________________
[ ૮૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે પિતાના પિતા દત્ત શ્રેષ્ઠીને લાંબા સમય સુધી નહીં જેવાને કારણે પિતાની માતા તેમજ રાજાને કેઈપણ પ્રકારની શંકા ન થાય તે માટે તેણે ઉપર પ્રમાણે સૂચન કર્યું.
માર્ગમાં જતાં તેણે એક ઉત્તમ યોગીને જેય એટલે તેમને નમસ્કાર કરીને હર્ષિત બનેલા તેણે તાંબૂલ તથા સેપારી તેમને આપ્યા. આ પ્રમાણે વિનય કરતાં તેણે તે યોગીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. એગી બોલ્યા કે-“હું તારી પર પ્રસન્ન થયે છું, જેથી તારે જોઈએ તે માગી લે.”દેવકુમારે કહ્યું કે “આપ પૂજ્યના દર્શનથી જ હું કૃતકૃત્ય બને છું. આપની યાદગીરી નિમિત્તે કઈ પણ મંત્ર ગ્રહણ કરવા ઈચ્છું છું, જેથી હું મારી જાત જેને બતાવવાને ઇરછે તે જ મને જોઈ શકે; બીજ જોઈ શકે નહીં.” આ પ્રમાણે દેવકુમારે જણાવ્યું ત્યારે યેગીએ તેવા પ્રકારને મંત્ર તેને આપે. વળી યોગીએ જણાવ્યું કે “આ મંત્રના પ્રભાવથી તારા કાર્યની સિદ્ધિ થશે. જે તારો પુત્ર થશે તે હમેશાં તને તારા સાચા સ્વરૂપમાં જોઈ શકશે. આ મંત્રની આ પ્રમાણે પદ્ધતિ છે.” દેવકુમાર પણ તે મંત્રની ઉચિત પ્રકારે પૂજા કરતે હતે. યેગીની રજા લઈને, કોઈ એક ગામમાં બે ત્રણ દિવસ સ્થિરતા કરીને તે ફરી પોતાના ગામમાં આવ્યો અને રાજાને તેમજ માતાને મળે.
પછી તે વિચારવા લાગ્યું કે “ મારે પદ્મશ્રી વેશ્યાની પ્રતિજ્ઞાન ભંગ કેવી રીતે કરે? જો હું રત્નને પાયે આપી દઉં તે મહાઅનર્થ થાય. જે હું વેશ્યા પાસે ન જઉં તે તેનાથી પરાજિત થયેલો ગણાઉં. વળી અભિમાનની રક્ષા કરવી મનુષ્ય માટે દ્રવ્યનું ફળ છે, તે એક જ પાયાથી હું મારું ઈચ્છિત સાધીશ. અને પાછળના બે પાયાથી મારું ઈચ્છિત થશે.” આ પ્રમાણે વિચારીને પૂર્વે પ્રાપ્ત થયેલ ગુટિકાના પ્રભાવથી બીજું રૂપ ધારણ કર્યું અને મંત્રના પ્રભાવથી સાયંકાળે બીજા લેકેથી નહીં જેવાતે તે પદ્મશ્રીના ઘરે ગયે અને તે રત્નમય પાયો બતાવ્યો. અક્કાએ પિતાની પુત્રીને કહ્યું એટલે તેણીએ તેને આદરસત્કાર કર્યો. કામક્રીડામાં કુશળ અને ત્યાં રહેતા દેવકુમારે પોતાની કુશળતા દર્શાવવા પૂર્વક તેણીના ચિત્તરૂપી રત્નને ઘેરી લીધું. અર્થાત પદ્મશ્રીને વશ કરી લીધી. પ્રાતઃકાળ થયે ત્યારે તેણીને કહ્યું કે-“તમો અહીં ભોજન કરે.” ત્યારે દેવકુમારે ના પાડવાથી તેણીએ કહ્યું કે-“તે રાત્રિયે આવીને મારા પર પ્રસન્નતા બતાવજે.” ત્યારે “બહુ સારું એમ જણાવીને ચિત્તમાં મંત્રનું સમરણ કરીને પદ્મશ્રીના દેખવા છતાં જ તે જ ક્ષણે તે અદશ્ય થઈ ગયો. ત્યારે આશ્ચર્ય પામેલ તેણીએ વિચાર્યું કે-“આ કોઈ સિદ્ધ પુરુષ અથવા વિદ્યાધર જણાય છે.” તેવામાં ત્યાં આવેલ અક્કાએ તેણીને પૂછયું કે-“તે પરપુરુષ ક્યાં ગયો?” ત્યારે તેને લગતું સમસ્ત વૃત્તાંત જણાવીને તેણીએ કહ્યું કે- “જે આ શક્તિશાળી છે તે કઈ રીતે પકડી શકાય?” ત્યારે અકાએ જણાવ્યું કે “જેમ જેમ તેનું સ્વરૂપ જણાય તેમ તેમ ધીમે ધીમે તેને પકડવાને ઉપાય કરો.”
પછી પશ્રીએ રાજમંદિરે જઈને રાજાની સમક્ષ ખાટલાને રત્નમય એક પાયો બતાજો, રાજાએ સભાની વચ્ચે કહ્યું કે-“આ વેશ્યાનું પરાક્રમ જુઓ.” ત્યારે મંત્રી વિગેરે રાજપુરુષો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com