________________
અપરાજિત કહેલ સ્વવૃત્તાંત
[ ૧૦૧ ] બીજીએ આવીને મને આરસે (પણ) આપે. અને જોવામાં હું તે દર્પણમાં મારું મુખ જોઉં છું તેવામાં મેં જયજયારવ સાંભળ્યો. મેં કળશના હસ્તવાળી પૂતળીને પૂછયું કે“આ જય જય ધ્વનિ કયાંથી આવે છે?” તેણીએ મને કહ્યું કે-“પતનપુરના જયસિંહ રાજાની જયસુંદરી નામની કન્યા હમેશાં આ મહેલમાં રહેલી સત્ય વચન બોલનારી પ્રિય કરી નામની દેવીને પ્રણામ કરવાને માટે આવે છે. તે જયસુંદરી ઈચ્છિત વરને વરવાને માટે ત્રણે સંધ્યા સમયે અહીં આવીને વણ-વાદન કરે છે. આ પ્રમાણે કરતાં તેણીના છ માસ પસાર થઈ ગયા છે. તેણીની ભક્તિથી તુષ્ટ બનેલી દેવીએ અમે બંનેને જણાવ્યું કે-“સંધ્યાસમયે જયંતિ નગરીમાં પ્રેમપૂર્વક તમે બંને જજે-તે નગરીને વિષે લગ્નવેદીમાં રહેલા અને પાણગ્રહણ નહીં થયેલા એવા અપરાજિત કુમારને જલદી લઈ આવે, કારણ કે જયસિંહ રાજવીની સમીપ ભવિષ્યવેત્તાએ જણાવેલ છે કે જે તમારા બગીચાના મહેલમાં રહેલા પલંગને અલંકૃત કરશે, જેના હસ્તે મીંઢળ બંધાયેલ હશે, જેને પૂતળી પણ વિનય કરશે તેવા તે કુમારની તમારી પુત્રી જયસુંદરી પ્રથમ રાણી (પટરાણું) બનશે, એટલે અમે બંને દિવ્ય શક્તિથી તમારું અપહરણ કરીને અહીં લાવ્યા છીએ.” આ પ્રમાણેની હકીકત સાંભળીને જેવામાં મેં બીજી પતળીને તેણીનો આરીસે પાછો નહતો ગ્યો તેવામાં જ અચાનક જયસંદરી આવી પહોંચી અને પતળીઓના આચરણને જોઈને વિકસિત નયનવાળી તેણી વિચારવા લાગી કે-૬ વિશ્વમાં તેવી કોઈ પણ વસ્તુ નથી કે જે ન બની શકે.” આવા પ્રકારનું વચન સત્ય-સાર્થક થયું છે, કારણ કે જડ એવી પૂતળીઓ શું કઈ પણ સ્થળે વિનય દર્શાવી શકે ખરી? આ કેઈમનુષ્ય નથી, પણ દેવસ્વરૂપ છે.” એ પ્રમાણે વિચારતી જયસુંદરીને તે બંને પૂતળીઓએ જણાવ્યું કે- “હે સુંદરી! તું ખોટો વિકલ્પ ન કર. પ્રસન્ન થયેલ દેવીવડે જ તારા માટે આ અપરાજિત કુમાર નામને વર અહીં લવાયો છે.” ત્યારે તેણે શરમદી બની. તેણીએ પણ જ્યોતિષીઓએ કહેલ કથન યાદ કર્યું. તે પછી મેં મારું મુખ આરીસામાં જઈને, તે આરી પૂતળીને પાછો આપવાથી તે બંને પૂતળીઓ સ્વસ્થાને ગઈ. બાદ જયસુંદરીએ મને કપૂરથી સુવાસિત તાંબૂલ આપ્યું અને પિતાના ડાબલામાંથી કાઢેલી પુષ્પમાળા મારા કંઠમાં નાખી. મેં પણ તે તાંબૂલનું અધું બીડું તેણીને પાછું આપ્યું અને મારા કંઠમાં રહેલ મોતીની માળા, તેણીને પહેરાવી ત્યારે તેણીએ મને પૂછયું કે આ તમારો વેશ વિવાહ યોગ્ય કયાંથી ? મેં પણ મારું સમસ્ત વૃત્તાંત તેણીને જણાવ્યું એટલે તેણીએ બે દિવ્ય વસ્ત્રો મને આપ્યા જે મેં પરિધાન કર્યા. પછી તેણીએ વિનયપૂર્વક મને કહ્યું કે-“આ સમસ્ત પરિવાર વર્ગ આપને છે, તે આપે સંશય રહિત અમને હુકમ કરે. જેના પ્રભાવથી આપનું દુઃપ્રાપ્ય એવું દર્શન અને પ્રાપ્ત થયું છે તે દેવીની, જો આપની આજ્ઞા હોય તો, જઈને પૂજા કરું.” મેં પણ હર્ષપૂર્વક કહ્યું કે “તમારા દર્શનથી તે દેવી મારે પણ પૂજ્ય છે.” સુંદરીએ કહ્યું કે-“ જે તમે આવે તે હું તાર્થ બનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com