________________
રાજહંસે કક્ષ દેવકુમારની કથા.
[ ૬૫ ]
કરતાં નાની હંસીઓને, નેત્રોને આનંદ આપનાર સેંકડ બચ્ચાંઓ જન્મેલા હું જોઈ રહી છું તે નાની નાની હંસીએ પોતાના બચ્ચાંઓની હર્ષપૂર્વક લાલન-પાલન કરે છે અને તેની પુષ્ટિ માટે પાણી તથા કમળના તંતુઓ લાવીને તેને આપે છે–ખવરાવે-પીવરાવે છે, આટલો સમય વ્યતીત થવા છતાં ભાગ્યહીન મને, મારા મનને સંતોષ પમાડનાર પુત્ર થયો નથી. પુત્ર વિના, સર્વ પ્રકારે સંતાપ પ્રગટાવનાર વૃદ્ધાવસ્થામાં હું કઈ રીતે જીવી શકીશ? તે તમે કહો.”
હસે જણાવ્યું કે-“હે પિયા! તું લેશ માત્ર પણ ગુસ્સે ન થા. પુત્ર-પ્રાપ્તિ થવી તે મનુષ્યને આધીન નથી; પરન્તુ કર્માધીન વસ્તુ છે. માતા-પિતાને પુત્રથી સુખ જ પ્રોસ થાય તે કેઈ નિર્ણય નથી. દેવકુમારની માફક કોઈ પુરા પિતાને કષ્ટ આપનાર થાય છે.” એટલે હંસીએ પૂછ્યું કે “તે દેવકુમાર કોણ હતો ? અને તેણે શું કર્યું હતું?” રાજહસે પણ તે કથા નીચે પ્રમાણે રાજહંસીને કહી સંભળાવી.
પૂર્વે કુસુમપુર નામના નગરમાં શત્રુરૂપી અંધકારને નષ્ટ કરવામાં સૂર્ય સરખો તેજસ્વી સૂર નામનો રાજા હતા. તે નગરમાં દત્ત નામનો શ્રેષ્ઠી હતી, અને તેને વિષે, આપણે વિયેગી ન બની જઈએ-જુદા જુદા ન પડી જઈએ એમ વિચારીને જ જાણે હોય તેમ સર્વ પ્રકારનાં ગુણોએ આશ્રય કર્યો હતો. તેને મહાલક્ષ્મી નામની પત્ની હતી કે જેને વિનય ગુણ, રૂપ, સંપત્તિ અને શીલની સાથોસાથ કદાપિ છોડતું ન હતું અર્થાત્ તે પણ અતીવ ગુણશાળી હતી. પરસ્પર આસક્ત ચિત્તવાળા, વંશપરંપરાથી ઉપાર્જન કરેલ ન્યાય દ્રવ્યવાળા, દીનજનેને દાન આપવા, રાત્રિદિવસને પણ નહીં જાણતા એવા અને વિલાસ કરતાં તે બંનેને સમય સુખપૂર્વક પસાર થતો હતો.
કે એક દિવસે ગોખમાં બેઠેલી, ભક્તિપરાયણ દાસીદ્વારા પગચંપી કરાવતી, સમસ્ત શરીરે આભૂષણથી ભિત, કપૂરમિશ્રિત તાંબૂલ ચાવતી, પાનના રસની પીચકારી ઊડાડતી તે જ લકમી સરખી મહાલક્ષમીએ પિતાના મહેલના નજીકના આવાસમાં રહેલી, પલ ગ પર બેઠેલી, કેઈએક યુવાન બાલાને, પોતાના બાળકને રમાડતી જોઈ. એટલે અનંત ભના અભ્યાસને લીધે મોહવશ બનેલી તેમજ નિસ્તેજ વદનવાળી તેણીએ વિચાર્યુ” કે- “ અમારા પાસે રહેલ પુષ્કળ ધનથી પણ શો લાભ? કારણકે હસતા મુખવાળા, સ્તનપાન કરવાની ઈચ્છાવાળા, ઊંચા મુખવાળા પોતાના પુત્રને મારા મેળામાં બેસાડીને હું લાલન-પાલના કરી શકતી નથી. પુત્ર વિનાના મહેલને હું શ્મશાન તુલ્ય સમજું છું. પોતાના પુત્ર સિવાય પોતાનું દ્રવ્ય પણ પારકું બને છે. પુત્ર વિના વૃદ્ધાવસ્થામાં કઈ પણ પ્રકારની શાંતિ મળી શકતી નથી. જેનું નામ પશુ જાણવામાં આવતું નથી તેવા દેવને પણ કેણ પૂજે છે ?'
આ પ્રમાણે અચાનક શ્યામ મુખવાળી પોતાની શેઠાણી મહાલક્ષમીને જોઈને, પારકાના અભિપ્રાયને જાણવામાં કુશળ તે કુશલા નામની દાસીએ તેણીને કહ્યું કે “હે સ્વામિની !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com