________________
*
બુવનભાનુએ મકરધ્વજને આપેલ અવતદાન અને તેણે કહેલું પોતાનું વૃતાંત.
[ ૩૭
પછી શંગારમંજરીને તેણીએ પૂછયું કે-“હે બહેન! તે અહીં શા માટે આવ્યા હતા ?” એટલે ભંગારમંજરીએ યક્ષ સંબંધી સમગ્ર વૃત્તાંત તેણીને જણાવ્યું. આ પ્રમાણે હકીકત સાંભળીને આશ્ચર્ય પામેલ ભાનુશ્રી પિતાના નગર તરફ ચાલી ગઈ. અક્ષણ કાંતિવાળે 'સૂર્યપ્રકાશ પણ આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચે અર્થાતુમધ્યાહ્ન થયે.
આ બાજુ જતાં એવા ભુવનભાનુ રાજાએ, સારસ પક્ષીઓના વિનિથી સ્વાગત કરતી હોય તેવી એક નદીને શીધ્ર ઇ.તે નદીના કિનારાની નજીકની કુંજમાં તેણે હાર, કુંડલ અનેબાજુબંધથી શોભિત તેમજ રૂપમાં કામદેવ સમાન કોઈ એક પુરુષ જોયો. તે પુરુષ મૂર્છાને લીધે મીલને ત્રવાળે, અ ગ્રીવા છેદાવાને કારણે પીડિત, કોધને લીધે હેડને હસતો અને શત્રુ તરફ ઉગામેલી તલવારવાળે હતો. પછી કઈક વિચારીને, તેની પાસે આવીને રાજાએ તેને ઔષધી-વલયના જળથી સિંચન કર્યું એટલે જાણે સૂઈને ઊઠતે હોય તેમ હાથમાં ખડ્રગ લઈને તે બે -અરે વિદ્યાધરાધમ ! તું મારી પ્રિયાને લઈને કયાં જાય છે? એ પ્રમાણે પૂર્વના આવેશને વશ બનીને બેલ તે ઊભો થઈ ગયે, પરંતુ પોતાની સમક્ષ રાજાને જોઈને, લજિજત બનીને, નમસ્કાર કરીને બોલ્યો કે- “ હે પુરુષશ્રેષ્ઠ ! જીવિતદાન આપવાથી, સેવકની માફક, આપે મને ખરીદી લીધો છે. પ્રથમથી જ ઉપકાર કરનાર તમારે હું પ્રાણોથી પણ બદલે વાળી શકે તેમ નથી, કારણ કે મૃત્યુ પામેલ મને તમે જ સજીવન કરેલ છે.” ત્યારે રાજાએ વળતો જવાબ આવ્યો કે, “ જ્યારે હું તારી પત્નીને પાછી લાવી આપું ત્યારે જ મારો કરેલો ઉપકાર સાર્થક ગણશે.” એટલે તે વિદ્યાધર પુરુષ વિચારવા લાગ્યો કે આ કોઈ સામાન્ય વ્યકિત નથી. પૂજવા લાયક પુરુથી પણ માન્ય વ્યક્તિ છે, કારણ કે મનેરથથી ઉત્તમપણું કે અધમપણું જણાઈ આવે છે. કોઈ એક પુરુષ પારકી સ્ત્રીને હરી જાય છે, હું તેની રક્ષા કરવાને સમર્થ નથી, તે સ્ત્રીને પાછી લાવવાની ચિંતા કરવાવાળો આ ઉત્તમ પુરુષ ખરેખર દુઃખી થઈ રહ્યો છે. ' બાદ રાજાએ તેને જણાવ્યું કે-“તું તારું વૃત્તાંત કહે જેથી આ સંબંધમાં ઉપાય કરી શકાય.” એટલે તે પુરુષ બોલ્યો કે- આપે ડીક આદેશ કર્યો કારણ કે હંમેશાં લક્ષ તાકીને જ બાણ છેડાય છે. હું હવે આપને મારું વૃત્તાંત સંભળાવું છું.
લક્ષ્મીપુર નામના નગરમાં મકરકેતુ નામનો રાજા છે, તેનો હું મકરધ્વજ નામને મેટો પુત્ર છું. મારા પિતાએ જયપુર નામના નગરમાં જયશેખર રાજા પાસે તેની રતિસુંદરી નામની કન્યાની માગણી કરવા દૂતને મોકલ્યો. પ્રતિહારીથી સૂચવાયેલ તે દ્વત રાજસભામાં પ્રવેશ કરીને જ્યશેખર રાજાને નમીને આ સન પર બેઠો એટલે તેને રાજાએ પૂછ્યું કે-મકરકેતુ રાજા કુશળ છે ને ? તે જવાબ આપે કે-જેની તમારી સાથે મિત્રાચારી વધી રહી છે તેને કુશળ જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com