________________
આ
સર્ગ ચોથે પર
રાજહંસે દેવકુમારનું વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે હંસીએ જવાબમાં જણાવ્યું કે“કદાચ કોઈ એક પુત્ર તે પ્રમાણે વર્તે તેથી શું બધા પુત્ર તેવા પ્રકારના હેઈ શકે? બધા શીંગડાવાળા પશુઓ હિંસક હેતા નથી. શું બધા વૃક્ષે કટુ ફળ આપનારા હોય છે? હે સ્વામિન્ ! શાસ્ત્રમાં પુત્રો ચાર પ્રકારનાં કહ્યાં છે. જે પુત્ર ગુણવડે પિતા કરતાં અધિક હોય તે (૧) અતિજાત, પિતાના સમાન ગુણવાળે હોય તે (૨) સુજાત, પિતા કરતાં ગુણેમાં ન્યૂન હોય તે (૩) હીનજાતિ અને જે પિતાના કુળને બાળે તે (૪) કુલાંગાર કહેવાય છે, માટે કોઈપણ પ્રકારે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. પિતાની ખાતર દેવકુમારે ઘણું દુઃખ સહન કરેલું છે. પિતા મૃત્યુ પામે, પણ સંતાન નાશ ન પામે તે વિચારવું જોઈએ. પૂર્વે વિનયાદિ ગુણવડે જેવી રીતે અપરાજિત કુમારે પોતાના માતાપિતાને સુખ આપ્યું તેવી રીતે એકાંત સુખ તો કેઈક જ પુત્ર આપી શકે છે.” એટલે હંસે પૂછયું કે-“હે પ્રિયા! તે અપરાજિત કોણ હતો? તેણે કઈ રીતે માતા-પિતાને સુખ આપ્યું ? તે તું મને કહે.” ત્યારે હંસીએ જણાવ્યું કે
પિતાની શોભાથી સ્વર્ગપુરીને જીતી લેનાર જયંતી નામની નગરી છે અને તે નગરીમાં વિજયશાલી તેમજ બળવાન જયશેખર નામનો રાજા છે. તેને ગુણસુંદરી નામની મહારાણી છે અને તે બંનેના દેવ તથા દેવીની માફક સુખમાં દિવસો પસાર થઈ રહ્યા છે.
કેઈએક દિવસે ગુણસુંદરી સ્વપ્નમાં ફળેલા-વિકસિત થયેલા આમ્ર વૃક્ષને જોઈને જાગી ઊઠી. રાજાને તે હકીક્ત જણાવતાં તેણે કહ્યું કે-“તને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. વિનયશાળી તે પુત્ર રાજ્યને વહન કરશે ” એટલે રાણીએ પણ “ભલે એમ છે” એમ કહીને શકુનની ગાંઠ બાંધી અને દેવ-ગુરુનું સમરણ કરતી જાગૃત રહી. પ્રભાતકાળ થતાં જ તુતિપાઠક નીચે પ્રમાણે બોલ્યો કે-“હે રાજન ! સૂર્યોદય થવાથી દિશાઓ પ્રકાશી ઊઠી છે, તે અત્યારે પ્રાતઃકાળને યોગ્ય કાર્ય આ૫ કરો.” આ પ્રમાણે સાંભળી રાજા વિચારવા લાગે કે- “ આ મંગળપાઠકના વચને રાણીના સ્વપ્નની સાથે સંબંધ ધરાવનારા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com