________________
(૯૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ છે કે-“યુદ્ધને માટે તૈયાર થયેલ મહારાજા આપને લાવે છે અને વિશેષમાં કહ્યું છે કેઅત્યાર સુધી યુદ્ધને નહીં જોનાર તમારે યુદ્ધમાં સાથે આવવું નહીં.” કુમારે જવાબ આપ્યો કે-“પિતાની આજ્ઞા હમેશાં મારે શિરોમાન્ય છે, પરંતુ આ બાબતમાં થતો મારો અવિનય મહારાજા માફ કરે. પરાક્રમી હું વિદ્યમાન હોવા છતાં શા માટે પિતાને યુદ્ધ કરવું પડે? મેં પૂર્વે યુદ્ધ જોયું નથી તે પ્રમાણે પિતા જે કહી રહ્યા છે તે હું વિનંતિ કરું છું કે-શું યુદ્ધ જોયું હોય તો જ સમજી શકાય? આ જગતમાં નહીં જોવાયેલી વસ્તુ શાસ્ત્રના જ્ઞાનથી જાણી શકાય છે. મને સહાય કરવાને માટે તમે જઈને પિતાને વિજ્ઞપ્તિ કરે કે-“આપની મહેરબાનીથી કુમાર યુદ્ધને વિષે જયલક્ષ્મીને પ્રાપ્ત કરશે. તમારે સૈન્ય મોકલવું નહિં. અંધકારને નષ્ટ કરવામાં ફક્ત સૂર્ય જ શક્તિમાન છે.” પ્રધાને પણ કુમારની સૂચના પ્રમાણે જણાવવાથી, રાજાએ પણ સતેષપૂર્વક કહ્યું કે-“તે બાળક હોવા છતાં તેનું દઢ મને બળ જણાય છે.” પ્રધાને જણાવ્યું કે-“ સિંહને પુત્ર સિંહ જ હોય છે. સૂર્યનું બિંબ સૂર્ય સરખું પ્રતાપી અને કલ્પવૃક્ષના અંકુર કલપવૃક્ષની માફક વાંછિત આપનાર હોય છે.”
પછી રાજાએ આદેશ કર્યો કે-“કુમારે ના પડવા છતાં પણ સૈન્યને સાથે મોકલે, કારણ કે પવનથી પ્રેરાયેલ અગ્નિ આખા વનને બાળવાને સમર્થ બને છે.” પિતાની સેનાના મધ્યમાં રહેલા અને ચક્રવતી સરખા કાંતિવાળા કુમારે ચકયૂહ ગોઠવીને સન્મુખ ચાલ્યા આવતા સૈન્ય સાથે પ્રયાણ કર્યું. અદ્દભુત રોમાંચ થવાને કારણે કુમારનું શરીર ઉત્તમ બખ્તરમાં પણ સમાઈ શકયું નહીં, તેમજ જમણું નેત્ર ફરકવાથી તેને ઉત્સાહ પણ બેવડો બન્યો. ઝળહળતા શસ્ત્રસમૂહો અને પવનથી ફરફર ફરાવાતી પતાકાઓ જ ફક્ત જોવામાં આવતી હતી.
આ બાજુ પૂર્વે જયશેખર રાજાથી મેકલાયેલ વિજય નામને પ્રધાન સામેથી આવતા સૈન્ય સમૂહમાંથી કુમારના સૈન્યમાં આવ્યો. તેણે આવીને પૃચ્છા કરી કે-“શામાટે આ સૈન્યને તૈયાર કર્યું છે? અને આ સન્યનો સ્વામી કેશુ છે ? ” એટલે એક મુખ્ય પુરુષે જણાવ્યું કે-“ સામે ચાલ્યા આવતા સૈન્યને અટકાવવા માટે આ સેના સજજ કરવામાં આવી છે અને રણસંગ્રામમાં તારાની માફક દેદીપ્યમાન આ સેનાને સ્વામી અપરાજિત કુમાર છે.” ત્યારે વિજય પ્રધાને હાસ્ય કરીને કહ્યું કે-“કુમાર કયાં છે?” પ્રતિહારીએ જઈને જણાવવાથી કુમારની આજ્ઞાથી પ્રધાનને પ્રવેશ કરાવવામાં આવ્યા. પ્રધાને સાષ્ટાંગ પ્રણામ કરીને કુમારે આપેલા આસન પર બેઠક લીધી.
તેને પ્રસન્ન મુખવાળે જઈને કુમાર ચિત્તમાં વિચારવા લાગ્યો કે- આ પ્રધાનની મુખશભા, નહીં સાધી શકાય તેવા કાર્યની સાધનાને સૂચવી રહી છે. માયાવી-કપટી માણસમાં આવા પ્રકારની પ્રસન્નતા સંભવી શકે નહીં.” આ પ્રમાણે માનસિક વિચાર કરીને કુમારે તેને પૂછ્યું કે-“તમે ક્યાંથી આવે છે ? અને આ સન્ય કેનું આવી રહેલ છે?” પ્રધાને જણાવ્યું કે-“આપની જયશ્રી નામની પત્ની આવી રહી છે. તેણીના સૈન્યમાંથી જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com