્યું, રાજાની આજ્ઞાથી જયશ્રીના પરિવાર અન્ય કાર્યાને ત્યાગ કરીને વિવાહેત્સવમાં એકાગ્ર મનવાળેા બન્યા. રાજાના, પરિવાર વનાં, અપરાજિત કુમારનાં અને જયશ્રીનાં દિવસે આનંદમાં પસાર થવા લગ્યાં. વિવાહને દિવસે વાજિંત્રા વાગવા લાગ્યા, દન અાવા લાગ્યુ, માંગલિક કાર્ય થવા લાગ્યુ અને “ આ મનેને વિવાહે ત્સવ નિર્વિઘ્ને થાય અને કેાઇના પણુ દેષ ન લાગે તે સારું' એમ લેાકે પરસ્પર ખેલી રહ્યા હતા ત્યારે, કન્યા અને અપરાજિત કુમાર લગ્નવેદીમાં બેઠા હતા ત્યારે, કુમાર, પવનથી બુઝાઇ ગયેલા દીપકની માફક અદૃશ્ય થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com