________________
“ પદ્મશ્રીની સગર્ભાવસ્થા અને પુત્રજન્મ.
[ ૮૭ ]
જાણે શરમને લીધે જ હોય તેમ નીચા મુખવાળા બની ગયા. તે સમયે દેવકુમારે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! દીવાને પ્રકાશ ગૃહના અંધકારને નાશ કરે તેથી શું તે સૂર્ય કરતાં અધિક કહી શકાય? હે રાજન ! નાના છિદ્રમાં સોય પ્રવેશ કરી શકે, મુશળ ન પ્રવેશ કરી શકે તેથી શું સાંબેલા કરતાં સોયને વિશેષ–અધિક માની શકાય? કીડીને પકડવાને માટે હસ્તી શક્તિશાળી ન થાય તેથી શું કીડી હાથી કરતાં સામર્થ્યશાળી ગણી શકાય? કયાં તે તેણી ચોરને પકડી બતાવે અથવા તો ત્રણે પાયા રજૂ કરે તો હે નાથ ! ડાહ્યા માણસે તેને સત્ય પ્રતિજ્ઞાવાળી માની શકે.”
એટલે રોષે ભરાયેલી તેણીએ કહ્યું કે “જો તને તારી બુદ્ધિનો ગર્વ હોય તે તું જ આ કાર્ય કર ” ત્યારે દેવકુમારે જણાવ્યું કે-“હું તારું સામર્થ્ય જોઉં છું, પછી હું જે કંઈ આચરણ કરીશ તે તું પિતે જ રેશે.”પછી રાજાએ પદ્મશ્રીને કહ્યું-“હે ભદ્ર! ઉતાવળી ન થા. ક્રમે ક્રમે ભલે અનેક દિવસ વ્યતીત થઈ જાય તે પણ તારે ચાર પાસેથી બાકીના રહેલા બને પાયાઓ લાવવા. આ વિષયમાં તે પોતે જ કુશળ છે એટલે તેને વિશેષ કહેવાની જરૂર નથી. સ્વભાવથી ઉજજવળ ચંદ્રિકાને શું કે વધારે ઉજજવળ બતાવી શકે છે?” રાજાએ પ્રસન્નતાપૂર્વક દાન આપીને વિદાય કરાયેલી તેણીને હર્ષ સમાતો નહોતે. સ્ત્રી સ્વભાવથી જ તુચ્છ હેય છે. - રાત્રિએ અદશ્ય રીતે પ્રવેશ કરીને પદ્મશ્રીથી આદર અપાયેલ દેવકુમાર પલંગ પર બેઠે.
પણ ભેટ લીધા સિવાય આવવા છતાં પદ્મશ્રીથી અત્યંત આદર અપાયેલ દેવકમારને તેણીએ અત્યંત પ્રસન્ન કર્યો, કારણ કે તેણીને આશા હતી કે–બાકીના બે પાયા તે લાવી આપશે. તેના ચિત્તને વશ કરવા માટે પદ્મશ્રી તેની સાથે તથા પ્રકારે હસે છે, રમે છે અને બોલે છે. પદ્મશ્રી તેને પકડી લેવા ઈચ્છે છે પરંતુ અવિશ્વાસુ દેવકુમાર તે સ્થળે લેશ માત્ર નિદ્રા લેતે નથી અને પિતાની જાતને નિરંતર સાવધાન રાખે છે. દેવકુમારની આંખના મીંચાવાથી પદ્મશ્રીએ જાણ્યું કે-“આ કેઈ સિદ્ધપુરુષ છે, દેવ જણાતો નથી.” પ્રાતઃકાળે શકય રીતે તે પિતાના આવાસે ચાલ્યા ગયે
આ પ્રમાણે કોઈપણ પ્રકારની ભેટ લીધા સિવાય દેવકુમાર પદ્મશ્રી પાસે નિરન્તર આવે છે અને જાય છે. પરંતુ સંતાનોત્પત્તિના દિવસને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (પિતાથી તેણીને સંતાનોત્પત્તિ ન થાય તે માટે તેણીના ઋતુધર્મના દિવસેમાં તેણીની પાસે આવવાનું દેવકુમાર બંધ રાખતો. ) પદ્મશ્રી હમેશાં રાજાને તે વૃત્તાંત જણાવે છે અને વિશેષમાં સંતાનોત્પત્તિના દિવસોનો ત્યાગ પણ જણાવ્યું. રાજાએ કહ્યું કે “આ વિષયમાં કંઈ પણ હસ્ય સમાયેલું છે. ” દેવકુમારે એક વખત તે ઋતુધર્મના દિવસે સંબંધમાં ભૂલ કરી અને પરિણામે પદ્મશ્રી સગર્ભા બની. પછી જ્યારે ગર્ભ પ્રકટપણે દેખાવા લાગે ત્યારે દેવકુમારે તેણીને પૂછયું કે-“તને કોનાથી ગર્ભ રહ્યો છે?” પદ્મશ્રીએ જણાવ્યું કે-“તમારાથી” વિકુમારે વિચાર્યું કે-“પદ્મશ્રી ખોટું બોલે છે. સંતાનોત્પત્તિના દિવસોનો તે મેં ત્યાગ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com