________________
[ ૭૨ )
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૩ બે
⭑
મેળવવાના કાઇ ઉપાય મળી જાય તે સારું' આમ વિચારીને ભ્રમણ કરતાં તેણે એક ચેગિનીને જોઈને નમસ્કાર કર્યો, ત્યારે તેણીએ તેને આશીર્વાદ આપ્યા કે−તુ. કરાડ દિવાળી પર્યંન્ત જીવ. દેવકુમારે ચેગિનીને કહ્યુ કે “ હું પુય ! એવા આશીર્વાદ ન આપે।. “ તું જલ્દી મૃત્યુ પામ ” એવે આશીર્વાદ આપે, કારણ કે દુઃખી એવા મને જીવવાથી શું ? ચેગિનીએ પૂછ્યું કે- તને શું દુઃખ છે ? ” કુમારે કહ્યું કે- હું દ્રવ્ય રહિત છું ’’ ત્યારે તેણીએ તેને એક ગુટિકા આપીને જણાવ્યું કે આ ગુટિકાના પ્રભાવથી તું ઇચ્છિત રૂપ કરી શકીશ. અને હે પુત્ર ! ફરીથી પણ તું તારા મૂળ રૂપને મેળવી શકીશ. સ્વભાવથી જ આ ટિકાની આવા પ્રકારની શક્તિ છે.”
દેવકુમાર પણ આવી ટિકાની પ્રાપ્તિથી હર્ષિત બન્યા. પછી યાગિનીને પ્રણામ કરીને પેાતાના ઘરે આબ્યા, એટલે તેની માતાએ દત્ત શ્રેષ્ઠીને કહ્યું કે મેં પૂર્વે પુત્રને ઠપકા આપ્યા છે, તે હવે તમારે તેને કશું કહેવુ' નહીં. જો તેને તાડન કરવામાં આવશે તે કઇ પણ અન કરશે અથવા તેા કાઈપણ સ્થળે ચાલ્યા જશે.”
કાળક્રમે ઇંદ્ર મહે।ત્સવ પર્વ પ્રસંગે સમસ્ત જનતા આનંદમાં આસક્ત બનીને સ્વેચ્છાપૂર્ણાંક વિચરી રહી હતી જ્યારે દેવકુમારના મનમાં આવા કુવિકલ્પ ઉદ્ભવ્યે. કે– ‘ હું રાજ મહેલમાં જઇને ચારી કરું કે જેથી મારા સઘળા મનેરથા પૂર્ણ થાય. સામાન્ય માણુસને ત્યાં યારી કરવાથી શું? સિંહની લપડાક મદોન્મત્ત હસ્તીઓના કુંભસ્થળ પર જ પડે છે. સુખમાં તૃણને ગ્રહણ કરતાં મૃગના ટોળા પર તે હલ્લા કરતા નથી.” આમ વિચારીને યમ રાજની જિહ્વા સરખી તીક્ષ્ણ છરી લઈને, સાહસિક એવા તેણે વસ્ત્રવડે પેાતાનુ મુખ ઢાંકયું. ‘ હું ઉત્સવ જોવા માટે જઉં છું” એમ પિતાને જણાવીને દેવકુમાર ચાલી નીકળ્યા. ત્યારે દત્તે વિચાર્યું કે- જે પ્રકારને વેષ ધારણ કરીને દેવકુમાર ચાહ્યા જાય છે તે ઠીક થતુ` નથી, એટલે હું તેની પાછળ જાઉં ” એમ વિચારીને હાટ બંધ કરીને તે તેની પાછળ ચાલી નીકળ્યેા.
આ બાજુ જતા એવા દેવકુમાર રાજમહેલના દ્વારે આવી પહોંચ્યા અને દૈવયાગથી તેને ઉઘાડુ જોયુ, ખાતર પાડવા માટે ભી'ત તેાડી, અંદર પ્રવેશ કરીને તેણે પલોંગમાં રહેલ એકલા રાજાને જ જોયા; તેમજ તે પલોંગના પાયાએને પશુ બહુમૂલ્ય રત્નજડિત જોયા. સમગ્ર રાજ્યના સારભૂત આ પાયાએ છે એમ વિચારીને તે ગ્રહણ કરવાની ઈચ્છાવાળા તેણે એક પાયાને ખેચી લઇને તેની જગ્યાએ એક ખુરશી મૂકી દીધી. બાદ બીજો અને ત્રીજે પાયે પણ ગ્રહણ કરી દીધે. આ બાજુ તેને રાજમહેલમાં પ્રવેશ કરતા જોઇને ભય પામેલા ઇત્ત શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“ આજે મારા મૃત્યુના સમય આવી પડાંા જગાય છે, કારણ કે કામદુધા દેવીનું વચન અન્યથા યશે નહીં કારણકે અત્ય’ત ઉત્સુક બનીને મેં તે સમયે આવા દુષ્ટ પુત્રની માગણી કરી હતી. પહેલાં તે તેણે મારા બાહ્ય પ્રાણરૂપ ધનના નાશ કર્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com