________________
દેવકુમારને દ્રવ્ય પ્રાપ્તિ માટે પ્રયાસ.
[ ૭૧ ]
મંદિરમાંથી નીકળી ચાલ્યો જાય. ત્યારથી તે દાસીઓ દેવકુમારની આજ્ઞા માનતી નહી અને માનતી તે વિલંબથી કાર્ય કરતી. હવે દાસીઓ તેને ખેતરમાં રહેલા ચાડીયા પુરુષની માફક માનવા લાગી.
કેઈએક દિવસે પ્રાતઃકાળે તે કુમારની સમક્ષ કોઈ એક દાસી દંતમંજન કરવા લાગી, તેને બીજી દાસીએ કહ્યું કે “તું કેમ ધૂળ ઉડાડી રહી છે? શું તું દેવકુમારને જોતી નથી?” “જો તને આ કુમાર પ્રિય છે તે તેની સન્મુખ રહીને તારો અને છેડો આડો ધર.” આ પ્રમાણે પરસ્પર બોલતી તે બનેને કૃત્રિમ કેપને ધારણ કરતી અકાએ અટકાવી. આ પ્રસંગ પરથી દેવકુમારે વિચાર્યું કે–અહીંથી મને દૂર કરવાને આ પ્રપંચ થઈ રહ્યો છે. નિર્ધન પુરુષ - ને ત્યાગ કરે તે વેશ્યાને ધર્મ છે. અને વેશ્યાઓ સિવાય વિષયજન્ય સુખ બીજે સ્થળે મળી શકતું નથી, તે હવે હું ઘરે જઈને દ્રવ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય કરું. આ પ્રમાણે વિચારીને મુખભાવનો અંશ પણ ફેરફાર ન થવા દેતાં સૌભાગ્યમંજરીને તેણે કહ્યું કે-“હે પ્રિયે ! મને અહીં રહ્યાને બાર વર્ષ વ્યતીત થઈ ગયા છે, તે પિતાના ચરણમાં નમસ્કાર કરવાની મને ઉત્કંઠા થઈ છે તો હું ઘરે જવા ઈચ્છું છુ.” ત્યારે સૌભાગ્યમંજરીએ કહ્યું કે-“શું મારી ગેરહાજરીમાં કોઈએ તમારો અનાદાર કર્યો છે ? અથવા તે શું મારો કોઈ પણ જાતને અપરાધ થયે છે? કે જેથી મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થયે ? ” દેવકુમારે કહ્યું કે–“ હે સુંદરી ! તે કહ્યાં તે પૈકી એક પણ કારણ નથી. ફક્ત મને જવાની ઉત્કંઠા થઈ છે. કેટલાક દિવસો બાદ હું પાછો આવીશ. ” આ પ્રમાણે કહીને દેવકુમાર ચાલ્યા ગયા બાદ અક્કાએ તે ઘરને શોક રહિત માન્યું, જ્યારે સૌભાગ્યમંજરીએ તેને ભૂતોને રહેવા યોગ્ય માન્યું. દેવકુમારે ઘરે આવીને, માતાને પ્રણામ કરીને પૂછયું કે-“આપણું ઘર આવું જીર્ણ કેમ બની ગયું ? આપણો સેવકવર્ગ કયાં ચાલ્યો ગયો? પિતા ક્યાં છે? તમારી વહુ
ક્યાં છે?” ત્યારે મહાલક્ષમીએ જણાવ્યું કે-“હે પુત્ર!ધન વિના ઘરની આવી દુર્દશા થઈ છેઃ સેવકવર્ગ ચાલ્યો ગયો છે અને તારા પિતા દુકાને ગયા છે. હમણાં આપણી પાસે કઈ એવી વસ્તુ નથી કે જેથી તારા પિતા વ્યાપાર કરી શકે. અને નિરાશ બનેલી તારી પત્ની પિતાના પિયર ચાલી ગઈ છે. હે પુત્ર! હમણાં તેં તારા ઘરને જે યાદ કર્યું છે તે ઠીક કર્યું. પુત્રથી જેને સુખપ્રાપ્તિ થઈ છે તે માણસ બીજા જ કઈ છે, જ્યારે અમને તો તારા જેવા પુત્રથી ફક્ત અસુખ જ મળ્યું છે. હવશ બનીને અમે બંનેએ તને દુરાચારીઓની સોબતમાં મૂકો અને તારા ખાતર મેં સર્વ દ્રવ્ય વેડફી નાખ્યું. ” અકાળે થયેલા પરાભવને કારણે, સૌભાગ્યમંજરીના વિયોગથી, માતાના ઉપાલંભથી અને પિતાના ભયને કારણે તે ઉદ્વિગ્ન બની ગયો. તેને દિશા શૂન્ય દેખાવા લાગી. બાદ તેણે વિચાર્યું કે મેં જેટલું પિતાનું દ્રવ્ય વાપર્યું છે તેટલું દ્રવ્ય હું પેદા કરું તે જરૂર હું અનુણી બની શકું.
સર્વ પ્રકારના ઉપાયો દ્વારા ઘણા કાળે દ્રવ્ય પ્રાપ્તિ થઈ શકે, પરંતુ જદી દ્રવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com