________________
⭑
અપરાજિત કુમારની ઈંદ્રે કરેલી પ્રશંસા અને દેવ-પરીક્ષા
[ ૧૦૭ ]
એક પગલું પણ આગળ ચાલવાને શક્તિહીન બની ગયા ‘હું કુમારનું મૃત્યુ ન જોઉં' ’ એમ વિચારીને રાજા જેવામાં પેાતાના કઠ પર ખડગ ફેરવે છે તેવામાં તે ખગની ધાર મુઠી થઇ ગઇ. નારકીના જીવાના જેવુ' કષ્ટ ધારણ કરતા રાજા ત્યાં જ સ્થિર રહ્યો.
આ તરફ કુમારને જોઇને યાગિનીઓએ કિલકિલારવ કર્યો. યાગિનીએ કહ્યુ` કે “ હું પરોપકારપરાયણ કુમાર ! અગ્નિકુંડમાં ઝંપાપાત કર. ’’ ત્યારે પેાતાની જાતને અખ’ડ અને સુવણુંના રાશિ પર રહેલી જોઇને આશ્ચય પામેલા કુમારે તે સ્થળે ગિનીસમૂહ તથા અગ્નિને જોયા નહીં ત્યારે કુમાર વિચારવા લાગ્યા કે આ શુ ઇંદ્રજાળ છે ? ત્યારે દેવીએ કુંડલના આભૂષણને ધારણ કરતા દેવરૂપે પ્રત્યક્ષ થઇને કુમારને જણાવ્યુ` કે- તુષ્ટમાન થયા છું. ‘તુ વરદાન માગ.’ કુમારે કહ્યું કે-‘જો તું પ્રસન્ન થયા છે. તા આ શુ છે? તે સમસ્ત વૃત્તાંત મને કહે.’ દેવે જણાવ્યું કે ‘સ્વર્ગીસભામાં ઇંદ્રે તમારી પ્રશ ંસા કરી હતી કે પૃથ્વીપીડને વિષે માતા પિતાને માટે પેાતાના પ્રાણાના પણ ત્યાગ કરે તેવા એક માત્ર અપરાજિત કુમાર જ છે.' ઇંદ્રની આ હકીકતને સત્ય નહીં માનતા હું તમારી પરીક્ષા કરવા આબ્યા હતા, પરંતુ તમારું સાહસ જોઇને ઇંદ્રનું કથન સત્ય સુ છે; જેનાથી તારા જેવા પુત્રનેા જન્મ થયા છે તે તારા માતાપિતા ધન્યવાદને પાત્ર છે.’ આ પ્રમાણે તેની પ્રશંસા કરીને સુવવૃષ્ટિ કરીને દેવ અદૃશ્ય થઇ ગયા અને કુમારની માતાપિતા પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામી. તે જ સ્થળે સુવર્ણ ને રહેવા દઇને જતાં એવા કુમારે પિતાને જોયા અને પિતા જયશેખર રાજાએ પણ તેને આલિંગન આપીને કહ્યું કે “ પુત્ર ! તું પુનર્જન્મ પામ્યા છે. ” કુમારે પૂછ્યું કે શું આપે આ સ ખીના નજરોનજર જોઇ છે ? ” ત્યારે જયશેખર રાજવીએ પેાતાનું મધું આચરણ જણાવ્યું ત્યારે કુમાર એલ્સે કે “ પિતાને દુઃખમાં પાડતાં એવા મારા વિતને ધિક્કાર હે ! એવા એક પણ દિવસ ન હેા કે જે દિવસે હું તમને દુઃખકારક બનું. જેને માટે મે આ દુષ્કર કાર્યોં કર્યુ તે તમે પોતે જ જાણેા છે. આપની ભક્તિરૂપી કલ્પવેલડી મને અનેક પ્રકારે ફળદાયક બને છે. આશ્ચય તા એ વાતનુ થાય છે કે આપની ભક્તિરૂપી કલ્પવેલડીને પ્રાપ્ત કરવા છતાં હું આપના ઉપકારનેા બદલે વાળવામાં સમથ થઈ શક્તો નથી. તેમજ આપતુ ઋણુ પણ અદા કરી શકતા નથી. ’”
G
આ પ્રમાણે કુમારની વાણીથી હષિત બનેલા અને હર્ષાશ્રુને વહાવતા રાજાએ કહ્યુ` કે“અમેા બ'તે પ્રત્યેની તારી ભક્તિમાં યુગાંતકાળે પણ ફેરફાર થશે નહીં. આ પૃથ્વીપીડને વિષે તારા જેવા પુત્રના યાગથી અમે બંને કૃતકૃત્ય બન્યા છીએ કારણ કે જેને માટે ઇંદ્ર પેાતાની સભામાં પ્રશંસા કરે છે.’’
પ્રાતઃકાળે રાજભ’ડારમાં મંત્રીશ ક્રોડ સુવણુ મહાર સ્થાપન કરાવી અને લેકે એ કુમારને તેના આવા પ્રકારના ચરિત્રથી દેવ માન્યા. બાદ જયશેખર રાજાએ પણ અપરાજિતકુમારને રાજ્ય સાંપીને પેતે દીક્ષા લીધી અને તિમિરાય નામના આચાયની સેવામાં તત્પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com