________________
[ ૭૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો કારણ કે હું અંધોને તેમજ ગરીબ લોકોને આહાર આપવા ઈચ્છું છું.” ત્યારે તેની માતાએ જણાવ્યું કે-“હા, ભેજન તૈયાર છે.” બાદ દેવકુમાર ગુગળને શરીર પર લેપ કરીને જીર્ણ મંદિરમાં ગયો. ત્યાં આગળ “આજે અમેને કેઈએ ભોજન કરાવ્યું નથી” એમ બેલતાં કેટલાક અંધ જનોને સાંભળ્યાં. દેવકુમારે તેઓને રાત્રિએ પિતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. બાદ તે સઘળાને એક બીજાની સાથે વળગાડીને પોતે મોઢા આગળ ચાલ્યા. રસ્તાને વિષે, ગુગળના વિલેપનની ગંધને કારણે, આ કેઢિયાઓને સમૂહ છે એમ જાણતા જનસમૂહ પણ તેનાથી દૂર ચાલ્યો જાય છે. કેઈએ પણ તેમને અટકાવ્યા નહિ.
તેઓની ઈચ્છા પ્રમાણે ભેજન કરાવીને, તે અંધકને નિર્જન સ્થાનમાં રાખ્યા. પ્રાતકાળ થતાં દેવકમારે તે અંધને ટીંબરાજના નામથી પિંડદાન આપ્યું. પછી ભેજન કરાવીને, તેઓ સર્વને બાર-બાર દ્રમ્મ દક્ષિણામાં આપ્યા. તાંબૂલ તેમજ ચંદનાદિથી તેઓને હર્ષ પમ ડીને રાત્રિને વિષે તેઓને તેઓના સ્થાને મૂકીને દેવકુમાર પણ સ્વગૃહે પાછો ફર્યો. મધ્યરાત્રિને ચારે તરફ ફરતાં કેટવાલના ચેકીદારેએ તે જીર્ણ મંદિરમાં રહેલા અંધ પુરુષે ની વાણી સાંભળી કે-“જેવી રીતે આજે કોઈ એક વ્યક્તિએ અમને ભેજન કરાવ્યું તેવું ભેજન અગાઉ કોઈ પણ વ્યક્તિએ કરાવ્યું નથી. તેમજ ધર્માત્મા તેણે અમારા હસ્તથી પિંડદાન પણ આપ્યું. આ ઉપરાંત તેણે ઉત્તમ દક્ષિણ પણ આપી કે જેથી ભેજન સંબંધી કેટલાક દિવસે પર્યન્ત અમને બીજાની અપેક્ષા ન રહે.” આ પ્રમાણે તેઓની વાણી સાંભળીને ચોકીદારોએ તેમને ધમકાવીને પૂછયું કે-“અરે ! તમે કયે સ્થળે જમી આવ્યા ?” અંધેએ જવાબ આપ્યો કે-“કેટલાક પારકાને તૃપ્ત બનાવનારા હોય છે જ્યારે તમારી જેવા કેટલાક અમતમાં ઝેર નાખનારા હોય છે. ત્યારે ચોકીદારોએ તે અંધાને જણાવ્યું કે તમે ચેરના ઘરે જઈને પિંડદાન આપ્યું છે માટે તેની માફક તમારો પણ દંડ કરે જોઈએ. જો તમે તેનું ઘર બતાવી આપશે તે દંડમાંથી મુક્તિ મેળવશે.”
અંધપુએ જણાવ્યું કે-“અમે જન્મથી જ અંધ હેઇને તેનું ઘર કઈ રીતે જણાવી શકીએ ?” રક્ષકોએ તેનું નામ પૂછ્યું ત્યારે તેઓએ તેનું નામ ટીંબરાજે જણાવ્યું. ચોકીદારેએ કહ્યું કે “તમે જણાવેલ નામ સાચું જણાતું નથી.” અંધેએ જણાવ્યું કે- “તેણે તે તે નામ જણાવેલ હતું.” આ પ્રમાણે વાર્તાલાપ સાંભળીને એક ચોકીદારે તે અધે પછી કોઈ ૨ કને લાકડીથી પ્રહાર કર્યો ત્યારે તે સર્વ અંધ પુરુષે “અરે! અમે બ્રાહ્મણ હણાઈએ છીએ”એ પ્રમાણે પિકાર કરવા લાગ્યા. તે સમયે તે સ્થળે એકઠા થયેલા અને હકીકતને જાણતા જનસમૂહેતે ચોકીદારને કહ્યું કે-“દીન અને જન્માંધ આ બ્રાહ્મણે આ વિષયમાં શું જાણે? ચેર પ્રત્યેના રોષને કારણે આ અંધ-બ્રાહ્મણને મારતા તમે ખરેખર લોક કહેવતને સાચી કરી બતાવે છો કે ભૂંડ વાલ ખાઈ જાય અને શિક્ષા ચેરને કરવામાં આવે. બાદ નાગરિક લોકોએ મુકેલીથી તે અંધ બ્રાહણેને છોડાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com