________________
વિજય પ્રધાને કરેલ જયશ્રીની પ્રાપ્તિનું નિવેદન
[ ૯૫ ]
આવી રહ્યો છું.” ત્યારે અપરાજિત કુમારે જણાવ્યું કે-“ આ સમય મશ્કચનો નથી. જેવું હોય તેવું જણાવ.” પ્રધાને કહ્યું કે - “ આપની પાસે અસત્ય કેમ બેલાય ? ” એટલે કુમારે પુનઃ પૂછયું કે-“એ પ્રમાણે કેવી રીતે બન્યું ?” વિજય પ્રધાને હર્ષપૂર્વક જણાવ્યું કે“આપના પિતાએ આપને અનુરૂપ કન્યા જોવા માટે મને હુકમ કર્યો હતો. મેં ઘણા સ્થળે તપાસ કરી પરંતુ ચિત્રમાં રહેલા આપના રૂપ સરખી કઈ પણ કન્યા મને પ્રાપ્ત થઈ નહીં. બાદ હું કુસુમાકર નામના નગરમાં ગયા. ક્ષત્રિયાને વિષે ભૂષણ સરખા કુસુમાવસ રાજાની કસુમશ્રી નામની પટરાણની કુક્ષીથી ઉત્પન્ન થયેલી આ અદ્દભુત સ્વરૂપવાળી કન્યા છે.
કોઈ એક દિવસે, મદોત્સવ પ્રસંગે, વિરહી જનોના જીવિતની સાથેસાથ ભમરીઓ બહાર નીકળી રહી હતી તેવા સુગંધી પુપિમાંથી સુવાસ આવી રહી હતી ત્યારે વિલાસી પુરુષની સાથે જાણે સ્પર્ધા કરી હોય તેમ પુપને વિશે કેશુડાનાં પુષ્પોએ લાલીમા(રક્તપણું) ધારણ કરી, વળી હીંચકાઓ વિયોગી જનોના ચિત્તને ડેલાવી રહ્યા છે, સૂર્યની સાથે મુસાફર લોકોની સ્ત્રીઓનાં હૃદયે દગ્ધ થઈ રહ્યા છે, શ્રીમંત લોકોના વિલાસની સાથે સાથ દિવસે વૃદ્ધિ પામી રહ્યા છે, અને વિગિની સ્ત્રીઓનાં દુઃખે જોઈને રાત્રિઓ ટૂંકી બની ગઈ. સુવર્ણના આભૂષણો જોવામાં આસક્ત નેત્રવાળો અને ઉજજવળ મુખવાળો સમસ્ત નાગરિક જનસમહ કામદેવના ઉત્સવને નિમિત્તે ચાલી નીકળ્યું તે પ્રસંગે સ્વાભાવિક સ્વરૂપવાળી, અને કામદેવની પૂજા માટે જતી રાજકન્યાને જોઈ મેં વિચાર્યું કે “બ્રહ્માએ જે પદાર્થોથી અપરાજિત કુમારને બનાવ્યો છે તે જ પદાર્થોથી આ સમાન રૂપવાળી કન્યાને ઘડી હોય તેમ લાગે છે. વિક્રમ રાજા સરખા પરાક્રમી અપરાજિત કુમાર સાથે આ જયશ્રી કન્યાનો વિવાહ કરે મને યોગ્ય લાગે છે.” આ પ્રમાણે વિચારીને મેં બીજે દિવસે કુસુમાવત'સ રાજા પાસે તમારા માટે તેણીની માગણી કરી. રાજાએ પણ તે માગણી સહર્ષ સ્વીકારી. બાદ ઘણા રાજકુમારના પ્રતિબિંબે-ચિત્ર પણ દેખાડીને રાજાએ મને જણાવ્યું કે “પૂર્વે પણ ઘણા રાજાઓએ મારી કન્યાની માગણી કરી હતી પરંતુ એક પણ રાજકુમારની પ્રતિકૃતિ તેને પસંદ પડી નહીં. જો તમે તમારા કુમારનું ચિત્રપટ લાવ્યા છે તો બતાવો એટલે સાથે લઈ ગયેલ અને આશ્ચર્ય પમાડનારી તમારી પ્રતિકૃતિ તેને બતાવી એ ટલે રાજા હર્ષ પામ્યો. તરત જ તે ચિત્ર જયશ્રી રાજકન્યા પાસે મોકલવામાં આવ્યું અને કા• દેવ સરખા તમારા વરૂપને જોતાં જ તેણીના હૃદયમાં કામદેવના બાણ એ પ્રવેશ કર્યો તમારા ચિત્રપટને જોયા પહેલાં તેણીના હસ્તના રત્ન કંકણે અત્યંત ગાઢ હતા તે તમારા મેળાપની ચિંતાજન્ય દુર્બળતાને કારણે ઢીલા પડી ગયા. ક્ષણમાત્ર જોયેલા તમારા ૨વરૂપને કારણે વશ બનેલ તેણીએ તમારા સૌંદર્યનું પાન કરવાને માટે હમેશની સખી સરખી નિદ્રાનો પણ ત્યાગ કર્યો. દિવસ અને રાત્રિ તમારા રૂપનું નિરીક્ષણ કર્યા બાદ તેણીએ તેના સખી સમૂહને જણાવ્યું કે-“હું માનું છું કે-કામદેવની પૂજાનું ફળ મને માપ્ત થયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com