________________
ગુણધવલ મંત્રી પ્રિયા પર પક્ષને થયેલો મોહ.
[ ૮૭ ] જાતિ માત્રમાં જન્મવાને કારણે જ દેવ ગણાય છે. આ સ્ત્રી કઈ રીતે મોહવશ થાય? જો હું બળાત્કારે તેણીને ઉપાડી જઉં તે પૂર્વના સ્વામીના વિરહ જન્ય દુઃખને કારણે કદાચ તે મારી ઈચ્છાપૂર્તિ ન કરે–મારે આધીન ન બને. જો હું પ્રત્યક્ષ થઈને મધુર વચનેથી તેણીને સમજાવું તે પણ તે સતી હોવાને કારણે મને અનુકૂળ થશે નહીં.” આ પ્રમાણે તે યક્ષ વિચાર કરી રહ્યો છે તેવામાં સર્વાંગસુન્દરી પોતાના પરિવાર સાથે પિતાના આવાસે ચાલી ગઈ. યક્ષ પણ વિવિધ પ્રકારનાં ઉપાયો વિચારવા લાગ્યા.
સંધ્યા સમયે ગુણધવલ મંત્રી રાજમંદિરે ગયે અને રાજકાર્યના કારણે લાંબા સમય સુધી ત્યાં જ રોકાવાથી ઉચિત સમયે પોતાના ઘરે પાછા આવી શક્યો નહીં. “આ યોગ્ય અવસર છે ” એમ જાણીને યક્ષે દિવ્ય શક્તિથી મંત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના આવાસમાં દાખલ થયે. મંત્રીના આવાસમાં દાખલ થતાં તેણે દ્વારપાળોને સૂચના આપી કે“તમારે કઈને પણ દરવાજામાં દાખલ થવા દે નહીં અને સખ્ત ચોકી પહેરો રાખવો. કદાચ જે કઈ બળાત્કારથી પ્રવેશ કરવાને ઈચ્છે તે તમારે તેને હણી નાખ. વળી તેના કથનમાં તમારે વિશ્વાસ કર નહીં કારણ કે ધૂર્ત પુરુ કોને ઠગે છે.”
દ્વારપાળોએ તેને હુકમ માન્ય કર્યો. યક્ષે પણ શ્રેષ્ઠ અશ્વ પરથી નીચે ઊતરીને દીપકોથી ઝળહળતા, અગુરુના ચૂર્ણ તથા ઘનસાર-કપરથી સુવાસિત વાસભુવનમાં મહામૂલ્યવાન પલંગમાં રહેલ તેમજ શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણને ધારણ કરેલી તેણીને જોઈ. તે યક્ષ તેણીની સમક્ષ હાવભાવ દર્શાવવા લાગ્યા. આ બાજુ સર્વાગસુન્દરી શંકાશીલ બની વિચારવા લાગી કે“આજે મારા સ્વામી નૂતન ચાકાર(કાલાવાલા કરનાર)ની માફક કેમ વર્તી રહ્યા છે? આ વ્યક્તિને જોઈને મારા બંને નેત્ર કેમ બની રહ્યા છે ? વળી કારણ વગર મારા હૃદયમાં સંતાપ કેમ થઈ રહ્યો છે?” આ પ્રમાણે શંકાશીલ મનવાળી સર્વાંગસુન્દરી જેવામાં તે યક્ષને જવાબ આપતી નથી તેવામાં ગુણધવલ મંત્રી પણ રાજમંદિરેથી પિતાના આવાસે આવી પહોંચ્યો. દરવાજે આવીને દ્વારપાલોને તેણે કહ્યું કે-“ અરે ! બારણું ઉઘાડો.” ત્યારે દ્વારપાલોએ રેષપૂર્વક જણાવ્યું કે “તું કેણ છે ? તારું નામ શું ?” ત્યારે મંત્રીએ જણાવ્યું કે
અરે ! તમે કાંઈ ગાંડા બની ગયા છે કે કેમ? કે મદ્યપાન કર્યું છે? કે ઊંઘમાં બેસી રહ્યા છે? ઘરે આવેલા એવા તમારા સ્વામી મને શુ ઓળખી શક્તા નથી ? ” દ્વારપાળેએ જણાગ્યું કે “પારકાના ઘરમાં પ્રવેશ કરવાને ઈચ્છો તે જ ઉપર જણાવેલા દોવાળે જણાય છે. અમારા સ્વામી તે ઘરમાં આવી ગયેલા છે, તે જે તું તારું કુશળ ઈચ્છતે હે તો ચાલ્યો જા. તમારા જેવા ધૂતારાઓને અહીં પ્રવેશ થઈ શકે તેમ નથી.” ત્યારે મંત્રીએ જણાવ્યું કે “શું પહેલાં આવેલા ધૂતારાથી તમે ઠગાયા છે? હું જ સાચે ગુણધવલ છું.” દ્વારપાળેએ કહ્યું કે “તું ખરેખર બળદ જણાય છે.” દરવાજે આ પ્રમાણે વાર્તાલાપ થવા લા ત્યારે સર્વાંગસુંદરીએ દાસીને કહ્યું કે- “આ છે?” પછી દાસી એ પણ તે વૃત્તાંત જાણીને તેણીને જણાવ્યું. સર્વાંગસુંદરીએ શૃંગારની સાથોસાથ પલંગનો પણ ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com