________________
[ ૭૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
ગયા છે, કેટલાક દિવસો બાદ તે પાછા આવશે.”
રાજાએ પ્રાતઃકાળમાં રાજસભામાં આવીને રાત્રિનો વૃત્તાંત મંત્રીને કહ્યો ત્યારે મંત્રીએ જણાવ્યું કે-“આ ચેર કેઈ સિદ્ધપુરુષ જણાય છે, નહી તે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવા મહેલમાં ખાતર પાડવું કેમ બની શકે ? વળી, પલંગના ત્રણ પાયા કેમ હરી શકાય?” દેવકુમાર પણ વૃત્તાંત જાણવાને માટે રાજસભામાં ગયો અને પ્રણામ કરી પિતાના આસન પર બેઠે. રાજાએ મુખ્ય મંત્રીને કહ્યું કે “ જેણે પોતાની બુદ્ધિથી આ કાર્ય કર્યું છે તે અવશ્ય રુદન કરશે કારણ કે મેં તે બંનેને વાતચીત કરતાં સાંભળ્યા છે; તો હવે આ ધડને ઉપાડીને રાજદ્વારે મૂકે, તેને જોઈને જે રુદન કરે તેને કેટવાળે પકડી લે.” દેવકુમારે કહ્યું કે “ હે રાજન ! આપે કહ્યું તે બરાબર છે. ચાર રાત્રિએ આવે છે તે રાત્રિએ બરાબર બારીકાઈથી તપાસ કરવી જોઈએ.” એટલે કેટવાલને વિશેષ પ્રકારે રાજાએ હકમ કર્યો કે–તમારે રાત્રીએ ખાસ તપાસ રાખવી. કોટવાળ રાજાની આજ્ઞા સ્વીકારીને પિતાના ચૂડે ગયો. દેવકુમાર પણ રાજાના સિંહદ્વારે જઈને વિચારવા લાગ્યો કે–લોકોના સમક્ષ હું રુદનક્રિયા કરીને રાજાને ખોટો પાડીશ. આ પ્રમાણે તેણે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી
આ સંબંધમાં યુક્તિ વિચારી તે નગરની બહાર ગયે અને છાશ વેચવા માટે આવતી કેઈ એક વૃદ્ધ સ્ત્રીને જોઈ, એટલે તેને પૂછ્યું કે- “ માટલા સાથે તારે છાશ વેચવી છે.?” વૃદ્ધાએ હા પાડી એટલે તેને વધારે દ્રવ્ય આપ્યું. બાદ બીજી દિશા તરફ મુખ રાખીને તેને પિતાના વસ્ત્રો આપીને તેણીના બહુમૂલ્ય (કીમતી)કંબળાને ગ્રહણ કરી લીધા. પછી તે ભરવાડણને ગામમાં મોકલી દઈને, પિતના મુખમાં ગુટિકા નાખીને લોકથી છાશ વેચનારીરૂપે
વાતો તે રાજદ્વારે લોકોને એકત્ર થયેલા જોઈને હિમતપૂર્વક ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યા કે-છાશ , કેઈ છાશ લે, તેવામાં એક સિપાઈને તેણે પૂછ્યું કે–બધા નાગરિક કે અદ૨૧ર્વક આ શું જોઈ રહ્યા છે? તે તું મને કડે; પરન્તુ ધડની રક્ષા કરવામાં તત્પર હાઈને તેણે કઈ પણ જવાબ ન આપે, છતાં તે તેને વારંવાર પૂછવા લાગ્યા ત્યારે તે સૈનિક કોઇપૂર્વક તેને કહ્યું કે - “હે રાંડ ! તુ આઘી ખસ” આ પ્રમાણે તેનાથી દૂર ખસેડાયેલી તે તરત જ ભૂમિ પર પડી ગઈ એટલે માટલું ફૂટી ગયું, છાશ ઢળાઈ ગઈ અને તે રુદન કરવા લાગી કે-“હે માત! હું ઘરે આવીને તને શું જવાબ દઈશ ? હે પિતા ! તમારા વિયોગમાં હું દુઃખી બની છું. હવે આધાર વિનાની મારું કેણ રક્ષણ કરશે?” ત્યારે કેટલાક મધ્યસ્થ લોકોએ તેને રુદન કરવાનું કારણ પૂછયું એટલે તેણે કહ્યું કે-“હું છાશ વેચવાને માટે ગામડેથી આવી છું. મેં આ સિપાઈને પૂછયું કે-લોકો આ શું જોઈ રહ્યા છે? ત્યારે ક્રોધપૂર્વક ધક્કો મારીને તેણે મને પાડી દીધી. મારી મા મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે, તે હું હવે કેના ઘરે જઈને શયન તથા ભોજન કરીશ? દુઃખી બનેલ મારી કેણુ સાર-સંભાળ લેશે ?” આ પ્રમાણે તેને રુદન કરતી જોઈને મધ્યસ્થ લોકોએ કોટવાલને કહ્યું કે-“ આ ભરવાડણને છાશના માટલાનું મૂલ્ય આપ. આ ગરીબ અને નિર્ધન છે, અને તેને ખાવાના પણ ફાંફાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com