________________
ચંદ્રરેખાની આત્મહત્યા કરવાની કોશીશ
૧૯ ] ઉપર પ્રમાણે વિચારીને મેં અન્ન–પાણીનો ત્યાગ કર્યો ત્યારે તેણે મને જણાવ્યું કે-“મહેરબાની કરીને તું ભોજન કર અને તાંબૂલને પણ સ્વીકાર. સુંદર શૃંગાર ધારણ કર અને મારી સાથે મિષ્ટ વાર્તાલાપ કર.” ત્યારે મેં પણ જણાવ્યું કે-“પરસ્ત્રીને સંગ કરે તે આ લોક તેમજ પરલોક બંનેને અહિતકારક છે એમ તું જાણુ.” ત્યારે તે ધનદ બે કે-“તારા દર્શન તેમજ આલિંગનથી આ લોકમાં મારું કલ્યાણ છે અને તારા અધરામૃતના પાનથી પણ મને દેવપણાનો (પરલોકને ) અનુભવ થનાર છે.” એટલે મેં કહ્યું કે – “વિશ્વાસઘાત કરનાર તું આવો અસંબદ્ધ અપલાપ કેમ કરી રહ્યો છે? મને જણાય છે કેશિક્ષા કર્યા સિવાય તું મૂંગો રહીશ નહીં.” આ પ્રમાણે કહીને મેં સમુદ્રદેવને વિજ્ઞપ્તિ કરી કે-“મારા પતિ ચંદ્રકમાર સિવાય મેં મારા મનમાં અન્ય કોઈ પણ પુરુષનું ચિંતવન ન કર્યું હોય તે પાપાત્મા આ ધનદને શિક્ષા કરો.” તેટલામાં જ અચાનક પર્વત સાથે અફળાઈને વહાણ ભાંગી ગયું અને મેં મારી જાતને સમુદ્રને કાંઠે રહેલી જોઈ. બાદ મેં વિચાર્યું કે-“કુળનો નાશ કરનારી હું જીવી રહી છું. વાઘ, હસ્તી અને સિંહ વિગેરે પાપીણ એવી મને હણતા નથી.”
પછી સમુદ્રકિનારે રહેલ કે એક પર્વત પર ચઢીને હું પૃપાપાત કરું (મારા દેહને પડતું મૂકું ) એમ વિચારીને હું ધીમે ધીમે પર્વત પર ચઢવા લાગી. તેવામાં મેં એક સૌમ્ય તાપસને મારી સમક્ષ જોયા. તેમને જેવા માત્રથી મારા બંને નેત્રો જાણે અમૃતથી સિંચાયા હેય તેવા બન્યા. બાદ મારાથી નમસ્કાર કરાયેલ તેમણે મને પૂછયું કે-“હે પુત્રી ! તું કયાંથી આવી?” એટલે અશ્રુ સારતી મેં જ્યારે તેમને માટે સમગ્ર વૃત્તાંત જણાવ્યા ત્યારે તેમણે મને જણાવ્યું કે-“તારા પિતા મારા નાના ભાઈ થાય છે.” તે સમયે કઈ મહાનદી સાગરને મળતી હોય તેમ મારા આ જળથી વૃદ્ધિ પમાયું અર્થાત હું સકે ધ્રુસકે રડી પડી. ખરેખર સ્વજનને જોવાથી દુઃખી જનેને આ પ્રવાહ અત્યંત વૃદ્ધિ પામે છે મેં તાપસને પૂછ્યું કે-“મારા પિતા તથા પતિનું શું થયું હશે?” ત્યારે તેમણે જણાવ્યું કે-“યશરૂપી દેહથી તેઓ રહેલા છે, અર્થાત્ તેઓ મૃત્યુ પામ્યા છે. ” પછી મેં તેમને જણાવ્યું કે-“હું પર્વત પર જઈને ઝુંપાપાત કરવા ઈચ્છું છું.” ત્યારે તેમણે મને જણાવ્યું કે “તું શક ન કર. ભવિતવ્યતા ખરે ખર દુલશનીય છે. હે પુત્રી ! વૈષયિક સુખ મધુબિંદુની માફક તુચ્છ છે. આ જગતમાં સંગ વિયોગવાળા જ હોય છે. સંસારમાં અખંડ સુખ કદી પ્રાપ્ત થતું જ નથી. આત્મહત્યા કરવામાં મહા પાપ રહેલું છે, તે તું મરણ પામવાથી પાછી વળ. દુઃખરૂપી વૃક્ષને છેદવામાં પરશુ કુહાડી] સમાન અમારું તાપસ વ્રત તું ગ્રહણ કર.”
તે સમયે મારી માતા પણ ત્યાં આવી પહોંચી તાપસે પણ તેને ઓળખી. મારી માતાએ પણ તેમને ઓળખ્યા અને મસ્તક નમાવીને પ્રણામ કર્યો. પછી મારી માતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com