________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
જનોને માન્ય, કુળની સૌભાગ્યવતી સ્ત્રીઓએ પિતાના સેંથામાં કુંકુમ પૂરેલ છે તે, નાગરવેલ, સેપારી તથા શ્રીફળ અને ઉત્તમ વસ્ત્રથી પર્ણ થાળીવાળો, દીનજનોને તેની ઈચ્છા કરતાં પણ અધિક દાન દેવાતો, અને ઈષ્ટ દેવનું પજને કરાતો એ વપન મહોત્સવ થયે. એક માસ વ્યતીત થયા બાદ તેનું દેવ સરખું રૂપ હોવાથી માતાપિતાએ તેનું ઉત્સવપૂર્વક
દેવકુમાર" એવું નામ રાખ્યું. પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતે તે બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો. દત્ત, પિતાની સંપત્તિ અને સ્વેચ્છાને અનુરૂપ સુંદર અને જાત-જાતના વસ્ત્રો તથા આભૂષણે પહેરાવવા લાગ્યો. તેને કળાને ગ્રહણ કરવા ગ્ય જાણીને દત્તે તેને કલાચાર્યને સેપે ત્યારે તેણે કમપૂર્વક સુંદર અભ્યાસ-શિક્ષા ગ્રહણ કરી લીધી. દત્તે કલાચાર્યને એટલું બધું ધન આપ્યું કે જેથી તેની સાત પેઢી સુધી દ્રવ્ય નાશ ન પામે. પછી સરખા કુળ અને શીલવાળી શ્રેષ્ઠી કન્યા સાથે તેને મહત્સવપૂર્વક પરણાવ્યું. દેવકુમાર
Iની પરિણીત સ્ત્રી સાથે વાત માત્ર પણ કરતો નથી એટલે તેના પિતાએ તેને ભોગ-વિલાસને માટે ખરાબ મિત્રોની સાથે જોડો. દેવમંદિરમાં થતાં ઉત્સવોને જેવાને માટે તે મિત્ર સાથે જતો હતો, પરંતુ વેશ્યાઓના બેલાવવા છતાં તે તેણીના ઘરે જાતે ન હતો. શ્રેષ્ઠી તેના મિત્રોને દેવકુમાર સંબંધી વૃત્તાંત પૂછતાં ત્યારે તેઓ જેવું હતું તેવું કહેતા, પરંતુ તે ભેગાસક્ત ન બનવાથી દત્ત શ્રેષ્ઠી સંતાપ પામતા હતા.
કે એક દિવસે તે દેવકુમાર પિતાના દુરાચારી મિત્ર સાથે રાજાએ સુંદર રત્નોથી બનાવેલ દેવમંદિરમાં ગયો. ત્યાં તેણે સુવર્ણના તારણની પાસે, જાણે હાસ્ય કરતી હોય અથવા બોલી રહી હોય તેવી એક મણિની પૂતળી જઈ, ત્યારે તે જાણે ચિત્રમાં આલેખેલ હેય તેમ ઊંચું મુખ રાખીને નિનિમેષ નયને તે પૂતળીના અંગે જેવા લાગ્યા, જાણે કામદેવના બાણથી તે વીંધા હોય તેમ ભૂમિ પર તે સ્થિર થઈ ગયો અને બોલ્યા કે-“મેં આજે લાંબા સમયે નેત્રદ્વારા સૌંદર્યનું પાન કર્યું છે, હે પૂતળી! તું કાંઈક બોલ કે જેથી મારા બંને કણે સાર્થક બને, અથવા તે સ્ત્રીઓ પ્રથમ મેળાપે બોલવાને સમર્થ થઈ શકતી નથી તેં તે મારા આત્માને સરલ દષ્ટિથી કૃતકૃત્ય બનાવ્યો છે, પરંતુ તારા આ મર્મસ્થળને વીંધનારા કટાક્ષોને કારણે હું તને જોઈ શકતો નથી. ” આ પ્રમાણે બોલતા તેના પ્રત્યે હસીને મિત્રોએ કહ્યું કે તમે તેની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે? આ તે રત્નની પૂતળી છે.” મિત્રોએ આમ કહેવાથી વિશ્વાસ ન થવાથી તે પૂતળીને સ્પર્શ કરીને લજજાળુ બનેલ તેને મિત્રોએ કહ્યું કે “હે મિત્ર! તુ ખેદ ન કર. જેનું સ્વરૂપ જોઈને શિલ્પીએ આ પૂતળી બનાવી છે તે જ વ્યક્તિને અમે તને દેખાડીએ. આ પૂતળીને વિષે તને આટલો બધે શે આદર ઉપજ્યો છે?” કુમારે કહ્યું કે- “ગ્રહ સરખા રાગથીસનેહથી પહેલેથી જ હું વિટંબના પામી રહ્યો છું અને હમણાં પણ હે મિત્રો ! તમે મને છેતરી રહ્યા છે.” એટલે મિત્રએ અનેક પ્રકારનાં સેગન ખાઈને જણાવ્યું કે “આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com