________________
ભુવનભાનુનો સ્વનગરીમાં ભવ્ય પ્રવેશ
[ ૬૩
દેતાં, ભુવનભાનુ રાજાએ અમુક સમયે શુભા નગરીની નજીકના પ્રદેશમાં આવીને મનોહર બગીચાઓને વિષે પિતાનો પડાવ નાખે. રત્નજડિત સુવર્ણ તરણથી ભૂષિત, અનેક પ્રકારની રચનાથી બનાવાયેલા પુષ્પના માંડવાથી સુશોભિત, અનેક પ્રકારનાં મણિઓ યુક્ત લઘુમડથી મનોહર, ચારે દિશાઓમાં મતીઓની લટકતી માળાઓવાળા, મણિની પૂતળીઓથી સુશોભિત સ્તવાળા અને કળશેથી યુકત વિશાળ મંડપ બનાવવામાં આવ્યા. આસોપાલવના પાંદડાઓથી માંગલિક તોરણો ઘરે-ઘરે બાંધવામાં આવ્યા, કલયાણુસૂચક મતીઓની શ્રેણીથી સાથિયાઓ કરવામાં આવ્યા. ભુવનભાનુ રાજાના આગમન સમયે કુંકુમ, અગરુ, ગશીર્ષચંદનના રસથી મિશ્રિત સુગંધી જળવડે પૃથ્વીને સિંચવામાં આવી. બીજા દેશથી લવાયેલા અને તેજસ્વી રેશમી વસ્ત્રોથી વણિકે એ પિતાની દુકાનોને સ પૂર્ણ રીતે શણગારી. સિંદુરના વિલેપનથી હસ્તીઓને અત્યંત મનોહર બનાવવામાં આવ્યા, અશ્વોને શણગારવામાં આવ્યા અને પાયદળ સેના તૈયાર કરવામાં આવી. ચક્રવર્તી પણાની લહમી તથા ભાનુશ્રી આ પ્રમાણે દ્વિગુણલકમીથી શોભિત બનેલા, શ્વેત છત્રથી ભિત, દિવ્ય વિમાનમાં આરૂઢ થયેલા, પુણ્યયોગે ઈંદ્રાણી સાથે જાણે ઈંદ્ર પોતે જ આવી રહ્યા હોય તેમ લોકોના મનમાં શંકા પ્રગટાવતા, આકાશને વનિયુક્ત બનાવતા એવા અનેક પ્રકારના વાજિંત્રોના શબ્દોથી જાણે સમસ્ત લેકેના દુઃખસમૂહને ત્રાસ પમાડતા, અને ઉડાડતા, “જય જય” શબ્દ બોલતા નાગરિક લોકોને કૃપાકટાક્ષથી નિર્મળ દૃષ્ટિવડે જતાં, “આ બંનેએ પૂર્વ જન્મમાં કેવા પ્રકારનું ન સમજી શકાય તેવું પુણ્ય કર્યું હશે કે જેથી તેમને સમાન રૂપ અને ગુણ પ્રાપ્ત થયા છે?એ પ્રમાણે લોકોની ઉક્તિને સાંભળતા, વારાંગનાઓએ અર્પણ કરેલા ઉતમ અધ્યને ગ્રહણ કરતાં, રાજાને જોવામાં વિશ્ન કરતાં નેત્રના નિમેષને કારણે ક્રોધિત બનેલી સ્ત્રીઓથી નેત્રરૂપી પડિયાઓ દ્વારા પીવાતા, વળી કઈ એક સ્ત્રી જેવાના કાર્ય. માં વિશ્વભૂત બનતાં ભ્રમરના ભયને કારણે પોતાના કર્ણમાં રહેલા કર્ણના ભૂષણરૂપ કમળને દૂર કરતી, વળી કે બીજી સ્ત્રી, પોતાના નેત્રના જેટલા વિસ્તારવાળા( લાંબા) કેઈ એક પત્રને કમળમાંથી લઈ લઈને જાણે તેનું અને પિતાના પત્રનું સામ્ય દર્શાવતી હોય તેમ નેત્ર પર તેને સ્થાપન કરતી -આ પ્રમાણે વિવિધ વેથી મનહર સ્ત્રીઓની અનેક રચનાઓદ્વારા ચેષ્ટાઓને જોતા, ભાનુશ્રીને હર્ષપૂર્વક દેખાડતા, પોતાને તેમજ પારકાનો ભેદ રાખ્યા સિવાય તેમજ પાત્રાપાત્રને વિવેક રાખ્યા વિના દીનજનોને નવીન મેઘની માફક દાન આપતા ભુવનભાનુ રાજવી, મનહર ચંદન પુષ્પની માળાથી યુક્ત, ચિત્ર-વિચિત્ર ભીંતવાળા, સુંદર ચંદરવાને વિષે લટકાવેલી મોતીની માળાવાળા, વિવિધ પ્રકારના રત્નજડિત સિંહાસનની કાંતિથી ઇદ્રધનુષની શોભાવાળા, જેમાં માંગલિક કાર્યો થઈ રહ્યા છે તેવા રાજમહેલમાં આવી પહોંચ્યા. ક્ષણમાત્ર સિંહાસન પર બેસીને, વારાંગનાઓએ કરેલી અનેક પ્રકારની કાણુસૂચક વસ્તુઓ વહચ કરી,
બાદે ભક્તિભાવવાળા ભુવનભાનુ રાજવીએ કેટલાક જિનચને પૂજીને, નમસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com