________________
દેવકુમાર જૈનધર્મ-સ્વીકાર અને રાજાએ આપેલ મુખ્ય મંત્રી પદ
છે.” બાદ તેના બુદ્ધિકૌશલ્યથી રંજિત બનેલા રાજાએ તેને કહ્યું કે-“તને અભય છે. હવે તું કહે કે શા માટે તે રત્નના પાયા ચોર્યા હતા? આ બાળક જ તને જોઈ શકે અને બીજા શા માટે ન જાણી શકે ? પદ્મશ્રીએ શા માટે તારા માટે અભયની માગણી કરી?” - દેવકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“તે રત્નના પાયા મારા પાસે મોજુદ છે. મહેરબાની કરીને તે જેવા હતા તેવા જ આપ ગ્રહણ કરશે. ફક્ત અભિમાનને કારણે જ દુષ્કર એવું આ કાર્ય મેં કર્યું છે. મને કોઈપણ જાતની દ્રવ્યની લાલચ નહોતી. ફક્ત મારો પુત્ર જ મને સાચા સ્વરૂપે જોઈ શકે તે સંબંધમાં ગીરાજે આપેલ ગુટિકા તથા મંત્રને પ્રભાવ જાણવો. પદ્મશ્રીએ મારા માટે જે અભયની માગણી કરી હતી તેમાં ફકત પુત્રોત્પત્તિજન્ય નેહ જ કારણ ભૂત છે. તેણીએ મારા માટે જે અભયદાનની માગણી કરી હતી તે કઈ ઠીક કર્યું નહોતું, કારણ કે કોઈપણ મારે પરાભવ કરવાને શક્તિમાન નથી, ” બાદ તે વીજળીની માફક અદશ્ય થઈને તરત જ પુનઃ દેવકુમાર તરીકે દેખાય, તેથી રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેને પાંચસે મંત્રીઓમાં મુખ્ય બનાવ્યો.
પદ્મશ્રી પણ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી સંતોષ પામી. દેવકુમાર મંત્રીશ્વરની કુશળતાથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થશે એમ વિચારીને રાજાના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. પછી અમૃત જેવી મિષ્ટ વાણીથી પુત્ર દેવકુમારને સૂચના કરવાથી તેણે પદ્મશ્રીને પિતાના આવાસે બોલાવી અને તેની સાથે આદરપૂર્વક લગ્ન કર્યા.
પછી દેવકુમારે સૌભાગ્યમંજરી, પુત્ર યુકત પદ્મશ્રી સહિત ગુણકર સૂરિપાર જૈનધર્મ સ્વીકાર્યો. દેવકુમારના બુદ્ધિચાતુર્યથી અત્યંત અભિમાની અન્ય રાજાઓ પણ રાજાને આધીન બન્યા. પ્રતિ-દિવસ રાજાની મહેરબાની વૃદ્ધિ પામવાને કારણે દેવકુમાર સુખનું ભાજન થયે.
આ પ્રમાણે પિતાના મૃત્યુના કારણભૂત દેવકુમારનું ચરિત્ર સાંભળીને હે હંસી ! પુત્રપ્રાપ્તિને માટે કોણ મને રથ કરે ?” આ પ્રમાણે દેવકુમારનું વૃત્તાંત કહીને હંસ વિરામ પામે.
ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભાનગી જ માં પ્રવેશ મહત્સવ વર્ણન નામના
આ ત્રીજે સર્ગ પૂર્ણ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com