________________
મુનિરાજ પાસે દેવકુમારે સાંભળેલ ચોરી-નિષેધની કથા.
[ ૭૯ ]
કોટવાલે પ્રાતઃકાળે રાજાને અંધ-બ્રાહ્મણ સંબંધી હકીકત જણાવી ત્યારે રાજાએ પણ દાઢી પર હાથ ફેરવીને જણાવ્યું કે-“ તે ચારે મરનાર વ્યક્તિની સમસ્ત ક્રિયાઓ કરી લીધી તેમજ સાથે સાથે પિતાની પ્રતિજ્ઞા પણ પૂર્ણ કરી લીધી.” બાદ દેવકુમારે કહ્યું કે-“હે રાજન ! માણસોની બુદ્ધિ જ વિજયવંત નીવડે છે. બુદ્ધિ વિનાને અને અક્ષૌહિની સેનાવાળો રાજા પણ પરાજિત બને.”
સભાને વિષે નીચું મુખ રાખીને રહેલા સામંત વિગેરેને તથા વિલખા બનેલા રાજાને જોતાં પદ્મશ્રી વારાંગનાએ કહ્યું કે “હું તે ચોરને પકડી પાડીશ.” પછી તે પદ્મશ્રી વેશ્યા તે પલંગનો ચેાથે પાયે લઈને પોતાના આવાસે ગઈ. અને અક્કાને જણાવ્યું કે-“ જે કઈ રત્નના પાયે આપવાને ઈચછે તેને જ આપણે પકડી પાડવો છે પરંતુ બીજી વ્યકિતને ચાહવી નથી.” બાદ વેશ્યાને ઈચ્છતા એવા પુરુષોને તે અક્કા તે પાયે બતાવતી હતી અને તેવા પાયા વિના વેશ્યાનો સ્વીકાર નહીં થઈ શકે તેમ જણાવતી હતી. એવામાં દેવકુમાર રાજમદિરથી નીકળીને રસ્તામાં ચાલ્યો જાય છે તેવામાં તેણે ઉચ્ચ સ્વરે અપાતી સાધુ-મુનિરાજની દેશના સાંભળી, ત્યારે ઉપાશ્રયમાં દાખલ થઈને, આચાર્ય મહારાજથી ભવ્ય જીવો સમક્ષ કહેવાતી, ચારીના નિષેધ સંબંધી કથા કહેતા હતા તે સાંભળવા લાગે.
કાંપિત્યપુરમાં ચકેશ્વર નામનો રાજા હતા. તેને વસુંધરા નામની પત્ની હતી. તેને, યશ અને નેહવડે નિર્મળ અર્જુન નામને મંત્રી હતું, જેને ગુણશાલી દેવકી નામની સ્ત્રી હતી. તે બંનેને બુદ્ધિશાળી પરશુરામ નામને પુત્ર હતા, કે જે ગીત, નૃત્ય, સ્ત્રી, મિત્ર અને ગૃહકાર્યથી પરગમુખ હતો, રાજસેવાને સમયે પણ તે રાજા પાસે જતો ન હતો, માત્ર પંડિતની સાથે શાસ્ત્ર સંબંધી વાર્તાલાપમાં મગ્ન રહેતો હતો.
એકદા તેના પિતા અર્જુન મંત્રીએ તેને કહ્યું કે-“તું ગૃહકાર્ય પ્રત્યે લક્ષ આપે. ફક્ત શાસ્ત્રાભ્યાસ કરવાથી તું ગાંડો બની જઈશ. ભૂખ્યા તથા તરસ્યા એવા તાર તેમજ કુટુંબનો આધારે કંઈ શાસ્ત્ર બનશે નહીં, માટે તું રાજાની સેવા કર.” પિતાએ કહેલા હિતવચનને હાસ્યરૂપ માનતે પરશુરામ શાસ્ત્રાભ્યાસમાં જ રક્ત રહેવા લાગ્યો. વ્યક્તિને રવભાવ મુશ્કેલીથી ફેરવી શકાય તેવા હોય છે. પરશુરામ પિતાને શલ્યની માફક દુઃખદાયી બજો હતો પરંતુ ગાંભીર્યને કારણે અર્જુન મંત્રી તેને દુઃખ થાય તેવું કંઈપણ કહે નહીં.
કે એક દિવસે રાજાથી ફરમાવાયેલ કેઈએક રાજપુરુષ, રાજાને બહુ મૂલ્યવાળો, પાંચ પ્રકારના રત્નથી સુશોભિત હાર મંત્રીને આપીને બોલ્યો કે-આ હારને યોગ્ય સ્થાને મૂકીને તમારે આવવું. આ પ્રમાણે સૂચન કરીને તે રાજપુરુષ ચાલ્યો ગયો. જવાની ઉતાવળને કારણે મંત્રી તે હાર પરશુરામને આપીને રાજમંદિરે ગયો. શાસ્ત્રાભ્યાસ કરતાં પરશુરામે કોઈ મુશ્કેલ અર્થને વિચારતાં તે હારને તે સ્થળે જ મૂકી દીધું. તે સ્થળને મનુષ્ય રહિત જાણીને સેવક બનેલો કલીને પુત્ર તે હાર લઈને નાશી ગયો. મુશ્કેલ અર્થને જાણી લીધા બાદ જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com